મિત્રો આજે અમે તમને જણાવીશું કે મનુષ્ય નુ મૃત્યુ ક્યારે અને કેવી રીતે થાય છે. ગરુડ પુરાણ અનુસાર જે સમયે મનુષ્ય મૃત્યુ થવાનું હોય તે સમયે તે બોલવા માંગે છે પણ બોલી શકતો નથી. મનુષ્યની બોલવાની અને સાંભળવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. તે સમયે અંગૂઠા જેવડી આત્મા નીકળે છે જેને પકડીને યમદૂત યમલોક માં લઈ જાય છે.
ગરુડ પુરાણમાં એવું વર્ણન મળે છે કે યમદૂત આત્માને યમલોક સુધી લઇ જાય છે. આત્માને ડરાવે છે અને નર્ક માં મળવા વાળા દુઃખો વિશે જણાવે છે. યમદૂત ની આવી વાતો સાંભળીને આત્મા જોરજોરથી રડવા લાગે છે.
ગરુડ પુરાણ અનુસાર મરવાના સમયે આત્મા શરીરના નવ દરવાજા માંથી કોઈપણ દરવાજા થી શરીર છોડે છે. આ નવ દરવાજા બે આંખો, બે કાન, બે નાક, મુખ, ઉત્સર્જન અંગ વગેરે છે. જે વ્યક્તિ ની આત્મા ઉત્સર્જન અંગથી નીકળે છે તે મરતા સમયે મળ મૂત્ર ત્યાગી દે છે. ગરુડ પુરાણ આ રીતે પ્રાણનો ત્યાગ સારું માનવામાં આવતું નથી.
ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ ગરુડ ને જણાવતા કહે છે કે જે લોકો મોહમાયામાં ફસાયેલા હોય છે અને જેમના અંદર જીવવાની ઈચ્છા ખૂબ જ હોય છે, અને જેમની સાથે પરિવારજનો મોહ વધારે હોય છે આવા લોકોની મૃત્યુ નજીક આવે ત્યારે તેમની આંખો કામ કરવાનું બંધ કરી દે છે.
કાનથી સાંભળવાનું બંધ થઈ જાય છે. કફ ખૂબ જ થવા લાગે છે અને તે ઈચ્છા હોય છતાં બોલી શકતો નથી. આવા લોકો પરિવારનામોહ ના કારણે પ્રાણ છોડવા માગતા નથી. પછી યમરાજ ના દૂત બળ પૂર્વક તેમના પ્રાણ નિકાળે છે અને તેમના પ્રાણ આંખોમાંથી બળપૂર્વક નીકળે છે ત્યારે આંખો ઊલટી થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જે લોકો જીવનભર ધર્મના માર્ગ પર ચાલી છે તેમના પ્રાણ મુખમાંથી નીકળે છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે લોકોના પ્રાણ મુખમાંથી નીકળે છે તેમને યમલોકમાં દુઃખ ભોગવવા પડતા નથી.
શાસ્ત્રો અનુસાર નાકમાંથી પ્રાણ નીકળવા ખૂબ શુભ માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર આ રીતે એવા લોકોના જ પ્રાણ નીકળે છે જેની પરિવારમાં રહેતા બધા ફરજો નિભાવ્યા હોય અને મન ને વૈરાગી પણ બનાવ્યું હોય. મરણ પહેલા આત્મા શરીરમાંથી નીકળી થોડી ક્ષણો માટે અચેતન અવસ્થામાં રહે છે. આત્માને એ પ્રકારનો અનુભવ થાય છે જેવો કે પરિશ્રમથી થાકેલું મનુષ્ય ગાઢ નિંદ્રામાં હોય છે પરંતુ થોડી ક્ષણોમાં અચેતન માંથી સચેતન જાય છે અને ઊભી થઈ જાય છે. મિત્રો વ્યક્તિના શરીરમાંથી જ્યારે આત્મા નીકળે છે ત્યારે થોડાક સમય માટે ખબર જ પડતી નથી કે તે શરીરથી અલગ છે તે એજ પ્રકારે જ છે જે જ્યારે શરીરમાં રહેતી હતી ત્યારે કરતી હતી. આત્મા તેના સંબંધોને અવાજ આપે છે પરંતુ તે સાંભળી શકતા નથી.
આત્મા બધા લોકોને કહેવા માંગે છે પરંતુ તેનો અવાજ કોઈ સુધી પહોંચતો નથી. યમ દુત કહે છે કે અહી થી જવાની સમય થઈ ગયો છે અને કર્મો અનુસાર યમલોક માં જવા લાગે છે. મનુષ્યના કર્મો અનુસાર સ્વર્ગ કે નર્ક મળે છે. ગરુડ પુરાણ અનુસાર સૌથી પહેલા મૃત્યુ પછી યમદૂત આત્માને ફક્ત 24 કલાક માટે જ યમલોક માં લઈ જાય છે. અને આ ચોવીસ કલાકમાં આત્માને તેના દ્વારા કરવામાં આવેલ પાપ અને પુણ્ય દેખાડવામાં આવે છે. તે પછી આત્મા ને ફરી ત્યાં મોકલવામાં આવે છેજ્યાં તેને તેના પ્રાણનો ત્યાગ કર્યો હોય પિક્ચર અને આગલા તેર દિવસ સુધી આત્મા ત્યાં જ રહે છે. તેર દિવસ પુરા થયા પછી તેને ફરી પાછી યમલોક લઈ જવામાં આવે છે.