આત્માના 5 રહસ્યો જેને કોઈ નથી જાણતું

Astrology

મિત્રો, દરેક જીવિત વ્યક્તિમાં આત્મા મોજુદ હોય છે. જ્યારે આત્મા શરીરમાંથી નીકળી જાય છે ત્યારે શરીર નિર્જીવ બની જાય છે. આત્મા શરીરમાંથી ચાલી જાય પછી શરીરથી જોડાયેલા તમામ સંબંધો સમાપ્ત થઈ જાય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હું દરેક વ્યક્તિમાં આત્મા રૂપે મોજુદ છું એટલે કે આપણી આત્મા ઈશ્વરનું જ એક સ્વરૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આત્મા અમર અને અવિનાશી છે જેને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી, પાણી તેને વહાવી શકતું નથી, અગ્નિ તેને જલાવી શકતી નથી, વાયુ તેને સુકવી શકતી નથી. આત્માના રહસ્યોને જાણીને તમે હેરાન થઈ જશો.

ગરુડ પુરાણમાં વર્ણન કર્યું છે કે આત્મા અંગૂઠા જેવા આકારની હોય છે. આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આપણા શરીરમાં આત્માનું નિવાસસ્થાન આપણા હૃદયમાં હોય છે અને આ વાતનો ઉલ્લેખ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કરેલો છે. આત્મા સુક્ષ્મ શરીરના રૂપમાં જીવિત વ્યક્તિઓમાં નિવાસ કરે છે. સૂક્ષ્મ શરીરને આંખ,કાન, મુખ તથા હાથ, પગ નથી હોતા છતાં આત્મા જોઈ શકે છે, સાંભળી શકે છે, બોલી શકે છે અને સ્પર્શ પણ કરી શકે છે. આત્માના રંગ વિશે ઘણું સંશોધન કર્યું છે જેના દ્વારા તે જાણી શકાય છે કે આત્માનો રંગ નીલો કે આસમાની છે.

મૃત્યુ પછી આત્મા પોતાના તમામ કર્મફળો સમેટી આ જીવનમાં રહેલી અધુરી ઈચ્છાઓ પૂરી કરવા માટે અન્ય શરીરને શોધવા માટે ચાલી નીકળે છે અને કર્મોના આધારે તેને નવું શરીર કર્મફળ ભોગવવા માટે મળે છે. આત્માને કરેલા પાપ પુણ્યના હિસાબના આધારિત તેને નવું શરીર પ્રાપ્ત થાય છે. જ્યારે અત્યંત પુણ્યશાળી આત્મા પરમાત્મામાં વિલીન થઈ જાય છે. પુણ્યશાળી આત્મા જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને મોક્ષ મેળવી લે છે. દરેક મનુષ્યએ પોતાના જીવનમાં સત્કાર્યો કરવા જોઈએ જેથી આપણી આ આત્માને પરમાત્માની શરણ પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *