આ દિવસે જન્મેલા બાળકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે

Astrology

મિત્રો, જેમનો જન્મ રવિવારના દિવસે થયો હોય એમનો સંબંધ સૂર્યદેવ સાથે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. રવિવારે જન્મેલા લોકો કોઈના દબાણમાં આવીને કોઈ કામ કરતા નથી. તે પોતાના મરજીના માલિક હોય છે. રવિવારે જન્મેલા લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે. રવિવાર ભગવાન સૂર્યનો દિવસ છે એટલા માટે આ દિવસે જન્મેલા લોકો તેજસ્વી હોય છે તથા ભાગ્યશાળી અને દીર્ઘાયુ હોય છે. આ લોકો ઓછું બોલે છે પરંતુ સમજી વિચારીને જ બોલે છે. જો તમારો જન્મ શનિવારના દિવસે થયો હોય તેવા લોકો આળસુ અને સંકોચી હોય છે. શનિવારના દિવસે જન્મેલા લોકોને પરિવારનો તથા મિત્રોનો સાથ નથી મળતો. આ દિવસે જન્મેલા લોકો હસમુખ હોય છે. શનિવારના દિવસે જન્મેલા જાતક ક્રોધી સ્વભાવના હોય છે.

શનિવારના દિવસે જન્મેલા લોકોને બીજા લોકો સાથે ખૂબ જ જલ્દી અનબન થઈ જાય છે. આ દિવસે જન્મેલા લોકોને જીવનમાં ખૂબ જ ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે પરંતુ અંતમાં તેમનો વિજય અવશ્ય થાય છે. આ દિવસે જન્મેલા લોકોના દોસ્ત ખૂબ જ ઓછા હોય છે. આ લોકો તેમના દોસ્તો પ્રત્યે ખૂબ જ ઈમાનદાર હોય છે. તેમને જીવનમાં 20 થી 25 વર્ષના સમયગાળામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જો તમારો જન્મ શુક્રવારના દિવસે થયો હોય તો તમારી વાણીમાં મધુરતા હોય છે. આ દિવસે જન્મેલા લોકો ખૂબ જ સરળ સ્વભાવના હોય છે વાદવિવાદ કરવા વાળા લોકોથી તેઓ દૂર જ રહે છે. પ્રેમની બાબતમાં આ દિવસે જન્મેલા લોકો એક જગ્યાએ ટકી શકતા નથી. શુક્રવારના દિવસે જન્મેલા લોકોના સ્વભાવમાં ઈર્ષા વધુ હોય છે. તેમનું વૈવાહિક જીવન સફળ હોય છે. શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ હોય છે. આ દિવસે જન્મેલા લોકો ધનવાન બને છે. આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિમાન, મૃદુલ સ્વભાવ તથા સહનશીલ અને ભાવુક હોય છે. બીજા લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.

જે લોકોનો જન્મ ગુરુવારના દિવસે થયો હોય એ લોકો મહત્વકાંક્ષી અને ગંભીર સ્વભાવના હોય છે. કોઈપણ મુશ્કેલીનો સામનો તેઓ સાહસથી કરે છે. તેમના સાહસ આગળ કોઈ ટકી શકતું નથી. ગુરુવારના દિવસે જન્મેલા લોકો દોસ્તી પણ સારી સંગત વાળા લોકો સાથે જ કરે છે. ગુરૂવારના દિવસે જન્મેલા લોકો લાંબા અને આકર્ષક હોય છે. આ લોકો ખૂબ જ બુદ્ધિમાન અને સાહસી હોય છે.

બુધવારના દિવસે જન્મેલા લોકો બહુમુખી અને તીક્ષણ બુદ્ધિ વાળા હોય છે. પોતાની વાણીથી બીજાઓની બોલતી બંધ કરી દે છે. તેમના પર બુધ ગ્રહનો વિશેષ પ્રભાવ રહે છે. લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે. આ દિવસે જન્મેલા લોકો પોતાના માતા-પિતા ને ખૂબ જ પ્રેમ કરે છે. ધન કમાવામાં ખૂબ જ કામયાબ રહે છે.

જે લોકોનો જન્મ મંગળવારના દિવસે થયો હોય તેઓ ક્રોધી સ્વભાવના હોય છે. આ દિવસે જન્મેલા લોકો પરાક્રમી, અનુશાસન પ્રિય, ઉર્જાથી ભરેલા અને નવા વિચારોનું સમર્થન કરવા વાળા હોય છે. આ દિવસે જન્મેલા વ્યક્તિઓ પર મંગળ ગ્રહનો વિશેષ પ્રભાવ હોય છે એટલા માટે આવા લોકો હંમેશા પ્રગતિ કરે છે. આ દિવસે જન્મેલા લોકો પોતાની પ્રશંસા સાંભળવા હંમેશા ઉત્સુક રહે છે. તેમના દાંપત્ય જીવનમાં નાના-મોટા ઝઘડાઓ થયા કરે છે. વધુ પડતા ક્રોધી સ્વભાવને કારણે આસપાસના લોકો સાથે તેમનું બનતું નથી. જો તે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવી લે તો તે બધા જ કામ પર સફળતા મેળવી શકે છે. 28 વર્ષ પછી તેમનો ભાગ્યોદય થાય છે.

જે લોકોનો જન્મ સોમવારના દિવસે થયો હોય તેવા લોકો હંમેશા સમાજમાં ચર્ચાનો વિષય બની રહે છે. તેમનું પારિવારિક જીવન સારું રહેતું નથી. તેમને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દિવસે જન્મેલા લોકો હસમુખ સ્વભાવના હોય છે અને ખૂબ જ મીઠું બોલે છે. ચંદ્ર સાથે સંબંધ હોવાના કારણે તેમનું મન ચંચળ રહે છે અને તેમના વિચારો નિરંતર બદલતા રહે છે. આ દિવસે જન્મેલા લોકો બુદ્ધિમાન અને બહાદુર હોય છે. સોમવારના દિવસે જન્મેલા લોકોને યાદ શક્તિ ખૂબ જ તેજ હોય છે પરંતુ આ લોકોમાં ધીરજ ની ખૂબ જ કમી હોય છે. તેઓ ભાવુક સ્વભાવના હોય છે. તમારો જન્મ કયા દિવસે થયો છે તે અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *