નાના નાના પાપ જો આપણે રોજ કરીએ છીએ, આમાંનો તમે તો કોઈ કરતા નથી ને?

Astrology

મિત્રો આપણે આપણા જીવનમાં અનેક નાના-મોટા પાપ કરીએ છીએ. શ્રીકૃષ્ણ અનુસાર આ પાપ માટે કઈ સજા આપવામાં આવે છે તે આજે અમે તમને જણાવીશું.
મિત્રો એક વખત શ્રી કૃષ્ણ અને અર્જુન નગરચર્યા કરવા નીકળ્યા. થોડીવારમાં ચોર એવી બૂમો સંભળાવા લાગી. ત્યારે અમને જોયું કે ચોર તેમની સામે આવી રહ્યો છે. તેમને ચોરને પકડી લીધો. એટલામાં ગામના લોકો પણ ત્યાં પહોંચી ગયા અને ચોરને તેમને સોંપી દેવા માટે કહ્યું. તે સમયે શ્રીકૃષ્ણએ પોતાનો અને અર્જુન નું પરિચય આપતા કહ્યું તમે લોકો આ માણસને ચોર કેમ કહી રહ્યા છો ત્યારે ગામના લોકોએ કહ્યું પ્રભુ આ દુષ્ટ અમારા બગીચામાંથી ફળ ચોરી કર્યા છે તેથી તે લોકો તેને સજા આપશે. તે સમયે શ્રીકૃષ્ણે ચોર ને પૂછ્યું કે તે સાચે જ ચોરી કરી છે અને હા તે ચોરી કરી છે તો કેમ કરી છે? ત્યારે ચોરે જવાબ આપ્યો કે તેને ખૂબ જ ભૂખ લાગી છે જેના કારણે તે આ પાપ કરી બેઠો આ સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું ગામના લોકોને કહ્યું કે આ ચોરે તેનો ગુનો કબુલ કર્યો છે અને તેની સજા ના રૂપમાં ત્રણ મહિના સુધી તમારા ખેતરમાં કામ કરવું પડશે.

સજા સાંભળીને ચોરે શ્રી કૃષ્ણને કહ્યું આ તેની પહેલી ભૂલ હતી અને કહ્યું કે આ પાપ ખૂબ નાનું છે મને ક્ષમા કરો. આ સાંભળીને શ્રીકૃષ્ણે તેની સજા ત્રણ મહિનાથી વધારીને છ મહિના કરી દીધી. બધા ગામના લોકો ત્યાંથી જતા રહ્યા ત્યારે અર્જુને શ્રીકૃષ્ણને પૂછયું કે ચોરને ક્ષમા માગી તે સમયે તમે તેની સજા ઓછી કરવાની જગ્યાએ વધારે કેમ લીધી? અને એ પણ આટલા નાના પાપ માટે? ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું જેને તું અત્યારે નાનું પાપ સમજે છે આ જ નાના પાપ આગળ જઈને બહુ મોટા બની જાય છે. તેથી તેમને કોઈ દિવસ નજરઅંદાજ કરવું જોઈએ નહીં. તે પછી શ્રી કૃષ્ણએ કથા સંભળાવી.

કથા અનુસાર એક પુરુષ ગરીબીથી પરેશાન થઈને રાજા પાસે મદદ માટે ગયો. રાજા દાનવીર હતું પરંતુ તે યોગ્ય અને જરૂરતમંદ લોકો માટે. યોગ્યતાની ઓળખ માટે રાજાએ મહેલમાં ચાર દરવાજા બનાવીને રાખ્યા હતા અને જે આ ચાર દરવાજા ની પરીક્ષામાં સફળ થતું તેને જ રાજા મદદ કરતો. જે સમયે ગરીબ પુરુષ મહેલ માં પહોંચ્યું તે સમયે તેની પરીક્ષા શરૂ થઈ ગઈ. તે જેવું જ પહેલા દરવાજાની અંદર પ્રવેશ કરે છે કે તરત જ તેની મુલાકાત એક વૈશા જોડે થઈ. વૈશા તે પુરુષને આવવાનું કારણ પૂછ્યું પુરુષના જવાબથી તે વૈશા કહ્યું કે આ દ્વાર પણ મારો અધિકાર છે અને તે એવા લોકોને અંદર જવા દે છે જે તેને સંતુષ્ટ કરે છે. પૈસાની આવી વાતો સાંભળીને તેની પુરૂષનુ માથુ શરમથી ઝૂકી ગયું અને તે બીજા દરવાજા પાસે જવા લાગ્યો. તે જેવો બીજા દરવાજાની સામે પહોંચ્યો ત્યાં તેની સામે એક દ્વારપાલ આવી ગયો અને તેને કહ્યું કે આ મહેલના મુખ્ય દ્વાર પાલ નો અધિકાર છે. અને કહ્યું કે અહીંયા થી જવા વાળા લોકોને દ્વારપાળની સાથે માંસ ખાવું પડશે.

આ સાંભળીને તે સત્પુરુષ બીજા દરવાજાની પાસે જવા લાગ્યો. જીવું સત્પુરુષ રાજમહેલ ત્રીજા દરવાજા પાસે પહોંચ્યો ત્યાં એક પહેરેદાર આવ્યો અને કહ્યું કે શરાબ પીધા પછી જ અહીંયા થી અંદર જવા મળશે. શરાબ ના પાડી ને તે ચોથા દરવાજા પાસે જવા લાગ્યો. ત્યાં સદપુરુષ કે ઘણા લોકો જુગાર રમી રહ્યા છે અને જણાવવામાં આવે છે કે જુગાર રમવા વાળા લોકો ને દઅહીંયા થી જવાની અનુમતિ છે. ત્યારે સત્પુરુષ ગરીબીના કારણે ધર્મની આગળ ઝૂકી ગયો. તેને વિચાર્યું કે બીજા બધા પાપ ની સામે જુગાર રમવું નાનુ પાપ છે. તેથી તેના પાસે રહેલા એક રૂપિયાથી જુગાર રમવાનું ચાલુ કરી દીધું. સત્પુરુષ જુગાર રમવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તે રાજા પાસે જવાનું જ ભૂલી ગયો. સાંજે જ્યારે જુગાર રમી રહ્યો ત્યારે પૈસા લઈને બ્રાહ્મણ ચાલતો થયો. મિત્ર સત્પુરુષ આખા દિવસનો ભૂખ્યો હતો પરંતુ તેને કોઈ ભોજનની દુકાન જોવા મળી નહીં. તેની પાસે ખોટી કમાણીના પૈસા હતા તો સત્પુરુષ ની બુદ્ધિ પણ ભટકવા લાગી.

બ્રાહ્મણી વિચાર્યુ કે રાતનો સમય છે કોણ જોવા વાળું છે. ત્યારે તેને બીજા દરવાજા પાસે જઈને માસનું ભોજન કરી લીધું. તેને વિચાર્યું કે થોડું ઘણું પાપ તો ચાલે. સત્પુરુષ એ માસનુ સ્વાદિષ્ટ ભોજન કર્યું પરંતુ તેના પહેલા તેને કોઈ દિવસ માંસ ખાધું ન હતું તેથી તે જાણતો ન હતો કે તામસી ભોજન કરવા વારા લોકોને બીડી કે શરાબની શરણલેવી પડે છે. તેને પણ શરાબ પીવાની આવશ્યકતા લાગી. રાત્રે તેની આગળના દરવાજા પાસે પહોંચીને શરાબ પી લીધું. હવે તે સત્પુરુષ ત્રણ પ્રકારના નશામાં હતો. ત્યારે સત્પુરુષને ધ્યાન આવ્યું કે વૈશા એ રમણ નો મોકો આપેલો. તેને વિચાર્યું કે આટલા પાપ થયા તેમાં એક વધારે અને બધા પાપો ની સાથે જ પ્રાયશ્ચિત કરી લઈશ. છેલ્લે તે પહેલા દરવાજા પાસે ગયો. વૈશા એ તેને સંતુષ્ટ કર્યો અને તેના પછી જુગાર મા જીતેલા પૈસા તેને આપી દીધા.

સવારે વૈશા એ કહ્યું કે કંગાળ વ્યક્તિ નુ અહીંયા સુ કામ અને તેને બહાર મોકલી દીધો. બીજી બાજુ રાજાને આ બધી સૂચના મળી ગઈ હતી. આગલા દિવસે પોતે બધા દરવાજા પાસે પહોંચ્યો અને તેને સામેથી કહ્યું કે તે બધી શરતો માનવા તૈયાર છે પરંતુ તેની અંદર જવા દો. પણ હવે ત્યાં ના નિયમો બદલાઈ ચૂક્યા હતા. શરતો માનવા છતાં તેને કોઈએ અંદર જવા દીધો નહીં. આ સત્પુરુષ મહેલ ના મુખ્ય દ્વાર પર બેસી ને વિચારી રહ્યો હતો કે રાજા પાસેથી ધન પ્રાપ્ત થતો નથી પરંતુ જે પાસે હતું તે પણ જતું રહ્યું. શ્રીકૃષ્ણે પોતાની કથાનો અંત કરતા અર્જુનને કહ્યું આ રીતે પુરુષ ને ના માયા મળી કે ના રામ અને નાનુ પાપ કરવાથી કોઈ નુકસાન થશે નહિં આ વિચારીને તેને ધન અને ધર્મ બંને ખોઈ દીધા.

ગરુડ પુરાણમાં આ પાપ માટે સજા પણ નિર્ધારિત છે. જે લોકો તેમના મોટા નું અપમાન કરે છે તેમને નીચું જોવડાવે છે અથવા તો ઘરમાંથી નીકાળી દે છે. તેમને નર્ક ની આગ મા ડુબાડી દેવામાં આવે છે. આવું ત્યાં સુધી કરવામાં આવી છે જ્યાં સુધી તેમને ખાલ નીકળી ન જાય. ગરુડ પુરાણ અનુસાર બીજા નુ ધન ચોરી કરવાવાળા લોકો ને એક દોરડાથી બાંધીને મારવામાં આવે છે આવું ત્યાં સુધી કરવામાં આવે છે જ્યાં સુધી અપરાધી બેહોશના થઈ જાય. ભાન માં આવ્યા પછી ફરીથી એવું કરવામાં આવે છે. એવા પતિ-પત્નીએ એકબીજાને દગો કરે છે તેવા લોકોને લોખંડના ગરમ સળિયા થી મારવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર શરાબ પીવા વાળા લોકોને આગલા જન્મમાં કૂતરું બનાવવામાં આવે છે. શરાબ પીવા વાળા લોકોનો જન્મ કુતરું કે દેડકાની યોની માં થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *