ઘરના મંદિરમાં માચીસ કેમ ન રાખવી જોઈએ

Astrology

મિત્રો, ઘરનું મંદિર આપણા સૌના ઘરનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. ઘરના મંદિર સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી હોય છે અને આપણા ભગવાન પણ આપણા ઘરમાં આપણા ઘરના મંદિરમાં જ બિરાજમાન હોય છે. આપણા ઘરના મંદિરની કેટલીક બાબતો વિશે આપણે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આપણે ભગવાનની પૂજા કરતી વખતે કેટલીક નાની નાની ભૂલો પર ધ્યાન આપતા નથી અને જેના કારણે તેના ખરાબ પરિણામ ભોગવવા પડે છે. ઘરના મંદિરમાં કદી પણ માચીસ ન હોવી જોઈએ. મોટાભાગના લોકો ઘરના મંદિરમાં માચીસ રાખતા હોય છે પરંતુ જો તમે રાખતા હોય તો આજથી જ મંદિરમાં માચીસ રાખવાનું બંધ કરી દેજો.

ઘરના મંદિરમાં માચીસ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ નકારાત્મક ઊર્જા તમારા ઘરને બરબાદ કરી શકે છે. મંદિરમાં જો ડ્રોવર હોય તો માચીસ ડ્રોવરમાં મૂકી દેવી જોઈએ પરંતુ ઘણા લોકો ભગવાનનો દીવો કરીને વાંચીશ દીવાની બાજુમાં જ મૂકી દેતા હોય છે. જો તમારે ઘરના મંદિરમાં માચીસ રાખવી જ હોય તો તેને એક સાફ કપડામાં અથવા તો કાગળમાં વીંટાળીને રાખવી જોઈએ. ઘરના મંદિર બાબતે બીજી એક મહત્વની વિશેષ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. ઘણા લોકો ભગવાનને અગરબત્તી કર્યા પછી માચીસની સળી ભગવાન આગળ જ મૂકી રાખે છે તથા અગરબત્તીની રાખ પણ ત્યાં જ પડી રહે છે. તેનાથી પણ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.

મંદિર ભગવાન નો દીવો અને અગરબત્તી કર્યા પછી અગરબત્તીની રાખ કચરાપેટીમાં નાખી દેવી જોઈએ. મંદિરને હંમેશા સાફ રાખવું જોઈએ. માચીસની સળી પણ કચરાપેટીમાં જ નાખવી જોઈએ. આપણે દરરોજ ભગવાનને ફૂલ પણ અર્પણ કરીએ છીએ. મુરજાયેલા ફૂલને તરત જ ભગવાન ના મંદિરમાંથી હટાવીને કચરાપેટીમાં નાખી દેવા જોઈએ અથવા તો કોઈ જળમાં પ્રવાહિત કરી દેવા જોઈએ. આવા કરમાઈ ગયેલા ફૂલને કદી પણ ભગવાન પર ચડાવવા જોઈએ નહીં. જો તમારા ઘરમાં સકાત્મક ઊર્જા મેળવવા માંગો છો તો આ કેટલીક બાબતોનું ધ્યાન અવશ્ય રાખજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *