સવારે ઊઠીને રસોઈ ઘરની આ એક વસ્તુ ભૂલથી પણ ન જોવી જોઈએ, નહીં તો થઈ જશો કંગાળ

Astrology

મિત્રો સવારે ઊઠીને રસોઈ ઘરની આ વસ્તુઓ કોઈ દિવસ જોશો નહિ નહિ તો બની જશો કંગાળ. મિત્રો ઘર શરીર છે તો રસોઈ ગર ને તેની આત્મા માનવામાં આવે છે. જો રસોઇ ઘરમાં કોઈ વાસ્તુદોષ ઉત્પન્ન થાય તો તેની અસર પુરા પરિવાર મા થાય છે. તેથી વાસ્તુશાસ્ત્ર માં રસોઈઘર નુ સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. રસોઈઘરમાં સવારે પ્રવેશ કરતા સમયે થોડી વસ્તુઓ જોવી જોઈએ નહિ. સાથે જોડાયેલા કાર્યો પણ છે કે સવારે ઊઠીને રસોઈઘરમાં કરવા જોઇએ નહીં. આવું કરવાથી મા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને ઘરમાં ધનની કમી આવે છે. સાથે જ પરિવારના લોકોમાં ઝઘડા થવા લાગે છે.

રસોઇની દિશા પણ યોગ્ય હોવી જોઈએ જો તે યોગ્ય ન હોય તો તે પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. સાથે જ રસોઈઘરમાં પાણી અને અગ્નિ દિશા પણ યોગ્ય હોવી જોઈએ કારણ કે રસોઈ ઘર ની સાથે જ સંપૂર્ણ પરિવારનું સ્વાસ્થ્ય જોડાયેલું હોય છે. જો રસોઇ ઘરમાં વાસ્તુદોષ નિર્માણ થાય તો તેની અસર પરિવારના લોકોના સ્વાસ્થ્ય પર પડે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોઈઘરમાં સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની ઊર્જા હોય છે. જેમનું સંતુલન બનાવી રાખવું જોઈએ જો તમે રસોઈઘરમાં અરીસો રાખો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક વધે છે અને કલેશ વધે છે સાથે જ રસોઇ ઘરમાં પૂજાઘર પણ હોવું ન જોઈએ કારણકે રસોઈઘરમાં ઘણી વખત દુર્ગંધ ફેલાય છે જે પૂજા ઘરની સકારાત્મક ઉર્જા પર પ્રભાવ પાડે છે.

રસોઈ ઘરની હંમેશા ઘરના અગ્નિખૂણામાં હોવી જોઈએ. આ સ્થાન પર બનાવેલું રસોઈઘર ખૂબ જ સારું માનવામાં આવે છે. મિત્રો રસોઈ ઘર માં અન્નપૂર્ણા નું ચિત્ર હંમેશા હોવું જોઈએ. સવારે સ્નાન કર્યા વિના રસોઈઘરમાં કોઈપણ કાર્ય કરવું જોઈએ નહીં. આવું કરવો અનુચિત માનવામાં આવે છે. સ્ત્રીઓને સ્નાન કરીને મા અન્નપૂર્ણા નમસ્કાર કરીને રસોઈઘરમાં કાર્ય કરવું જોઈએ. તેનાથી મા અન્નપૂર્ણા ની કૃપા બની રહેશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

સવારે ઉઠતા તરત જ જો તમે રસોઈઘરમાં જાવ તો ચપ્પુ અને છરી જેવી વસ્તુઓ જોવી જોઈએ નહીં જે નકારાત્મક ઊર્જા ફેલાવે છે. સવારે આ વસ્તુને જોવાથી વ્યક્તિ પર નકારાત્મક પ્રભાવ પડે છે અને ઘરમાં ઝઘડાઓ પણ વધી શકે છે. તેથી સવારે રસોઈઘરમાં ચપ્પુ કે છરી જોશો નહીં. જો સવારે આ વસ્તુને તમે જુઓ તો તમારા ઘરમાં ગરીબી આવવાવાળી છે જેમ કે સવારે દૂધ નું ઢોરાયેલું, તેલ નુ ઢોરાયેલું, ભોજનમાં મીઠું વધારે, અગ્નિથી હાથનું બળવું જો આવું વારંવાર થાય તો તમારે સમજી જવું જોઈએ તો ઘરમાં વાસ્તુ દોષ છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર વધી ગયો છે.

જેનાથી બચવા માટે તમારે ઉપાય કરવા જોઈએ રોજ પહેલી રોટલી ગાયને ખવડાવવી જોઈએ અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. જેનાથી વાસ્તુદોષથી છુટકારો મળે છે અને ઘરમાં રાહુ-કેતુનો પ્રભાવ પણ ઓછો થાય છે. શનિદેવની કૃપા બની રહે છે. જે ઘરમાં ખાવાનું ખુલ્લું મૂકવામાં આવે છે અથવા વાસણ સાફ કર્યા વગર જ રાખવામાં આવે છે જેનાથી રસોઈઘરમાં ગંદકી વધી જાય છે આવા સ્થાન પર માં અન્નપૂર્ણા નો વાસ હોતો નથી અને તે ઘરમાં દરિદ્રતા રહે છે. જે ઘરમાં માસ બનાવવામાં આવે છે એવા ઘરમાંથી પણ મા અન્નપૂર્ણા હંમેશા માટે જતા રહે છે. તેથી ઘરમાં અન્નપૂર્ણાનું વાસ બનાવી રાખવા માટે ઘરમાં ભુલથી પણ માસ બનવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *