આ 3 વસ્તુ પહેરવાથી વિવાહિત સ્ત્રી થઈ જાય છે વિધવા

Astrology

મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ સ્ત્રીઓ વિશે ઘણી જરૂરી માહિતી ઉપલબ્ધ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વાતોનો ઉલ્લેખ છે જે કદી પણ સ્ત્રીઓએ ન કરવી જોઈએ નહીંતર તેના ખરાબ પરિણામ તેમને ભોગવવા પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘણી એવી વસ્તુઓ સ્ત્રીઓએ ન પહેરવી જોઈએ નહીંતર તેમને મોટું નુકસાન થઈ શકે છે અને તેમના પતિનો જીવ પણ જઈ શકે છે. પહેલા નંબરમાં છે સફેદ સાડી. વિવાહિત સ્ત્રીએ કદી પણ સફેદ સાડી ન પહેરવી જોઈએ કારણકે સુહાગન સ્ત્રીને સફેદ સાડી પહેરવી અશુભ માનવામાં આવે છે. સફેદ સાડીને વિધવા સ્ત્રીનું પ્રતિક માનવામાં આવે છે.

જ્યારે કોઈ સ્ત્રીનો પતિ અવસાન પામે છે ત્યારે તેની સફેદ સાડી પહેરવા માટે આપવામાં આવે છે. જો સુહાગન સ્ત્રી સફેદ સાડી પહેરે તો તેના પતિને નુકસાન થઈ શકે છે. બીજા નંબરમાં છે કાળી બંગડીઓ. તમે સૌ જાણો જ છો કે કાળો રંગ એ નકારાત્મકતાનો પ્રતીક છે અને કોઈપણ શુભ કાર્યમાં કાળા રંગની વસ્તુઓ ઉપયોગમાં લેવાતી નથી. સ્ત્રીની બંગડીઓ પણ તેના સુહાગનું પ્રતીક હોય છે એટલા માટે કદી પણ સુહાગન સ્ત્રીઓએ પોતાના હાથમાં કાળા રંગની બંગડીઓ ન પહેરવી જોઈએ કારણ કે તેનાથી તેમના સુહાગને ખતરો ઊભો થઈ શકે છે.

ત્રીજા નંબરમાં છે સોનાના ઝાંઝર. આજના સમયમાં સ્ત્રીઓ સોનાના ઝાંઝર પહેરવા લાગી છે પરંતુ એવું કદી પણ કરવું ન જોઈએ. કહેવાય છે કે કદી પણ પગમાં સોનાની બનેલી વસ્તુઓ ન પહેરવી જોઈએ કારણ કે સોનાને કુબેર દેવનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે સોનાની ઝાંઝર પહેરો છો તો તમારાથી કુબેરદેવ નારાજ થઈ શકે છે. આ ત્રણ એવી વસ્તુઓ છે જે કોઈપણ સુહાગન સ્ત્રીએ કદી પણ પહેરવી જોઈએ નહીં અન્યથા તે સ્ત્રી વિધવા પણ થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *