આવી પત્ની અને ભાઈને છોડી દેવા જ યોગ્ય છે

Astrology

મિત્રો, ચાણક્ય નીતિ અનુસાર આપણે જાણી શકીએ છીએ કે આપણે કેવા લોકો સાથે સંપર્ક રાખવો જોઈએ અને કેવા લોકો સાથે નહીં. ચાણક્ય નીતિ અનુસાર મનમાની કરવાવાળી પત્ની, દુષ્ટ મિત્ર, વાદવિવાદ કરવા વાળો નોકર અને જય ઘરમાં સાપ રહે છે તે ઘરમાં નિવાસ કરવો સાક્ષાત મૃત્યુ સમાન છે. હિન્દુ ધર્મમાં પત્નીને ખૂબ જ સન્માનનીય માનવામાં આવે છે. પત્નીને અર્ધાંગિની પણ કહેવામાં આવે છે પરંતુ પત્નીનો સ્વભાવ જો મનમાની કરવા વાળો છે તો તે તમને અવશ્ય નુકસાન કરશે. મનમાની નો મતલબ એવી પત્ની જે પોતાના પતિને ઈચ્છા વિરુદ્ધ કામ કરે છે અને અન્ય પુરુષોમાં પણ આશક્તિ રાખે છે. આવી પત્ની પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

એટલા માટે ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે મનમાની કરવાવાળી પત્ની સાથે રહેવું એ સાક્ષાત મૃત્યુ સમાન છે. મુશ્કેલીમાં હંમેશા આપણી મદદ માટે સૌથી પહેલા મિત્ર આવે છે પરંતુ જો મિત્ર દુષ્ટ પ્રવૃત્તિ વાળો હોય તો તે તમારા માટે ખતરા રૂપ બની શકે છે. દુષ્ટ મિત્ર તેનો સ્વાર્થ પૂરો કરવા માટે તમને ખોટી સલાહ આપી શકે છે. ખોટી સલાહ આપવા વાળો દુષ્ટ મિત્ર સાક્ષાત મૃત્યુ સમાન હોય છે એટલા માટે આવા મિત્રોથી બચીને રહેવું જોઈએ. તમારામાંથી ઘણા લોકોના ઘરે નોકર હશે. નોકર હંમેશા પોતાના માલિકનું ખૂબ જ ધ્યાન રાખે છે પરંતુ જો નોકર વાદવિવાદ કરવા વાળો હોય તો તેને તરત જ દૂર કરવો જોઈએ. વાદવિવાદ કરવા વાળો નોકર ગમે તે સમયે તમારા માટે મુસીબત ઊભી કરી શકે છે.

ચાણક્ય જી કહે છે કે તમે જે ઘરમાં રહો છો તે ઘરમાં સાપનો નિવાસ હોય ત્યાં પણ તમારો જીવ હંમેશા ખતરામાં રહે છે. જોવા જઈએ તો સાપ કારણ વગર કોઈના પર હુમલો કરતો નથી પરંતુ ભૂલથી પણ જો તમારો પગ સાપ પર પડી જાય તો તે તમને અવશ્ય કરડશે એટલા માટે ચાણક્ય કહે છે કે જે ઘરમાં સાપ રહેતો હોય તે ઘરની છોડી દેવું યોગ્ય છે. ચાણક્ય નીતિ અનુસાર હંમેશા પોતાની મનમાની કરવાવાળી અને પરપુરુષમાં રુચિ રાખવાવાળી સ્ત્રી,દુષ્ટ મિત્ર, વાદવિવાદ કરતો નોકર તથા સર્પયુક્ત ઘર નો ત્યાગ કરી દેવો જ યોગ્ય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *