સપનામાં પિતૃઓનું આવવા પાછળનું કારણ જાણો

Astrology

હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું એક વિશેષ મહત્વ હોય છે. પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની એકમ વદ થી પિતૃઓના શ્રાદ્ધ ચાલુ થઈ જાય છે. અને જેનું સમાપન આસો મહિનાની અમાસથી થાય છે. આ સમય દરમિયાન શ્રાદ અને પિંડદાન જેવા કાર્યો થાય છે. 16 દિવસ સુધી પિતૃઓને શ્રાદ્ધ, અર્પણ અને પીંડદાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પિતૃઓ પૃથ્વીલોક ઉપર આવે છે.

સાથે સાથે તે કેટલાક સારા અને ખરાબ સંકેતો પણ આપે છે. આમાંનો એક સંકેત એવો હોય છે કે પિતૃઓનું સપનામાં દેખાવું. આ સમય દરમિયાન સપનામાં પિતૃઓનું દેખાવું તમારે અન દેખો ન કરવું જોઈએ. સપનામાં વારે ઘડીએ પિતૃઓનો દેખાવુ માન્યતા અનુસાર એમની એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે. સપનાના માધ્યમથી એ તમને કંઈક બતાવવા માંગે છે. આ માટે પૂર્વજોની આત્માને શાંતિ માટે તમારે પાઠ કરવા જોઈએ.અને તેમના નામે દાન કરવું જોઈએ.

કૃષ્ણ મુદ્રામાં પિતૃઓનો દેખાવો એનો મતલબ એવો થાય છે કે શ્રાદ્ધમાં તમારો ચડાવેલો થાળ એમને સ્વીકાર કરી લીધેલો છે. સપનામાં પૂર્વજોનું શાંત દેખાવો એનો મતલબ એવો થાય છે કે પૂર્વજો તમારાથી સંતુષ્ટ છે અને કંઈક સારો લાભ આપશે. સપનામાં પૂર્વજોને તમે પોતાના કરીબ મહેસુસ કરો છો એનો મતલબ એ છે કે એ પરિવારને મોહ છોડી શક્યા નથી.આ માટે તમારે એમની આત્માને શાંતિ માટે અનુષ્ઠાન કરાવવા જોઈએ. સાથે ગાયને રોટી ખવડાવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *