મસા થવાનું કારણ અને એક પણ રૂપિયા વગર તેને દૂર કરવાનો ઉપાય, સ્ત્રીઓ અને પુરુષો બંને માટે ઉપયોગી

Health

મિત્રો, ઘણા લોકો મસાની બીમારી બીજાને કહેવામાં શરમ અનુભવે છે અને આ બીમારી છૂપાવવામાં તે ખૂબ જ ભયંકર સ્વરૂપ લઇ લે છે. આજકાલ આપણે જીવનશૈલીના કારણે આ બીમારી ખૂબ જ વધી ગઈ છે. આ બીમારી એક કામ બીમારી બની ગઈ છે. મસાની બીમારીના આમ તો ઘણા બધા કારણ હોય છે પરંતુ એમાંથી આપણે મુખ્ય કારણ વિશે જાણીશું.

મસાની બીમારી થવાનું મુખ્ય કારણ ઓછી માત્રામાં પાણી પીવું, અનિયમિત દિનચર્યા અને ખાનપાન છે. પ્રેગનેટ મહિલાઓમાં ઘણી વાર મસાની સમસ્યા થતી હોય છે. શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી પણ મસાની સમસ્યા ઊભી થાય છે. મકાનના મુખ્ય બે પ્રકારો હોય છે. ખુની મસા અને ગાંઠ વાળા મસા. ખુલ્લી મસામાં શૌચ વખતે દર્દ સાથે લોહી પણ નીકળે છે જ્યારે બીજા પ્રકારના મસામાં દર્દ સાથે ખંજવાળ રહે છે.

મસાને દૂર કરવા માટે બે લીટર છાશમાં પચાસ ગ્રામ જીરૂ પાવડર અને થોડું મીઠું ઉમેરવાનું છે. દિવસ દરમિયાન જ્યારે પણ તરસ લાગે ત્યારે આ પીવું જોઈએ. ચાર દિવસ સુધી લગાતાર આ પીવાથી મસાની સમસ્યા દૂર થઈ જાય છે. આના સિવાય એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરૂ પાવડર નાખીને પીવાથી પણ મસાની સમસ્યા દૂર થાય છે.

ખુની મસા માં કાફી જાંબુ અને કેરીના ગોટલા ખૂબ જ ઉપયોગી છે. આની ઉપયોગ કરવા માટે જાંબુ અને કેરીના ગોટલાને સૂકવીને તેનો પાઉડર બનાવી લેવાનો છે. દરરોજ થોડા ગરમ પાણીમાં આ ચૂર્ણ નાખીને પીવાથી મસાની સમસ્યામાંથી રાહત મળી જશે. ઇસબગુલ નો ઉપયોગ પણ મસા માં ખૂબ જ ઉપયોગી છે. ઇસબગુલથી અનિયમિત અને કઠણ મળ માંથી છુટકારો મળે છે. ઈસબગુલ ના ઉપયોગથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

મસાના ઉપચારમાં મોટી ઇલાયચી પણ એક અકસીર દવા છે. 50 ગ્રામ મોટી ઇલાયચીને તવામા સારી રીતે શેકી લેવી જોઈએ. અને ઠંડી થયા બાદ તેનો પાવડર બનાવી દો. દરરોજ ખાલી પેટ આ ચુર્ણ પાણી સાથે સેવન કરો. મસાની દૂર કરવા માટે સુકી દ્રાક્ષ પણ ખૂબ જ ઉપયોગી છે. રાત્રે ૧૦૦ ગ્રામ જેટલી સૂકી દ્રાક્ષ પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ. આ કેટલાક આસાન ઉપાયોથી ઓપરેશન કે એક પણ રૂપિયાના ખર્ચ વિના મસાની તકલીફ માંથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. માહિતી જો યોગ્ય અને સારી લાગી હોય તો તેને અવશ્ય શેર કરો જેથી જરૂરિયાતમંદ લોકોને આનો ફાયદો મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *