ઘરના મંદિરમાં રાખેલી આ 4 વસ્તુ ઘરમાં ગરીબી લાવે છે, બરબાદ થઈ જશો

Astrology

મિત્રો, તમારા મંદિરમાં જો આ કેટલીક વસ્તુઓ હોય તો માતા લક્ષ્મી તેવા ઘરનો તરત જ ત્યાગ કરી દે છે. આપણા સૌના ઘરમાં ભગવાનનું મંદિર અવશ્ય હોય છે. આપણે સંપૂર્ણ શ્રદ્ધાથી દરરોજ ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીએ છીએ. પરંતુ ઘણા લોકો નથી જાણતા કે આપણા શાસ્ત્રો મુજબ ઘરના મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. કેટલીક વસ્તુઓ એવી છે જે ઘરના મંદિરમાં રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. આજે આપણે એવી કેટલીક વસ્તુઓ વિશે જાણીશું જેને ઘણા લોકો જાણે અજાણે ઘરના મંદિરમાં રાખી દે છે. લોકો આવી વસ્તુઓને એટલા માટે મંદિરમાં રાખે છે કારણ કે તેમને એવું લાગે છે કે તે વસ્તુઓ ધાર્મિક છે.

તમારા ઘરના મંદિરમાં ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ ન હોવી જોઈએ. એટલે કે એક, ત્રણ અને પાંચ એવી વિષમ સંખ્યામાં ગણેશજીની મૂર્તિ ન હોવી જોઈએ. ઘરના મંદિરમાં કદી પણ તૂટેલા ચોખા ન રાખવા જોઈએ. જુના ચઢાવેલા ચોખા પણ વધારે સમય સુધી મંદિરમાં ન રાખવા જોઈએ. ઘરના મંદિરમાં ઘરના પૂર્વજો ની તસવીર ન હોવી જોઈએ. જો તમે પણ ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની તસવીર રાખેલી હોય તો તેને તરત જ હટાવી દેવી જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં મૃત પરિજનોની તસ્વીર રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

આપણા મૃતક પરિજનો ખૂબ જ પૂજનીય હોય છે પરંતુ તેમનું સ્થાન દેવતાઓના બરાબર નથી હોતું. મૃત પરિજનો ની તસ્વીર ઘરના મંદિરમાં રાખવાથી ઘરના મંદિરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે જેનું અશુભ પરિણામ આપણા પરિવારને ભોગવવું પડે છે. ઘરના મંદિરમાં સાધુ-સંતોની મૂર્તિઓ અને તેમની તસ્વીરો પણ ન હોવી જોઈએ. ઘરના મંદિરમાં ભૈરવજી અને શનિદેવની મૂર્તિ પણ ન હોવી જોઈએ. માતા લક્ષ્મી ઉભા હોય તેવી અવસ્થામાં મૂર્તિ ન રાખવી જોઈએ.ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની બેસેલી મુદ્રામાં મૂર્તિ હોવી જોઈએ. આપણા ઘરનું મંદિર એ આપણી આસ્થાનું મુખ્ય કેન્દ્ર હોય છે. આપણા ઘરની સૌથી મહત્વની જગ્યા પણ આપણા ઘરનું મંદિર હોય છે એટલા માટે ઘરના મંદિરથી જોડાયેલી આ કેટલીક બાબતો અવશ્ય ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *