મીઠા ને ઘરમાં આ જગ્યા ઉપર રાખવાથી દૂર થાય છે ગરીબી

Astrology

મનુષ્યના જીવનની બધી વાતમાં સંતુલન કેમ જરૂરી છે તે આપણે મીઠાથી શીખવું જોઈએ. આપણા ખોરાકમાં મીઠાનું મહત્વ છે તે આપણે સારી રીતે જાણીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે તમારા ખોરાકમાં યોગ્ય માત્રામાં મીઠું નાંખવામાં આવે તો જ ખોરાકમાં સ્વાદ આવે છે. ભોજનમાં જરૂર થી વધારે હતું કે જરૂર છે ઓછું મીઠું ભોજનનો સ્વાદ ખરાબ તો કરી જ દે છે અને સાથે જ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ હાનિકારક હોય છે.

જ્યોતિષશાસ્ત્ર મીઠાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. મીઠું આપણા ભોજનનો રસ અને સ્વાદ વધારવાનું કામ તો કરે જ છે સાથે જ આપણા જીવનમાં પણ સકારાત્મક લાવવાનું કામ પણ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં મીઠ ના થોડા એવા ઉપાયો જણાવવામાં આવે છે કે જેનાથી આપણે જીવન ની દશા અને દિશા બદલી બદલી શકીએ છીએ. માત્ર એક ચપટી નમક ની એટલી ક્ષમતા હોય છે કે તમને રંક માંથી રાજા બનાવી શકે છે. મિત્રો આજે અમે તમને મીઠાના ઉપાયો વિશે જણાવીશું.

મીઠું સકારાત્મક ઊર્જાનો ભંડાર હોય છે સાથે જ તેમણે એટલી તાકાત હોય છે કે તેની આસપાસ રહેલા વાતાવરણ ની નકારાત્મક ઉર્જાને ખેચી લે છે અને અંદર રહેલી સકારાત્મક ઉર્જાને વાતાવરણમાં સંચાલિત કરે છે. તેથી ઘરના દરેક ખૂણામાં એક કટોરીમાં ભરીને મીઠું રાખવું જોઈએ. મીઠું નાખીને પોતું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાય છે.જો ઘર માં વારે વારે ઝઘડા થતા હોય અથવા તો પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતમાં કલેશ થતો હોય તો તમે મીઠાનો આ ઉપાય અવશ્ય કરો.

મિત્રો આપણા બાથરૂમમાં કોઈપણ પ્રકારની વાસ્તુ દોષ હોય તો તેનો નકારાત્મક પ્રભાવ બધા પરિવારના સભ્યો પર પડે છે. જેના કારણે પરિવારના બધા સભ્યો એક પછી એક બિમાર પડવા લાગે છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થાય છે. વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉપાય બતાવવામાં આવે છે તેના માટે બાથરૂમમાં એક કાચની કટોરીમાં મીઠું ભરીને રાખી દો અને તેને દરેક અઠવાડિયે બદલતા રહો. તેનાથી વાસ્તુ દોષ દૂર થશે અને ઘરમાં સકારાત્મકતા આવશે અને આપણી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.

મિત્રો ઘરનો મુખ્ય દ્વાર આપણા ઘરનું સૌથી સંવેદનશીલ સ્થળ છે. આ જગ્યા હોય છે જેનાથી નકારાત્મક શક્તિઓઘરમાં સૌથી પહેલાં પ્રવેશ કરે છેતેથી ઘરના મુખ્ય દ્વાર પર લાલ કપડામાંમીઠું બાંધીને લટકાવીદો જેનાથી ઘરમાં આવા નકારાત્મક શક્તિઓ દ્વાર પર જ રોકાઈ જશે. નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં તેની સાથે ખરાબ દ્રષ્ટિથી પણ આપણા ઘરની રક્ષા થાય છે.

મિત્રો તમે તમારા ઘરની મોટી મહિલાઓની નજર ઉતારતા જોયા હશે. તેના માટે તેની સાથે નમકનો પણ ઉપયોગ કરે છે કેમ કે મીઠું એ દ્રષ્ટિ દોષ દૂર કરે છે. છોકરાઓ ની વારે વારે નજર લાગતી હોય તો તેમના સ્નાન કરવાના પાણીમાં મીઠું મિલાવીને તેમને સ્નાન કરાવવું તેનાથી આરામ મળે છે. મિત્રો મીઠું રાહુ અને કેતુના દુષ્પ્રભાવથી પણ દૂર કરે છે. રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં મીઠું ભેળવીને તેનાથી હાથ-પગ ધોઈને સૂવું જેનાથી રાત્રી ખરાબ શક્તિઓ જે રાતે સક્રિય થાય છે તે તેનાથી દૂર થાય છે અને સ્વપ્ન દોસ થી પણ મુક્તિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *