આ ત્રણ વસ્તુ ખાઓ, જીવનમાં કદી પણ નસોની બ્લોકેજ, કોલેસ્ટ્રોલ કે હાર્ટ અટેક નહીં આવે.

Health

મિત્રો, આજના સમયમાં હૃદયની સમસ્યા ખૂબ વધતી જાય છે. આ હદયની બીમારી થવાનું મુખ્ય કારણ શરીરમાં લોહી જાડું થઈ જવું અને ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવું છે. ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી આપણા શરીરની નસો ધીમે ધીમે બ્લોક થવાની શરૂ થઈ જાય છે અને આપણા હૃદય સુધી લોહી સારી રીતે પહોંચી શકતું નથી. અને હૃદય સુધી લોહી ન પહોંચવાને કારણે તે મગજ સુધી પણ સરળતાથી પહોંચી શકતું નથી જેથી યાદશક્તિમાં ઘટાડો આવે છે .આ શરૂઆતનું લક્ષણ છે. છાતીમાં ડાબી બાજુ સતત કંઈ ખૂંચતું હોય તેવો અનુભવ પણ થાય છે. ડાબું અંગ કે ડાબો હાથ ઘણીવાર પકડાઈ જાય છે.

ખરાબ કોલેસ્ટ્રોલના વધી જવાના કારણે હાર્ટ અટેક આવવાની સંભાવનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જાય છે. ખરાબ કોલેસ્ટ્રોલની દવાઓનું વધુ પડતું સેવન કરવાથી કિડની તથા લીવર ની સમસ્યા ઉભી થઇ શકે છે. આ સમસ્યાથી બચવા માટે આ ત્રણ ઈલાજ માંથી કોઈપણ એક ઈલાજ કરવાથી કોલેસ્ટ્રોલ તથા હાર્ટ અટેકની બીમારીથી સંપૂર્ણ રીતે બચી શકાય છે. પરંતુ મિત્રોએ ધ્યાન રાખવાનું છે કે ત્રણમાંથી તમને સરળ લાગે એ કોઈપણ એક જ ઇલાજ તમારે કરવાનો છે.

દરરોજ સવારે ઊઠીને નિયમિત કપાલભાતિ તથા અનુલોમ-વિલોમ પ્રાણાયામ અવશ્ય કરવું. જો નિયમિત આ પ્રાણાયામ કરવામાં આવે તો જિંદગીમાં કદી પણ હાર્ટ અટેક કે કોલેસ્ટ્રોલની સમસ્યા નહીં થાય. કોલેસ્ટેરોલને દૂર કરવા માટે ક્ષાર યુક્ત ખોરાક જેમ કે દુધીનું સેવન નિયમિત કરવું. દુધીનો જ્યુસ બનાવી તેમાં1/4 ચમચી કાળા મરીનો પાવડર નાખીને એક ગ્લાસ જ્યૂસ પાંચથી છ અઠવાડિયા સુધી તેનું સેવન કરવાથી વધેલા કોલેસ્ટ્રોલ માંથી તમને અચૂક રાહત મળશે.

આયુર્વેદમાં હૃદયની બીમારી અને કોલેસ્ટ્રોલ માટે એક રામબાણ ઈલાજ તે અર્જુનની છાલ છે. અડધી ચમચી અર્જુનની છાલનો પાવડર તેમાં અડધી ચમચી તજ પાવડર નાખીને તેને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળીને સવારે તેને થોડું ગરમ કરીને સવારે તેની ચાની જેમ પીવું. આ આયુર્વેદની એટલી ચમત્કારી દવા છે જે ખરાબ કોલેસ્ટ્રોલને અચૂક દૂર કરે છે. આપણા શરીરમાં વધેલો આ ખરાબ કોલેસ્ટ્રોલ જ હાર્ટ અટેક અને ડાયાબિટીસનું કારણ બને છે.

શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલની દૂર કરવા માટે આપણા રસોડામાં રહેલું રામબાણ ઈલાજ તે મેથીદાણા છે. રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી દાણા પલાળી દો. હવે સવારે આ પાણીને પી જાઓ. આ રીતે કરવાથી ફક્ત કોલેસ્ટ્રોલ માંથી જ નહીં પરંતુ ઘૂંટણના દુઃખાવા ડાયાબિટીસ જેવી હજારો બીમારીઓમાંથી મુક્તિ મળશે. દૂધીનો જ્યૂસ, અર્જુન છાલ અને મેથી દાણા આ 3 ઉપાયો માંથી કોઈ પણ 1 ઉપાય કરવો જોઈએ. અને સાથે અનુલોમ-વિલોમ અને કપાલભાતિ દરરોજ નિયમિત સવારે કરવાથી કોલેસ્ટ્રોલની સમસ્યા માંથી મુક્તિ મળશે અને તેની સાથે જીવનમાં નસોનું બ્લોકેજ અને હાર્ટ અટેકની સમસ્યા નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *