આ વસ્તુઓ પર્સમાં રાખવાથી ક્યારેય નથી થતી ધનની કમી. માં લક્ષ્મીના હંમેશા રહે છે આશીર્વાદ.

Astrology

આપણે બધા જાણીએ છીએ કે ધનની દેવી માતા લક્ષ્મી છે. જો તેને ખુશ રાખવામાં આવે તો ઘર પરિવારમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી અને હંમેશા ખુશી રહે છે. જોકે કેટલાક લોકો આ માટે અથાગ પ્રયત્ન પણ કરે છે પંરતુ તેઓ માતા લક્ષ્મીના આર્શીવાદથી ઈચ્છિત પરિણામ મેળવી શકતા નથી. આવામાં તેઓએ કેટલાક ઉપાય અપનાવીને માતા લક્ષ્મીને ખુશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે તમારા પાકીટમાં આ 5 વસ્તુઓ રાખી લો છો, તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી રહેશે નહીં.

1. લાલ કાગળ : તમને જણાવી દઈએ કે લાલ રંગ માતા લક્ષ્મી સબંધિત છે. આવામાં જો તમે એક લાલ કાગળ પર તમારી ઈચ્છા લખીને તેને નરાસળી વડે બાંધીને જો તમે તેને પાકીટમાં રાખો છો તો તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ થઈ શકે છે.
2. ચોખા : ચોખાને ભાત અથવા અક્ષત પણ કહેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષત નો અર્થ ક્યારેય પૂર્ણ થશે નહીં તેવો થાય છે એટલે કે જો તમે ચોખાને પાકીટમાં રાખો છો તો તમારી ધન સંબધિત સમસ્યાઓ પૂર્ણ થઈ જશે અને ધનની અછત રહેશે નહીં.
3. માતા લક્ષ્મીની તસવીર : જો તમે તમારા પર્સમાં બિરાજમાન સ્થિતિમાં હોય તેવી માતા લક્ષ્મીની તસવીર રાખો છો તો તમારે ક્યારેય ધન સંબધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.
4. સોના અથવા ચાંદીનો સિક્કો : જો તમે તમારા પાકીટમાં સોના અથવા ચાંદીનો સિક્કો રાખો છો તો તેનાથી શ્રી લક્ષ્મીની સાથે સાથે ગણેશજી પણ પ્રસન્ન થાય છે. જેના લીધે તમારે પૈસા સાથે જોડાયેલ કોઈપણ અડચણ નો સામનો કરવો પડતો નથી અને વધારામાં આ ચાંદી અને સોનાનો સિક્કો માતા લક્ષ્મીને ખૂબ પ્રિય પણ છે.
5. નાની છરી : જો તમારા પાકીટમાં નાની છરી રાખવામાં આવે તો પૈસા કોઈ ખોટી જગ્યાએ ખર્ચ થઇ શકતા નથી, જેના કારણે તમારા પાકીટમાં પૈસાની બચત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *