મા-બાપના આ કર્મોની સજા સંતાન ભોગવે છે

Astrology

મિત્રો, તમે જાણો છો કે જ્યારે સંતાન કોઈ ખોટું કામ કરે છે તો તેની સજા માતા પિતાએ પણ ભોગવી પડે છે પરંતુ તમે એ નહીં જાણતા હોય કે કોઈપણ માતા પિતા પોતાના બાળકના કર્મોની સજા નથી ભોગવતા પરંતુ સંતાન જ માતા-પિતાના કર્મોની સજા ભોગવે છે. તેને સાબિત કરવા માટે એક કથા પદ્મ પુરાણમાં આપેલી છે. યમરાજની એક પુત્રી હતી જેનું નામ સુનિતા હતું. સુનીતા પાપ પુણ્યનું અંતર સમજતી ન હતી. તે કારણ વગર કોઈપણને મારવા લાગતી હતી. એક દિવસ એક ગંધર્વ કુમાર આરાધના કરતો હતો તેને યમરાજની પુત્રી કોઈપણ કારણ વગર ચાબુકથી મારવા લાગી.

એક દિવસ ફરીથી સુનિતા ગંધર્વ કુમારને ચાબુક વડે મારવા લાગી તો ગંધર્વ કુમારે ક્રોધમાં આવીને તેને શ્રાપ આપ્યો કે તું ધર્મરાજની પુત્રી છે પરંતુ તારા લગ્ન એક ઋષિપુત્ર સાથે થશે. તારે એક યોગ્ય સંતાન પણ થશે પરંતુ તારા આ દુષ્ટ કર્મોને તેને ભોગવવા પડશે. સુનીતા એ આ વાત તેના પિતા યમરાજને કરી. યમરાજ ને પોતાની ભૂલ સમજાઈ કે તેમને જ્યારે સુનિતા ને યોગ્ય જ્ઞાન આપવું જોઈતું હતું અને તેને રોકવી જોઈતી હતી ત્યારે તેમણે તેમ કર્યું નહીં. જ્યારે સુનિતા મોટી થઈ ત્યારે સ્વર્ગની અપ્સરા રંભા વરની શોધ કરવા માટે એક નદી કિનારે લઈ ગઈ. ત્યાં સુનિતાએ અત્રી કુમાર અંગને જોયા. રાજા અંગને જોતા જ સુનિતા તેમના પર મોહિત થઈ ગઈ. બંનેના ગંધર્વ વિવાહ થઈ ગયા.

થોડા દિવસ પછી તેમને એક પુત્રનો જન્મ થયો જેનું નામ વેન રાખવામાં આવ્યું. તે તેના પિતા અંગની જેમ જ ધાર્મિક અને સદાચારી હતો. પરંતુ માતાને મળેલા શ્રાપ ના કારણે ધીમે ધીમે વેન માં પણ દુર્ગુણો આવવા લાગ્યા. કેટલાક નાસ્તિક લોકોની સંગતિમાં તે પણ નાસ્તિક થઈ ગયો. તે હવે પોતાના માતા પિતાનું કહેલું સાંભળતો પણ ન હતું. રાજ કાજમાં તેનો હસ્તક્ષેપ એટલો વધી ગયો હતો કે તેના પોતાના પિતા અંગ પણ તેનાથી કંટાળી ગયા હતા. ધીમે ધીમે સુનીતા પણ સમજવા લાગી કે તેના સંસ્કારોનું પરિણામ તેના પુત્રને ભોગવવું પડે છે.વેનના આવા કામથી પ્રજા પણ દુઃખી રહેવા લાગી. તેના આવા વ્યવહારથી રાજા અંગ એ પોતાના ઘરનો ત્યાગ કરી દીધો.

ત્યારબાદ વેન રાજા બન્યો. રાજા બનીને વેન અહંકારી થઈ ચૂક્યો હતો. આખા રાજ્યમાં અજકતા વ્યાપી ગઈ. ઋષિમુનિઓ અને પ્રજાજનો એ વિરોધ કરીને વેનને રાજાના પદ પરથી હટાવી દીધો. સત્તા છીનવાઈ જવાથી તે અસહાય બની ગયો. આ કથાના માધ્યમથી તમે પણ સમજી ગયા હશો કે મા બાપે કરેલા કર્મોની સજા તેમના સંતાન અવશ્ય ભોગવે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *