પોતાની પત્ની અથવા પ્રેમિકાને આ ઉપહાર ભૂલથી પણ ના આપવા જોઈએ

Astrology

મિત્રો આજે અમે તમને જણાવીશું કે આ વસ્તુઓની કોઈ દિવસ પોતાની પત્ની અને પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ ને ગિફ્ટ આપવી જોઈએ નહીં. મિત્રો જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ કે કોઈ આપણા માટે ખાસ હોય છે ત્યારે આપણે ખાસ પ્રસંગો પર જેમકે વેલેન્ટાઈન ડે, બર્થ ડે, એનિવર્સરી ઉપર પોતાની પત્ની કે પ્રેમિકાને કોઈપણ ગિફ્ટ આપી ને પ્રેમ બતાવો છો જેથી આપણો સંબંધ ખૂબ સારું બની રહે અને આપણા વચ્ચે પ્રેમ વધે. મિત્રો આજની આધુનિક દુનિયામાં લોકો સમજ્યા વિચાર્યા વગર પોતાની પત્નીને કે પ્રેમિકાને કોઈપણ ગિફ્ટ આપી દે છે વાસ્તુ અનુસાર તે અયોગ્ય છે. વાસ્તુને કરાવી ગિફ્ટ આપવાથી પતિ પત્ની કે પ્રેમિકા ની વચ્ચે પ્રેમ થઈ જાય છે અને તેમની વચ્ચે અંતર આવી જાય છે અને જે પછીથી જુદાઈ નું કારણ બની જાય છે. મિત્રો તમે પણ ઇચ્છો છો કે તમારો સંબંધ તમારી પત્ની કે પ્રેમિકા જોડે સારો રહે તમારે આવી ગિફ્ટ ને કોઈ દિવસ આપવી જોઈએ નહીં.

મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાની પત્ની કે પ્રેમિકાને તાજમહેલ ની મૂર્તિ ઉપહાર તરીકે દેવી જોઈએ નહીં મિત્રો તાજમહેલ ની મૂર્તિ કે ફોટો તેમની વચ્ચે અંતર કરી દે છે. મિત્રો એનું કારણ એ છે કે તાજમહેલ ને શાહજહાં એ પોતાની પત્ની મુમતાજના મૃત્યુ પછી યાદગીરી ના રૂપમાં બનાવ્યું હતું. તાજમહેલ એ જુદાઈ નું પ્રતિક છે. આજ કારણથી કોઈ વ્યક્તિ પોતાની પત્ની કે પ્રેમિકાને તાજમહેલ ગિફ્ટ માં આપે તો તેમને એક બીજાથી જુદા થવાની સંભાવના વધી જાય છે.

કોઈપણ વ્યક્તિએ ગિફ્ટના રૂપમાં ચંપલ કોઈ દિવસ આપવા જોઈએ નહીં કારણ કે તેને જુદાઈ નું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પણ વ્યક્તિ પોતાની પત્ની કે પ્રેમિકાને ગિફ્ટ તરીકે ચંપલ આપે છે તો તેમના રસ્તાઓ અલગ થઈ શકે છે. તેઓ એકબીજાથી દૂર જઈ શકે છે અને તેમની વચ્ચે આ ચંપલ ના લીધે અંતર આવી શકે છે. મિત્રો ચંપલ નો કારક ગ્રહ શનિદેવ છે જે દુઃખ, પિડા અને કષ્ટ નો ગ્રહ માનવામાં આવે છે તેથી કોઈએ પોતાની પત્ની અથવા પ્રેમિકાને ચંપલ આપવા જોઈએ નહીં.

કોઈપણ વ્યક્તિ પોતાની પત્ની કે પ્રેમિકાને ગિફ્ટ તરીકે કાળા રંગના કપડાં આપવા જોઈએ નહીં. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો રંગ એ શનિદેવનું પ્રતીક હોય છે. તેને દુઃખ, કષ્ટ અને પીડાનો કારક માનવામાં આવે છે. તેથી કોઈપણ વ્યક્તિ એ પોતાની પત્નીને કાળા રંગના કપડા ગીફ્ટ મા આપવા અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કાળા ના કપડા ગિફ્ટ આપે તો તેમની વચ્ચે લડાઈ ઝઘડા થાય છે.
મિત્રો કોઈ પણ વ્યક્તિ પોતાની પત્ની કે પ્રેમિકાને ગિફ્ટ માં રૂમાલ આપવું જોઈએ નહીં તેનાથી તેમના સંબંધો ખરાબ થઈ શકે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રૂમાલ ગિફ્ટ કરવાથી તેમના વચ્ચેના સંબંધો ખરાબ થઈ શકે છે અને તેને સંબંધ તોડવાનું ભય પણ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *