ક્યાંક તમારામાં પણ વિટામિન B12ની ઉણપ નથી ને? શરીરમાં B12 ઘટી જાય તો જોવાં મળે છે આ ખાસ લક્ષણો,જાણીલો આ લક્ષણો વિશે.

Health

મિત્રો મનુષ્યના શરીર માટે વિટામિન B12 બહુ અગત્યનું છે. શરીરમાં વિટામિન બી-12ની ઉણપ થતાં કેટલીક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં આપને વિટામિન બી12ના કારણે થતી પરેશાની અને તેના લક્ષણો અને ઉપાયની જાણ હોવી જોઇએ.
જેથી તેના ઇલાજમાં સરળતા રહે. આપ ડાયટમાં કેટલાક ફૂડને સામેલ કરીને વિટામીન બી 12ની કમીને દૂર કરી શકો છો. મનુષ્ય શરીર મા વિટામિન બી ૧૨ પ્રાણવાયું પહોંચાડવા વાળા રક્તકણો માટે મહત્વ નુ પોષક તત્વ હોય છે. આ સાથે તેના થી શરીર ની માંસ-પેશીઓના સ્વસ્થ રહે અને સારી રીતે કાર્યરત રહે છે.
તે શરીર મા રહેલ માંસ-પેશીયો ને ઢાંકે તેમજ તેના આવેગ ને આગળ વધારવા વાળા સુરક્ષાત્મક માઈલિન આવરણ ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.

પણ આજ ની ઝડપી જીવનશૈલી ના લીધે શરીર મા વિટામિન બી-૧૨ ની અછત નો ભય વધી રહ્યો છે. આ વિટામિન બી-૧૨ ની અછત આપડા શરીર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તેની ઉણપ થી શરીર મા નબળાઈ, થાક, કબજિયાત જેવી મુશ્કેલીઓ ઉભી થાય છે.શરીરમાં મેટાબોલિજ્મથી માંડીને ડીએનએ સિથેસિસ અને રેડ બ્લડ સેલ્સ માટે વિટામિન બી12ની જરૂર પડે છે.
તો ચાલો જાણીએ આ વિટામિન બી-૧૨ ની ઉણપ નુ કારણ,લક્ષણ અને બચવા ના ઉપાય.

કેમ થાય છે શરીર મા વિટામિન બી-૧૨ ની ઉણપ.એક સંશોધન બાદ જાણવા મળ્યું કે માંસાહારી લોકો કરતા શાકાહારીઓ મા આ વિટામિન ની ઉણપ વધુ જોવા મળે છે. કેમકે મોટાભાગ ના પ્રાણીઓ મા આ વિટામિન મળી આવે છે. આ સિવાય રોજ દારૂ પીનારા લોકો મા આ ખામી વધુ જોવા મળે છે કેમકે આ વિટામીન જો સંગ્રહ લીવર મા થાય છે અને દારૂ લીવર ને ખરાબ કરે છે.
તેમજ જે લોકો ને એસીડીટી કે વાયુ ની તકલીફ હોય અને તે રોજ તેની દવા લેતા હોય તો પણ આ ઉણપ થઇ શકે છે.

વિટામિન બી-૧૨ ની ઉણપ ના લક્ષણ.જો ઘણા સમય સુધી આ ઉણપ વિશે જાણ ન થાય તો તે મોટા શારીરિક નુકશાન ને નોતરે છે. તેના થી શરીર મા નબળાઈ, થાક,કબજિયાત જેવી તકલીફો વધે છે. આ સાથે હાથ તેમજ પગ મા ઝણઝણાટ તેમજ યાદશક્તિ પર ખરાબ અસર કરે છે. આ અછત ને લીધે પેટ સંબંધિત બીમારીઓ અને મૂત્રાશય થી લગતા રોગ પણ થઇ શકે છે

વિટામિન બી-૧૨ ની ઉણપ થી બચવા શું કરવું.આ ઉણપ થી બચવા માટે શક્ય હોય તેટલું ડેરી ના વસ્તુઓ નો પ્રયોગ કરવો. આ સિવાય તેનો સૌથી સારો સ્ત્રોત છે માંસ, મુરઘી અને મચ્છી. મોટાભાગ ની લીલી શાકભાજીઓ મા આ વિટામિન નથી હોતું જેના લીધે જ શાકાહારીઓ મા આ ઉણપ વધુ જોવા મળે છે. આ સાથે જો દારૂ પીતા હોવ તો તેનાથી બચો અને ધુમ્રપાન નો ત્યાગ કરો.

શરીરમાં વિટામિન બી 12 કેમ જરૂરી છે.વિટામિન બી 12 આપણાં શરીરમાં મળતા જીન્સ (ડીએનએ) ના નિર્માણ કરવા અને તેની સંભાળનું કાર્ય કરે છે. આ મગજ, સ્પાઇનલ કોર્ડ, અને નસોના ઘણા તત્વોની રચના કરવામાં મદદ રૂપ થાય છે. આપણાં શરીરમાં રક્તના રેડ બ્લડ સેલ્સનું નિર્માણ પણ આ જ કરે છે. આ ઉપરાંત તે વિભિન્ન અંગો માટે વિભિન્ન પ્રકારના પ્રોટીન પણ ઉત્પન્ન કરે છે.

વિટિલિગો- વિટિલોગોને સફેદ ડાઘ પણ કહે છે. જે હાઇપરપિગ્મેટેશનની વિપરિત છે. જેમાં શરીરમાં મેલેનિનની કમી થઇ જાય છે. જેના કારણે સફેદ પેચ બની જાય છે. વિટિલિગોની સમસ્યા શરીરના એ ભાગમાં થયા હતા. જે સૂર્યની રોશનીના સીધા જ સંપર્કમાં આવે છે. આપના હાથ, ચહેરા અને ગરદન પર તેની વધુ અસર જોવા મળે છે.

અંગુલર ચેલાઇટિસ- વિટામિન બી12ની કમીના કારણે થતી એવી બીમારી છે. જેમાં મોં અને કાનો પર રેડનેસ અને સોજો આવી જાય છે. ડોક્ટર્સ મુજબ અંગુલર ચેલાઇટિસમાં સૌથી પહેલા શરીર પર લાલશ આવે છે અને સોજો આવી જાય છે.ગંભીર સમસ્યા થતા ચીરા અને તેમાંથી લોહી નીકળવાનની પણ સમસ્યા થાય છે.

હાઇપરપિગ્મેટેશનની સમસ્યા
હાયપરપીગ્મેન્ટેશનમાં, ફોલ્લીઓ, પેચો અથવા ચામડીનો રંગ બદલાય જાય છે અને ત્વચા પર ડાઘ પડી જાય છે. . આ ડાર્ક પેચો તમારા ચહેરા પર અથવા શરીરના કોઈપણ ભાગ પર થઈ શકે છે. આવું ત્યારે છે જ્યારે ત્વચા વધારેમાં મેલાનિન રંગદ્રવ્ય ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આ સામાન્ય રીતે વધતી જતી વયના લોકો અથવા લાંબા સમય સુધી તડકામાં રહેનારા લોકોમાં જોવા મળે છે. શરીરના કોઈપણ ભાગ પર ભૂરા, કાળા ફોલ્લીઓ હોઈ શકે છે. હાયપરપીગ્મેન્ટેશનના ડાઘ સૂર્યપ્રકાશમાં વધુ ઘાટા થઇ જાયછે.

વાળ ખરવાની સમસ્યા
જો આપના શરીરમાં વિટામીન બી12ની ઉણપ હોય તો આ સ્થિતિમાં વાળ પણ ખરવા લાગે છે. જો વધુ પ્રમાણમાં હેર લોસ થતો હોય તો તે શરીરમાં વિટામિન બી12ની કમીના કારણે થઇ શકે છે.

વિટામિન બી 12ની ઉણપના ઉપચાર. ઈંજેકશન વિટામિન બી 12ની ઉણપને દૂર કરવા માટે સ્નાયુઓમાં ઈંજેકશન દેવામાં આવે છે. દર્દીમાં વિટામિન બી 12ની ઉણપની માત્રા અનુસાર ઈંજેકશન એક કે બે દિવસના અંતરે એક મહિના માટે દેવામાં આવે છે. જરૂર જણાય તો 3 મહિના પછી બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. સમય-સમય પર દર્દીના લોહીની તપાસ કરવામાં આવે છે અને ઉણપ લાગે તો ઈંજેકશનનો કોર્સ કરવો પડે છે. દવા – વિટામિન બી 12ની ઉણપ જો વધારે પડતી ન હોય તો ડૉકટર તમને વિટામિન બી 12ની ગોળી પણ લખીને આપી શકે છે.

આહાર – ઈંજેકશન અને દવાની સાથે દર્દીએ પોતાના ખોરાકમાં પણ વિટામિન બી 12 યુક્ત ખોરાક લેવો જોઈએ. શાકાહારી વ્યક્તિ પોતાના ખોરાકમાં દૂધ, ચીઝ, જેવા દૂધયુક્ત આહાર અને એવો ખોરાક કે જેમાં વિટામિન બી 12 હોય તેનો સમાવેશ કરવો જોઈએ. માંસાહારી વ્યક્તિ પોતાના ખોરાકમાં ઈંડા, ચિકન, લૈમ્બ અને સી ફ્રૂડ લઇ શકે છે.

જે લોકો શાકાહારી છે તેમણે અનાજ, સોયાબીનથી બનેલા ખોરાક અને યીસ્ટનું સેવન કરવું જોઈએ. જો તમને આ વિટામિનની ઉણપ વધારે પડતી હોય તો નિયમિત તેની તપાસ કરવી જોઈએ. જે લોકો ડાયાબિટીસની દવા લેતા હોય કે અન્ય એસિડ યુક્ત દવા લેતા હોય તેઓ એ તેમણે પણ નિયમિત રૂપથી વિટામિન બી 12ના લેવલની દવાઓ લેવી જોઈએ. કારણ દરેક દવા વિટામિન બી 12ના લેવલ પર અસર કરે છે. આમ વિટામિન બી 12 એ આપણાં શરીરના સ્વાસ્થ્ય અને સંતુલન માટે ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *