પિતૃઓ નારાજ હોય તો આપે છે આવા સંકેતો, ઉપાય કરી લેજો નહિતર

Astrology

મિત્રો, જો તમારા ઘરમાં વારંવાર કેટલીક ઘટનાઓ બનતી હોય તો સમજી લેજો કે તમારા પિતૃઓ તમારાથી નારાજ છે અને જો તમારા પિતૃઓ તમારાથી નારાજ હોય તો તેનો ઉપાય તમે અવશ્ય કરી લેજો નહિતર તમારું જીવન બરબાદ થવાથી તમને કોઈ બચાવી શકશે નહીં. આપણા મૃત પૂર્વજોની આત્માને શાંતિ મળે એટલા માટે આપણા શાસ્ત્રોમાં કર્મકાંડનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આપણા મૃત પૂર્વજોનું વિધિ વિધાનથી કર્મકાંડ કરવામાં આવે છે જેથી તેમની આત્માને શાંતિ મળે છે પરંતુ ઘણી વખતે ઘણા કારણો ને લીધે પિતૃદોષ થાય છે.

પિતૃદોષ થાય ત્યારે આપણા પૂર્વજો આપણાથી નારાજ થઈ જાય છે. જો તમારા ઘરમાં પણ તમને વારંવાર આવા કેટલાક સંકેતો મળે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. ધર્મ પુરાણો અને શાસ્ત્રો અનુસાર ઘરની છત પર પીપળો ઉગે અને તમે તેને ઉખાડીને ફેંકી દીધો હોય કેમ છતાં બીજી જગ્યાએ પીપળો ઊગી નીકળે તો આ બાબતમાં આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરની છત પર પીપળો ઉગવો શુભ માનવામાં આવતો નથી. પિતૃદોષના કારણે આવી ઘટના બને છે. આ સંકેત દર્શાવે છે કે ઘરના પૂર્વજો તમારાથી કોઈના કોઈ વાતના લીધે નારાજ છે અને તેમના કોપને લીધે આવું બન્યું છે.

જો તમારા ઘરે આવી ઘટના બની હોય તો સોમવારના દિવસે ઘરની છત પર ઉગેલો આ પીપળો મૂળમાંથી ઉખાડીને જળમાં પ્રવાહિત કરી દો તેમજ અમાસના દિવસે તમારા પૂર્વજોના નામથી ગરીબોને મીઠી વસ્તુઓનું દાન કરો. જો સામર્થ્ય હોય તો ગરીબોની વસ્તુઓનું દાન કરો તેનાથી પિતૃદોષનું નિવારણ થઈ જશે. તેના સિવાય ઘરમાં વારંવાર બીમારી આવતી હોય, વસ્તુઓ વારંવાર બગડી જતી હોય, ઘરના લોકોમાં કલેશનું વાતાવરણ રહેતું હોય તો એ પણ પિતૃદોષના સંકેતો હોઈ શકે છે. તેના માટે પિતૃઓ ના નામથી દાન ધર્મ કરવાથી પિતૃદોષથી બચી શકાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *