શનિવારે પીપળ ના ઝાડ નીચે દીવો સળગાવાથી દૂર થશે શનિની મહાદશા

Astrology

મિત્રો આપણા બધા ગ્રહોમાં શનિને સર્વશ્રેષ્ઠ ગ્રહ માનવામાં આવે છે. તે ન્યાયાધીશની ભૂમિકા નિભાવી છે. આપણે તેને હંમેશા એક દુષ્ટ ગ્રહની માનીને ડરતા આવ્યા છીએ . સનીના ડરને લીધે આપણે તેની સામે જોવાથી પણ ડરી એ છીએ. શની એક એવો ગ્રહ છે કે તેની કૃપા જે વ્યક્તિ પર થઈ જાય છે તે વ્યક્તિના ભાગ્ય ખુલી જાય છે તેને જીવનમાં દરેક પ્રકારના સુખ મેળવે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં તેની સફળતા અને તરક્કી મળે છે અને સાથે સાથે સમાજમાં માન-સન્માન પણ વધે છે. તેનાથી વિરુદ્ધ કોઈની કુંડળીમાં શનિ દોષ હોય તો તે વ્યક્તિ હંમેશા દુખી અને ગરીબ જ રહે છે અને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. એટલે કે શનિ ગ્રહ રાજાને રંક અને રંકને રાજા બનાવવા વાળો ગ્રહ છે.

શનિનું વાહન કાગડો હોય છે. તેનો પ્રિય રંગ કાળો છે. સૂર્યદેવ સની ના પિતા છે અને છાયા શનિદેવની માતાછે. શનિવાર એ શનિ ગ્રહ ને સમર્પિત વાર છે. જો કોઈ વ્યક્તિના જીવન પર શનિની મહાદશા થઈ જાય તો આગ્રહ તેને ખુશીઓમાં બાધાઓ ઉત્પન્ન કરે છે. આપણા જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહો અને સમસ્યાઓથી સંબંધિત દરેક નો ઉકેલ છે. શનિની મહાદશા ની ઓછી કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો બતાવવામાં આવે છે. જો આપણે તે ઉપાયો કરીએ તો નિશ્ચિત રૂપથી શનિની કુદ્રષ્ટિથી મુક્તિ મળી શકે છે. શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે અથવા તો શનિદેવને પ્રસન્ન કરવા માટે આપણે શુ ઉપાય કરી શકે છે એ આજે અમે તમને જણાવીશું.

કાળો રંગ શનિદેવને ખૂબ જ પ્રિય છે તેથી શનિદેવને પ્રસન્ન કરવા માટે દરેક શનિવારે નિયમિત રૂપથી કાળી વસ્તુઓનું દાન કરવું. કાળા કપડા, કાળા તલ, કાળી અડદની દાળ અને રાઈનું તેલ વિશેષ રૂપથી દાન કરો. જે વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તેમણે નિયમિત રૂપથી શનિ મહારાજ ના મંદિરમાં જઇને દર્શન કરવા જોઈએ. જો કોઈ વ્યક્તિને શનિની મહાદશા હોય અથવા તો સાડાસાતી હોય તો જ્યોતિષશાસ્ત્રમાં એક ઉપાય એ પણ બતાવવામાં આવ્યો છે કે તે વ્યક્તિ નિયમિત રૂપથી સની મહાત્મય વાંચવું જોઈએ. એનિમા સમયે તમારું મન શુદ્ધ અને સાત્વિક રાખો. તેનાથી સાડાસાતીના પ્રભાવને ઓછો કરી શકાય છે.

શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને તેમની ચમેલીનું તેલ અવશ્ય અર્પણ કરો. હનુમાન દેવ અને શનિદેવ ખૂબ જ સારા મિત્રો માનવામાં આવે છે. તેથી હનુમાનજીની પૂજા કરવાથી શનિ મહારાજ પણ પ્રસન્ન થઈ જાય છે. શનિ મહારાજની પીપળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે. પીપળાના ઝાડની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે પીપળાના ઝાડ પર દરેક દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી શનિદેવને પ્રસન્ન કરવા માટે દર શનિવારે પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરવું અને પરિક્રમા કરવી. પીપળાના વૃક્ષની નીચે રાઈ ના તેલનો દીવો કરવો અને તેલમાં એક લોખંડની ખીલી પણ રાખવી. આનાથી શનિદેવની કૃપા તમારા પર થશે અને સાડાસાતીનો પ્રભાવ પણ ઓછો થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *