આ સંકેત મળે તો તમને ભગવાનના દર્શન થઈ ગયા છે

Astrology

મિત્રો, ઘણા ભક્તોને મનમાં એ પ્રશ્ન થાય છે કે તેમની ઘણા વર્ષોની સાચી ભક્તિ છતાં તેમને ભગવાનના દર્શન થયા નથી. પરંતુ જે પણ વ્યક્તિ ભગવાનની સાચી શ્રદ્ધાથી ભક્તિ કરે છે તેને ભગવાન અવશ્ય દર્શન આપે છે. ભગવાનના દર્શન માટે કોઈ પૂજાપાઠ કે હવનની જરૂર નથી કારણ કે ભગવાન તમારા ભાવના ભૂખ્યા હોય છે અને તમને ભગવાને દર્શન આપી દીધા હોય છતાં તમને ખબર હોતી નથી. ઘણીવાર તો ભગવાન તમને સપનાના માધ્યમથી દર્શન આપી જાય છે. જ્યારે પણ ભગવાન તમને દર્શન આપશે ત્યારે સૌથી પહેલા સપનાના માધ્યમથી જ તમને દર્શન આપશે. સપનામાં ઘણી રીતે ભગવાન દર્શન આપે છે. ઘણીવાર તમારા ઘરના મંદિરની મૂર્તિ તમને સપનામાં દેખાય છે. અથવા તો તમે ગયા હોય તેવા મંદિરની મૂર્તિ તમને સપનામાં દેખાય છે. જેમને સપનાના માધ્યમથી ભગવાનના દર્શન થાય છે તેમને એવી ભગવાનની મૂર્તિ દેખાય છે જે તેમને બીજે ક્યાંય જોઈ નથી.

જો તમને સપનામાં એવી મૂર્તિ કે તસવીર દેખાય જે તમે પહેલા બીજે ક્યાંય જોઈ નથી તો સમજજો કે તમને ભગવાન દર્શન આપી ચૂક્યા છે. જો તમારી કોઈ ભૂલ થઈ હશે તો પણ ભગવાન સપનાના માધ્યમથી તમને ચેતવણી આપે છે અને કોઈ સમસ્યા હશે તો તેનો રસ્તો પણ સપનાના માધ્યમથી ભગવાન બતાવે છે. ભગવાન તમારા ઘરના મંદિરમાં આવીને પણ બિરાજમાન થાય છે. જ્યારે ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે તમને દિવ્ય શાંતિનો અનુભવ થાય અથવા તો મન અચાનક જ એકદમ પ્રસન્ન અને શાંત બની જાય ત્યારે સમજજો કે ભગવાન તમારા ઘરના મંદિરમાં આવીને બિરાજમાન થયા છે. જ્યારે પણ તમને ભગવાનના આ રીતે દર્શન થાય ત્યારે ભગવાનના શુદ્ધ અંતર મનથી દર્શન કરીને તેમને ભોગ અવશ્ય ચઢાવજો.

ભોગ ચઢાવતી વખતે ભગવાનને શુદ્ધ અંતર મનથી વિનંતી કરજો કે હે પ્રભુ આ તમારો ભોગ છે કૃપા કરીને તેને સ્વીકાર કરો અને બે ત્રણ કલાક પછી તે પ્રસાદને ઘરના તમામ સભ્યોમાં વહેંચી દો. ઘરના મંદિર અને મંદિરની આજુબાજુની જગ્યા ખૂબ જ સ્વચ્છ રાખો કારણકે અપવિત્ર જગ્યાએ ભગવાન બિરાજમાન થતા નથી. ઘરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર બનાવો. તમને એવું મહેસુસ થવું જોઈએ કે તમે ઘરમાં નથી પરંતુ મંદિરમાં છો. જેથી ભગવાનની ઉર્જા અવશ્ય ઘરમાં બિરાજમાન થશે. જ્યારે પણ તમને સપનામાં અથવા ઘરના મંદિરમાં આવો અનુભવ થાય તો ચોક્કસ સમજજો કે ભગવાને તમને દર્શન આપી દીધા છે. જો તમને સપનામાં કે ઘરના મંદિરમાં આવો અનુભવ થાય તો તમે ખૂબ જ ધન્યશાળી છો કે સાક્ષાત ભગવાને તમને દર્શન આપ્યા છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *