મિત્રો, લગ્ન બે હૃદયના મિલનનું પવિત્ર બંધન છે જે દુનિયાના દરેક સંબંધથી ખૂબ જ અલગ હોય છે. લગ્ન પછી બે વ્યક્તિ એકબીજાના ગુણો અને અવગુણોને સ્વીકાર કરે છે અને પોતાનું નવું જીવન શરૂ કરે છે. લગ્નમાં ફરવામાં આવતા ફેરા દરમિયાન પતિ-પત્ની એકબીજાને સુખ-દુઃખમાં સાથ આપવાનું વચન આપે છે. પરંતુ લગ્નજીવનમાં પતિ પત્ની માંથી કોઈ એકનો સાથ ન મળે તો આ સંબંધ લાંબા સમય સુધી ચાલી શકતો નથી. પતિ પત્નીમાં નાના-મોટા ઝઘડા તો ચાલ્યા કરે છે અને આ નાના મોટા ઝઘડાથી પ્રેમ વધે પણ છે. લગ્નજીવનમાં પતિ પત્નીને એકબીજા પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે અને સાથે તેમને એકબીજાનું સન્માન પણ કરવું જોઈએ. પરંતુ ઘણીવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો મોટો સ્વરૂપ લઈ લે છે અને બંને એકબીજાને અપ શબ્દો બોલવા લાગે છે.
ઘણીવાર રોજ રોજના આ ઝઘડાથી પતિ તેની પત્નીને એટલો પ્રેમ નથી આપતો જેટલો તેને આપવો જોઈએ અને જેના કારણે પત્ની પોતાના પતિથી દુઃખી રહેવા લાગે છે. આજે આપણે એવી બે નામવાળી સ્ત્રીઓ વિશે જાણીશું જે હંમેશા પોતાના પતિથી નાખુશ રહે છે. પહેલા નંબરમાં છે P અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ. જે સ્ત્રીઓનું નામ P અક્ષરથી શરૂ થાય છે તેવી સ્ત્રીઓ પોતાના પતિથી ખૂબ જ વધારે પ્રેમની અપેક્ષા રાખે છે અને તેઓ એવું ઈચ્છે છે કે તેમનો પતિ ફક્ત તેમના પર જ ધ્યાન આપે પરંતુ એમ ન થતાં તેઓ મનમાં દુઃખી રહેતી હોય છે. આ નામ વાળી સ્ત્રીઓને હંમેશા પોતાનો પ્રેમ ગુમાવવાનો ડર હોય છે. જેના કારણે આ સ્ત્રીઓ દુઃખી રહે છે.
બીજા નંબરમાં છે K અક્ષરથી શરૂ થતા નામ વાળી સ્ત્રીઓ. જે સ્ત્રીઓનું નામ K અક્ષરથી શરૂ થાય છે તે સ્ત્રીઓ ઘણીવાર પોતાના પ્રેમ પર શક કરતી રહે છે. આ નામવાળી સ્ત્રીઓ સ્વભાવની ખૂબ જ સારી હોય છે પરંતુ તે તેમના પતિને બીજા કોઈ સાથે વહેંચવા સહન કરી શકતી નથી કે પતિને અન્ય કોઈની સાથે જોઈ પણ શકતી નથી અને તેમના પતિ પરના આ વધુ પડતા પ્રેમના કારણે તેઓ ઘણીવાર દુઃખી રહેતી હોય છે. તેમની એવી ઈચ્છા હોય છે કે તેમનો પતિ 24 કલાક તેમને પ્રેમ કરતો રહે તેના સિવાય બીજું કોઈ જ કામ ન કરે અને જ્યારે તેમની આ ઇચ્છા પૂરી થતી નથી ત્યારે આ નામવાળી સ્ત્રીઓ તેમના પતિથી નારાજ થઈ જાય છે. આ બે નામવાળી સ્ત્રીઓ તેમના પતિ પાસે વધુ પડતા પ્રેમની અપેક્ષાના કારણે દુઃખી રહે છે. જય શ્રી કૃષ્ણ