આ 5 કારણોથી ઘરમાં પ્રેત નિવાસ કરે છે, લક્ષ્મી છોડીને ચાલી જાય છે.

Astrology

મિત્રો, આપણે ગમે તે જગ્યાએ જઈએ પરંતુ શાંતિ તો આપણને આપણા ઘરમાં આવીને જ મળે છે. પરંતુ જ્યારે તમને તમારા ઘરમાં જ ડર લાગવા લાગે અને તમારું મન તમારા ઘરમાં બેચેન રહેવા લાગે, તમે ઘરમાં જાઓ ત્યારે એકદમથી શરીરમાં થકાવટ મહેસૂસ થવા લાગે તો સમજી લેજો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે. જો તમને એવું મહેસુસ થાય કે ઘરમાં પ્રવેશ કરતા જ મન વિચલિત થઈ જાય અને બેચેની લાગવા લાગે, ઘરમાં કોઈ કારણ વગર ક્રોધ આવે, ઘરમાં વાદ-વિવાદ અને ઝઘડાઓ રહેવા લાગે તથા ઘરમાં કોઈ ના કોઈ સભ્ય બીમાર રહેવા લાગે અને અકારણ ધન ખર્ચ થવા લાગે તો તેના પાછળનું કારણ તમારા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓનો વાસ છે. નકારાત્મક શક્તિઓ ઘણા પ્રકારની હોઈ શકે છે. બની શકે છે કે ઘરમાં કોઈ મૃત પરિજન હોય જેની ઇચ્છાઓ અધૂરી રહી ગઈ હોય અથવા મૃત્યુ પછી કોઈ પરિવારના સભ્યનું શ્રાદ્ધ કરવામાં ન આવ્યું હોય કે પછી તે આત્મા તમારાથી નારાજ હોય.

તમે કોઇ એવી જગ્યાએ જઈને આવ્યા હોય જ્યાં નકારાત્મક શક્તિઓ નો વાસ હોય અને તે તમારી સાથે તમારા ઘરમાં પ્રવેશ કરે છે. એટલા માટે બહારથી આવીને તમારા ઘરમાં પ્રવેશ કરતા પહેલા વાસ્તુ શાસ્ત્ર મુજબ કેટલાક નિયમોનું અવશ્ય પાલન કરવું જોઈએ. આપણા વડીલો પાસેથી આપણે સાંભળ્યું હશે કે આપણે જ્યારે પણ બહારથી આવી ત્યારે સૌથી પહેલાં આપણા હાથ પગ અને મુખને સારી રીતે ધોઈ લેવું જોઈએ. ઘણીવાર આપણે એવા સુનસાન રસ્તાઓથી અને શ્રાપિત જગ્યાએથી નીકળીએ છીએ જ્યાં આવી નકારાત્મક શક્તિઓનો વાસ હોય છે અને જાણે-અજાણે આવી શક્તિઓને આપણે આપણા ઘરે લઈ આવીએ છીએ.

ઘરે આવીને સૌથી પહેલાં આપણે સ્નાન કરી લેવું જોઈએ અથવા આપણા હાથ-પગ ધોઈ લેવા જોઈએ. જો આપણે આવું નથી કરતા અને સીધું ભોજન કરવા બેસી જઈએ છીએ જો આવી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે. તમે જાણતા જ હશો કે નકારાત્મક શક્તિઓ એવા ઘરમાં જ રહે છે જ્યાં ગંદકી, કચરો, ધૂળ, કરોળિયાના જાળા હોય છે. જો તમારા ઘરમાં દરેક જગ્યાએ ગંદકી હોય છે તો તમે નકારાત્મક શક્તિઓને આમંત્રણ આપી રહ્યા છો. વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે ઘરની સ્વચ્છતા અને સુંદરતાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.

ઘણીવાર ઘરની સ્ત્રીઓને એ આદત હોય છે કે જૂનો સામાન ભેગો કરીને રાખે છે. જૂની તૂટેલી-ફૂટેલી વસ્તુઓ સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આવી વસ્તુઓ ઘરમાં હોવાથી ઘરનું વાતાવરણ દૂષિત બની જાય છે. જો તમારા ઘરમાં લાંબા સમય સુધી મીઠાઈઓ પડી રહે છે તો પ્રેત જેવી નકારાત્મક શક્તિઓ તમારા ઘર તરફ આકર્ષિત થઇ શકે છે. મીઠાઈઓ નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. મીઠાઈ માતા લક્ષ્મીને પણ આકર્ષિત કરે છે પરંતુ જો મીઠાઈ લાંબા સમય પડી રહે અને બગડી જાય તો તે નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. એટલા માટે બગડી ગયેલી મીઠાઈને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

તમારા ઘરમાં કોઈ મૃત્યુ પરિજનની વસ્તુઓ પડી રહી હોય તો તેને દાન કરી દેવી જોઈએ અથવા તો પાણીમાં વહાવી દેવી જોઈએ. કેટલીક વસ્તુઓ તમે તેમની યાદગીરી માટે રાખી શકો છો પરંતુ તેમના મૃત્યુ બાદ તેમનું શ્રાદ્ધકર્મ અવશ્ય કરવું જોઈએ અને ગરીબ લોકોને તમારા પિતૃઓના નામથી ભોજન અવશ્ય કરાવવું કરવું જોઈએ જેથી તેમની આત્માને શાંતિ મળે. જો તમે આમ નથી કરતા તો તમારા પિતૃ તમારાથી અસંતૃષ્ઠ રહે છે અને તમને એમના આશીર્વાદ નથી મળતા. જેના કારણે ઘરની સુખ-સમૃદ્ધિ ઓછી થવા લાગે છે. આ રીતે આપણા વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં નકારાત્મક ઊર્જા આવવાના કારણો કહેલા છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *