તમારા સંતાન સાથે પાછલા જન્મનો આ છે સંબંધ, સંતાનના રૂપમાં આપણા ઘરે કોણ આવે છે?

Astrology

મિત્રો, જ્યારે આપણા ઘરમાં કોઇ બાળકનો જન્મ થાય છે ત્યારે એ આપણા પાસેથી કંઈક લેવા આવે છે અથવા તો કંઈક આપવા આવે છે. આપણા ઘરમાં આપણા સંતાનનો જન્મ આપણા કર્મો પર આધારિત છે. પ્રકૃતિનો નિયમ છે કોઈ સંતાન સુખ આપવા જન્મ લે છે તો કોઈ સંતાન દુઃખ આપવા માટે આપણા ઘરે જન્મે છે, કોઈ સંતાન દુશ્મન બનીને આવે છે તો કોઈ સંતાન દોસ્ત બનીને આવે છે. આપણને આગલા જન્મનું કંઈ જ યાદ હોતું નથી એટલા માટે આપણને એવો વિચાર આવે છે કે મારી સાથે જ આવું કેમ થયું? પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ કે જેવું બીજ વાવશો એવું જ ફળ મળશે. ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે અમે તો આ જન્મમાં એવું કંઇ જ કર્યું નથી છતાં અમને આવા પથ્થર જેવા સંતાન મળ્યા છે. ઘણા લોકો કહે છે કે આના કરતાં સંતાન ન હોય તે સારું.

આપણા ઘરે સંતાનરૂપે આપણા આગલા જન્મના કોઈ પૂર્વજ જ આવીને જન્મ લે છે. સંતાનો ચાર પ્રકારની હોય છે. પહેલો પ્રકાર છે ઋણાનું બંધંન. પૂર્વ જન્મનો કોઈ એવો જીવ જેની પાસેથી આપણે કોઈ ઋણ લીધું હોય અથવા તેનું કોઈ પણ પ્રકારે આપણે ધન નષ્ટ કર્યું હોય તે જીવ તમારા ઘરમાં સંતાન બનીને જન્મ લેશે અને તમારું ધન બીમારીમાં અથવા તો અન્ય કાર્યોમાં ત્યાં સુધી નષ્ટ કરશે જ્યાં સુધી પૂર્વ જન્મનો તેનો પૂરો હિસાબ ન થઈ જાય. બીજા પ્રકારના સંતાનોમાં શત્રુપુત્ર નો સમાવેશ થાય છે. પાછલા જન્મનો કોઈ દુશ્મન તમારી સાથે બદલો લેવા માટે તમારા ઘરમાં સંતાન બનીને આવે છે અને મોટો થાય ત્યારે માતા-પિતા સાથે મારપીટ, ઝગડા કે પછી આખી જિંદગી કોઇના કોઇ પ્રકારથી હેરાન કરતો રહે છે. હંમેશા કડવું બોલીને માતા-પિતાની બેઇજ્જતી કરે છે. તેમને દુઃખી રાખીને ખુશ રહેશે અને તેમાં તેને ખૂબ જ મજા આવશે.

ત્રીજા પ્રકારનું સંતાન ઉદાસીન પુત્ર છે. આ પ્રકારના સંતાનો માતા પિતાની સેવા નથી કરતા કે કોઈ સુખ પણ નથી આપતા. માતા-પિતાને તેમની હાલત પર મરવા છોડી દે છે. લગ્ન થયા બાદ તે માતાપિતાથી અલગ થઈ જાય છે. ચોથા પ્રકારની સંતાન છે સેવક પુત્ર. પૂર્વ જન્મમાં જો આપણે કોઈની ખૂબ જ સેવા કરી હોય તો તે પોતાની થયેલી સેવાનું ઋણ ઉતારવા માટે તમારા ઘરે પુત્ર કે પુત્રી બનીને આવે છે અને આપણી સેવા કરે છે. જેવું વાવશો તેવું લણશો. તમે તમારા મા-બાપની સેવા કરી હશે તો જ તમારા સંતાન વૃદ્ધાવસ્થામાં તમારી સેવા કરશે નહીતર કોઈ પાણી પીવડાવા વાળુ પણ તમારી પાસે નહીં હોય.

આપણે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા કારણે કોઈ બીજાનું દિલ દુભાય નહીં. આપણા કારણે બીજા કોઈની આંખોમાં આંસુ ન આવે. જીવનમાં હંમેશા પુણ્યનું ખાતું જમા કરો. ભૂલથી કોઈ પાપ થઈ ગયું હોય તો પુણ્યનું ખાતું એટલું વધારો કે પાપ નું ખાતું દબાઈ જાય. હંમેશા શુભ કર્મ કરો જેનું ફળ પણ આપણને શુભ જ મળશે. યાદ રાખો આપણા કર્મો જ આપણને હસાવી છે અને આપણા કર્મો જ આપણને રડાવે છે. આ કર્મનો સિદ્ધાંત છે જેવું કરશો તેવું જ મેળવશો, જેવું બીજ વાવશો તેવું ફળ મળશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *