સુખી વિવાહિક જીવન માટે પતિ પત્નીના રૂમમાં શું શું હોવું જોઈએ?

Astrology

આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર સુખી જીવન માટે પતિ-પત્નીના બેડરૂમમાં હોવી જોઈએ આ વસ્તુ. બેડરૂમ એક એવું સ્થાન છે જ્યાં પતિ-પત્ની પોતાની ઉંઘ પૂરી કરીને આરામ કરીને એક નવી ઊર્જા પ્રાપ્ત કરે છે અને પોતાના જીવન સાથે જોડાયેલા પર્સનલ અનુભવ શેર કરે છે.

1. વાસ્તુ અનુસાર રાતે સૂતા વખતે પત્ની ડાબી બાજુ અને પતિને જમણી બાજુ સૂવું જોઈએ એનું કારણ એ છે કે પત્નીને પતિ નું ડાબું અંગ માનવામાં આવે છે જ્યારે પતિને પત્નીનો જમણું હિસ્સો માનવામાં આવે છે. મિત્રો આ રીતે સૂવાથી પતિ-પત્નીના જીવનમાં પ્રેમ, પોતાનાપણું અને સંતુલન બની રહે છે.

2. વાસ્તુ અનુસાર બેડરૂમમાં ટીવી લેપટોપ અને વીજળી થી ચાલતા સાધનો રાખવા જોઇએ નહીં. તેમાંથી નીકળવા વાળી ઇલેક્ટ્રોમેગ્નેટ શરીર પર ખરાબ અસર કરે છે અને તે પતિ પત્ની વચ્ચે તણાવ અને દરાર પણ પેદા કરે છે. તેનાથી પતિ-પત્ની વચ્ચે અંતર વધે છે અને તેમના વચ્ચે ઝઘડા થતા રહે છે તેથી બેડરૂમમાં વીજળીથી ચાલવાવાળા ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખવા જોઇએ નહીં. પરંતુ આ જગ્યાની કમીના કારણે આ વસ્તુઓ બેડરૂમમાં રાખવી પડે તો તમારે રાત્રે સૂતા સમયે તેમની કપડાથી ઢાંકી દેવા જોઈએ જેથી તેમનું નકારાત્મક પ્રભાવ તમારા સ્વચ્છ અને વૈવાહિક જીવન પણ ન પડે.

3. વાસ્તુ અનુસાર બેડરૂમમાં દિવાલ ઉપર છેદ કે તૂટેલી હોવી જોઈએ નહીં કારણ કે આ દરોના કારણે બેડરૂમની ખૂબસૂરતી ખરાબ થાય છે. આ છેદમાં નકારાત્મક ઉર્જા પણ છુપાયેલી હોય છે તેનાથી પતિ-પત્નીના સંબંધમાં તણાવ અને ઝગડો થવાની સંભાવના રહે છે.

4. વાસ્તુ અનુસાર પતિ પત્ની રાત્રે સૂતા સમયે હંમેશા એક જ ચાદર કે બ્લેન્કેટ ઓઢીને સૂવું જોઈએ અને બેડ પર અલગ-અલગ ઓશિકા ની જગ્યાએ હંમેશા એક જ ઓશીકા નો ઉપયોગ કરવો જોઈએ. એનું કારણ એ છે કે પતિ-પત્નીના સંબંધો હંમેશા પ્રેમ, સદભાવ અને સંતુલન અને એકતા બની રહે છે. જે પતિ પત્ની તેમના બેડ પર અલગ-અલગ બ્લેન્કેટ નો ઉપયોગ કરે છે તેનાથી તેમના સંબંધો ખરાબ રીતે પ્રભાવિત થાય છે અને તેમના વચ્ચે ઝઘડા થવા ની સંભાવના વધે છે.

5. વાસ્તુ અનુસાર બેડરૂમમાં દર્પણ કોઈ દિવસ લગાવવું જોઈએ નહીં કારણકે બેડરૂમમાં દર્પણ લગાડવાથી પતિ પત્ની ના ઝગડા થતા રહે છે અને તે નકારાત્મક પ્રભાવ વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ પડે છે પરંતુ તમારી જગ્યાની કમીના કારણે બેડરૂમમાં દર્પણ લગાવવાની જરૂર પડે તો તમે તે લગાવતા સમયે એ વાતનું ધ્યાન હંમેશા રાખો કે બેડ પર સુતા સમયે સુવાવાળા વ્યક્તિને કોઈપણ અંગ દર્પણમાં નજર આવો જોઈએ નહીં કારણ કે વ્યક્તિના જીવનમાં પીડા થશે અને દર્પણ નું નકારાત્મક પ્રભાવ તે વ્યક્તિનાં વૈવાહિક જીવન પર પડે છે. જો તમારા બેડરૂમમાં દર્પણ હોય તો રાત્રે સૂતા સમયે તેને ઢાંકીને સૂવું.

6. વાસ્તુ અનુસાર બેડરૂમમાં યુદ્ધ લડાઈ ઝઘડા વાળી ફોટો કોઈ દિવસ લગાવવી જોઈએ નહીં જે અહિંસા બતાવતી હોય. કારણકે આવી વસ્તુ બેડરૂમમાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા ની સંભાવના વધે છે. બેડ રૂમમાં રોવા વાળા અને ઉદાસ ચહેરા ની તસવીર પણ કોઈ દિવસ લગાવવી જોઈએ નહીં કારણકે આવી તસવીરોના કારણે પતિ પત્નીના મગજમાં નકારાત્મક વિચારો આવી શકે છે જેના કારણે ઘરમાં ઉદાસી, તણાવ અને લડાઈ ઝઘડા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *