ગુજરાતના દરેક પતિ પત્ની એકવાર જરૂરથી વાંચે.

Astrology

મિત્રો, પતિ પત્નીના સંબંધ વિશે ઘણું બધું કહેવાય છે પરંતુ સમજણ બહુ ઓછા લોકોમાં હોય છે. એક પરણીત પુરુષને તેની પત્નીથી સારો બીજો કોઈ મિત્ર નથી મળી શકતો. તમને તમારા કરતાં પણ કોઈ વધારે જાણતું હોય તે તમારી પત્ની જ છે. તમારા ઘરની તમામ જવાબદારી, તમારું ઘર, માતા-પિતા,બાળકો,વ્યવહાર અને ખાસ કરીને તમારા મિત્રોને પણ સાચવવાની જવાબદારી એના માથે હોય છે. તમારા સુખમાં તે ભગવાનનો આભાર માને છે અને દુઃખમાં તે ભગવાનને ફરિયાદ કરીને ભગવાન સામે લડી પણ લે છે. જ્યારે તમે કોઈ મુસીબતમાં હોય ત્યારે તમારી પાસે કોઈ સગા સંબંધી કે મિત્રો હોય કે ન હોય પણ તમારી પત્ની તમારી સાથે અવશ્ય ઊભી રહેશે. તેને આપવામાં આવતી દરેક ભૂમિકા માટે તે હંમેશા તૈયાર રહેતી હોય છે.

એક પત્ની કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ પોતે ભૂખી રહેશે પણ તમને ક્યારેય ભૂખ્યા સૂવા નહીં દે. મુશ્કેલીના સમયમાં તે એવા ઉપાયો શોધી લાવશે કે કોઈ મલ્ટિનેશનલ કંપનીના ચેરમેન પણ ન શોધી શકે. અને છતાં પણ આપણે સૌથી વધુ મજાક તેની જ ઉડાવીએ છીએ છતાં પણ તે તમારી બધી જ મજાક હસતા મુખે સહન કરી લે છે કારણ કે તેને સંતોષ એ જ છે કે તમારા ચહેરા ઉપર સદા હાસ્ય રહે. આમ તો દુનિયામાં લોકો ઘણા બધા દિવસો ઉજવે છે પરંતુ પત્ની માટે તેનો આભાર વ્યક્ત કરવાનો કોઈ જ દિવસ ઉજવવામાં નથી આવતો. પત્નીનો આભાર જરૂર માનો કારણ કે પત્નીને પણ તમારા તરફથી થોડી ખુશીની અવશ્ય જરૂર હોય છે.

કોઈપણ સંબંધોમાં ખાસ કરીને પતિ-પત્નીના સંબંધોમાં એક વાત ખાસ હોય છે કે સામેવાળી વ્યક્તિની ઇચ્છાનું ધ્યાન રાખવું તેનો ભરોસો જીતવો અને તે ભરોસાને હંમેશા સાચવીને રાખવો. પતિ-પત્નીના સંબંધમાં ઘણી વાતો એવી હોય છે જે તે બે પૂરતી જ સીમિત રાખવી. જાણતા-અજાણતા તમને તમારા પાર્ટનરની કોઇપણ વાત બીજા કોઈ વ્યક્તિ સાથે શેર કરી તો તમારા પાર્ટનરને ખૂબ જ દુઃખ થશે. તમારા સંબંધની ગરિમા જાળવી રાખવી તમારા હાથમાં છે. તમને કહેવામાં આવેલી કોઇપણ વાત ફક્ત તમારા સુધી જ સિમિત રાખો. તેને બીજા કોઈ વ્યક્તિને ન કહો. પતિ-પત્નીના સંબંધમાં એ વાત ધ્યાન રાખવાની જરૂર છે કે તમારા બે વચ્ચે કોઇ ત્રીજી વ્યક્તિ ઘુસપેઠ ન કરે. નહીંતર તમારા સંબંધોમાં તિરાડ પડતાં વાર નહીં લાગે.

એકબીજા પર ભરોસો કરવો તે પહેલું પગથિયું છે. એક બીજાને ઓળખો અને તેનો સ્વીકાર કરો એ સફળ જીવનનું બીજું પગથિયું છે. ઘણીવાર એવું બને છે કે પતિ-પત્નીના ખોટા સ્વાભિમાનના કારણે પોતાના સાથીનું મહત્વ આપણે સ્વીકારતા જ નથી. આપણે ભરોસાની આશા તો રાખીએ છીએ પરંતુ ભરોસો કરી નથી શકતા. તમારો પ્રેમ તમારા પાર્ટનર માટે પગની સાંકળ ન બની જાય તેનું ધ્યાન રાખજો. તમે તમારા પાર્ટનરને પ્રેમ કરો તેની સાથે સાથે તેને સંપૂર્ણ સ્વતંત્રતા પણ આપો.

પતિ પત્ની હંમેશા હું ને બદલે અમે ની વિચારસરણી રાખો. સંબંધોમાં કયારેય પણ અહમને ન આવવા દો. જીવનસાથી એટલે શું? જેની સાથે આખું જીવન વિતાવવાનું છે એ નહીં પરંતુ જીવન જીવવાનું મન થાય તે જીવનસાથી છે. પતિ પત્નીનું જીવન આમ તો ખૂબ જ લાંબુ માનવામાં આવે છે પરંતુ તેમનો મોટા ભાગનો સમય એકબીજાને મનાવવામાં જાય છે. જો તમે કોઈ પણ વ્યક્તિને પતિ તરીકે કે પત્ની તરીકે સ્વીકાર કર્યો જ છે તો એકબીજાને માફ કરી દો. કારણ કે પતિ-પત્ની વચ્ચે એવી કોઈ જ ભૂલ નથી હોતી જે માફ ન થાય. યાદ રાખજો જ્યારે સંબંધો વચ્ચે પડદો બને છે ત્યારે જ તેની પારદર્શકતા ઘટે છે અને નાના મોટા ઝઘડા થવા લાગે છે. પતિ-પત્ની એકબીજા સાથે જીવન જીવીને દરેક પળને માણી લેવાની જરૂર છે કારણ કે આ જીવન તો પાછું નહીં જ મળે અને સાથે સાથે એ જીવનસાથી પણ નહીં મળે. તો પછી જ્યાં છીએ અને જેની સાથે છીએ તેની સાથે દરેક અમુલ્ય પળોને જીવી લેવાનો આનંદ કંઈક અલગ જ હોય છે.

જીવન સાથી બનીને જીવન જીવીએ તેની અનુભૂતિ અલગ હોય છે અને જો માલિક બનવા જઈશું તો માત્ર સેવા જ મળશે પ્રેમ નહીં. આધુનિક સમયમાં મોબાઈલ ના કારણે પણ પતિ-પત્ની વચ્ચે ઘણી ગેરસમજ ઊભી થાય છે. મોબાઇલમાં જો પાસવર્ડ રાખવામાં આવે તો એવું વિચારવા લાગે છે કે મોબાઈલમાં કંઈક હશે એટલે જ પાસવર્ડ રાખેલ છે. તે કંઈક છુપાવતી હશે એટલે જ પાસવર્ડ રાખ્યો છે. આવા વિચારો જ બંનેને એકબીજાથી અલગ કરે છે. આ સિવાય ક્રોધ,લોભ અને અભિમાન પતિ-પત્નીને અલગ કરે છે. પતિ-પત્નીનો સંબંધ ચાર પાયા પર રચાયેલો છે. એક ત્યાગ,બીજુ પ્રેમ, ત્રીજું સમર્પણ અને ચોથું વિશ્વાસ. લગ્નજીવનની ઇમારત જો આ ચાર મજબૂત પાયા પર બનેલી હશે તો તેને કોઈ હલાવી નહીં શકે.

મિત્રો અંતમાં એટલું જ કહીશ કે લગ્નજીવન દરેકને મળે છે પરંતુ સાચું દામ્પત્ય જીવન ભાગ્યે જ કોઈ નસીબવાળાને મળે છે. જો તમે પણ નસીબવાળા બનવા માંગો છો તો આજથી જ તમારા પતિને કે પત્નીને પ્રેમ કરતા થઈ જાઓ. આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ગમી હશે. જો ખરેખર આ માહિતી ગમી હોય તો એક લાઇક જરૂરથી કરજો. જો માહિતી દિલમાં ઉતરી ગઈ હોય તો શેર કરજો. સંપૂર્ણ માહિતી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *