આવા પગ વાળા પુરુષો જીવનભર ગરીબ જ રહી જાય છે

Astrology

મિત્રો માનવ શરીર બહુ અદભુત હોય છે. જેમ હાથ ઉપરની રેખાઓ આપણા જીવન વિશે અમુક વાતો બતાવે છે એ પ્રમાણે પગની બનાવટ આપણા જીવનની ઘણી બધી વાતો બતાવી દે છે. આજ આપણે ભવિષ્ય પુરાણ આધારિત બતાવીશું કે અમુક આકારવાળા પગવાળા પુરુષો જીવનભર ગરીબ રહી જાય છે.

હિન્દુ ગ્રંથ ભવિષ્ય પુરાણમાં એવી ઘણી વાતો કહેવામાં આવી છે કે શરીરની બનાવટ ને આધારે શુભ અશુભ લક્ષણોને બતાવે છે. એવું માનવામાં આવે છે કે આ ગ્રંથની બનાવટ સ્વયં ભગવાન બ્રહ્માએ કરી હતી. એમાં એવું બતાવવામાં આવ્યું છે કે જે પુરુષના પગ પહોળા બનાવટ ના હોય છે એમનું નામ સ્વયં મહેનતુ માણસોની સૂચિમાં થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે આ એ પુરુષોમાંના છે કે જે એક મિનિટ પણ ખાલી બેસવાનુ પસંદ કરતા નથી. ભગવાનને એ લોકો બિલકુલ પસંદ નથી જે ખાલી વાતો કરે છે અને કામ કરતા નથી.

જે પુરુષોનો અંગૂઠો તેમની બાકી આંગળીઓના કરતા નાનો હોય છે તેવા લોકો પર કોઈ દિવસ વિશ્વાસ કરવો જોઈએ નહીં.
એવું કહેવામાં આવે છે કે તમારો અંગૂઠો તમારી બાકી આંગળીઓથી થોડો દૂર હોય તો એવું દર્શાવે છે કે તમે જેવા છો દેખાવ છો તેવા છો નહીં. તમે તમારા અંદર ઘણી બધી વાતો ને છુપાવીને રાખો છો. બ્રહ્માજી ભવિષ્ય પુરાણમાં કહ્યું છે કે જો કોઈ પુરુષના પગ કોમળ, ભરાવદાર અને લાલ રંગના હોય તો અને જેમના પગમાં પરસેવો આવતો નથી તો આ લોકો બધા જ પ્રકારની સુખ સુવિધા ની પ્રાપ્ત કરવા વાળા હોય છે. આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે અને તેમને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા હોતી નથી.

ભવિષ્ય પુરાણ અનુસાર કોઈ પુરુષ નો પગનો અંગૂઠો ખૂબ જ મોટો હોય તો એવું માનવામાં આવે છે કે તે પુરુષનું ભાગ્ય તેનું સાથ આપશે નહીં. કોઈ પુરુષના પગ સુકાયેલા, રુક્ષ અને વળેલા નખવાળા હોય છે અને આંગળીઓની બનાવટ પણ અલગ અલગ હોય તો આવા લોકો તેમના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમના જીવનમાં ધનની કમી હંમેશા બની રહે છે.

ભવિષ્ય પુરાણમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે પુરુષનો અંગૂઠો ગોળાકાર અને ભરાવદાર હોય છે તો સમજી જવું કે આ વ્યક્તિને વિચારો ખરાબ છે. આ વ્યક્તિઓ ખૂબ જ ચાલાક પણ હોય છે તે કંઈ પણ વિચાર્યા વિના કોઈનું પણ નુકસાન કરી શકે છે. જો કોઈ પુરુષનો અંગૂઠો તેની બાજુવાળી આંગળી ઉપર નમેલો હોય તો તમે હંમેશા જલ્દી માં રહો છો. હા જલ્દી ના કારણે તમારી ઘણી વખત મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે અને ઘણી વખત તમારું નુકસાન પણ થયું છે.

કહેવામાં આવે છે કે તમારા પગની આંગળીઓ એકબીજા સાથે દબાયેલી હોય અને તેમનું પૂરેપૂરું સ્થાન મળ્યું ન હોય આ પુરુષો કોઈ દિવસ બીજા પર ભરોસો કરી શકતા નથી. આવા લોકો માટે સૌથી મુશ્કેલ કામ જ બીજા પર ભરોસો કરવાનું છે તેથી તે વસ્તુઓની આસાનીથી જવા દે છે. ભવિષ્ય પુરાણ નું માનીએ તો પગનું અંગૂઠો અને બધી આંગળીઓ બરાબર હોય તો આવો પુરુષ સામાન્ય જીવન જીવતો નથી, આવા પુરુષ ખૂબ જ ફેમસ અને મોટા માણસો હોય છે, અથવા તો તેના જીવનમાં કંઈ કરી શકતા નથી અને ખૂબ જ ગરીબ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *