ભગવાન પર આ ફૂલ ચડાવવાથી ધનનો નાશ થઈ જાય છે

Astrology

મિત્રો, મનુષ્ય સવારે સ્નાન કર્યા પછી જ ભગવાનને ચડાવવા માટે ફૂલ તોડવા જોઈએ. આપણા શાસ્ત્રો મુજબ સ્નાન કર્યા વગર તુલસી પત્ર કે ફૂલ તોડવામાં આવે તો પાપ લાગે છે અને આવા ફૂલોને દેવતા સ્વીકાર કરતા નથી. આપણે સૌ દેવી-દેવતાઓની પૂજામાં પાંચ ઉપચારોનો પ્રયોગ કરીએ છીએ જેમાં ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય આ પાંચ ઉપચાર છે. પ્રત્યેક પૂજામાં ઓછામાં ઓછા આ પાંચ ઉપચાર અવશ્ય કરવા જોઈએ ત્યારે જ તે પૂજા પૂર્ણ માનવામાં આવે છે. કોઈપણ ભગવાનની પૂજામાં ફૂલોનું ખૂબ જ મહત્વ હોય છે. સુવર્ણ અને મોતી,માણેક ચડાવવાથી પણ વધુ મહત્વ ફુલોનું હોય છે. ભગવાનની પૂજા કરતી વખતે જે ભગવાનને પ્રિય હોય તેવા ફૂલ ચડાવવા જોઈએ.

જો ફૂલ વાસી હોય તો તે ફૂલને ભગવાન પર કદી ચઢાવવું ન જોઈએ પરંતુ તુલસીપત્ર અને ગંગાજળ કદી પણ વાસી થતા નથી. દેવતાઓ પર ચડાવેલા વસ્ત્ર અને આભૂષણ પુનઃ ચડાવી શકાય છે. જે ફુલ પહેલા અન્ય કોઈ મૂર્તિ પર ચડાવેલા હોય તે ફૂલ ભગવાનની મૂર્તિ પર ચડાવવા ન જોઈએ, જે ફૂલ અન્ય કોઈ દ્વારા સૂંઘેલા હોય અથવા તો કોઈએ પોતાના શરીર પર ધારણ કરેલા હોય તથા કોઈએ પહેરેલી માળામાંથી કાઢીને ભગવાન પર ફૂલ ન ચડાવવા જોઈએ. જે ફૂલ અપવિત્ર વાસણમાં રાખેલા હોય તથા સ્મશાન જેવી જગ્યાએ ઉગેલા ફૂલોને મૂર્તિ પર ચડાવવા ન જોઈએ.

જે ફૂલ જમીન પર પડેલા હોય અથવા તો મૂરઝાયેલા હોય, જે ફૂલોમાં કીડા હોય તેવા ફૂલ ભગવાન પર ચડાવવા વર્જિત માનવામાં આવે છે. ભગવાનની મૂર્તિ પર ફોલોની કળીઓને ચડાવવી ન જોઈએ પરંતુ કમળના ફૂલની કળી ચડાવી શકાય છે. સવારે સ્નાન કર્યા પછી ફૂલ તોડવાનો નિયમ છે. પહેલું ફૂલ તોડતી વખતે ઓમ વરૂણાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. બીજું ફૂલ તોડતી વખતે ઓમ વ્યોમાય નમઃ અને ત્રીજું ફૂલ તોડતી સમયે ઓમ પૃથ્વી નમઃ આ પ્રકારના મંત્રોનો ઉચ્ચારણ કરવું જોઈએ. આ રીતે તોડેલા ફુલ ભગવાનને ચડાવવાથી તેનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.

ભગવાન પર ફૂલ ચડાવતી વખતે ફૂલોનું મુખ ઉપરની તરફ હોવું જોઈએ. મધ્યમા, અનામિકા અને અંગૂઠા ની આંગળીઓ વડે પકડીને ભગવાન પર ફૂલ ચડાવવા જોઈએ. બીજા દિવસે જ્યારે ભગવાનની મૂર્તિ પરથી તમે આ ફૂલ ઉતારો છો ત્યારે અંગૂઠા અને તર્જની આંગળી વડે તે ફૂલને ઉતારવા જોઈએ. ભગવાનને ભૌતિક ફૂલો કરતા માનસ ફૂલો વધુ પસંદ છે એટલે કે મનમાં ઈશ્વરનું ધ્યાન કરતાં ભગવાનને ફૂલ ચડાવવાનો વિચાર કરો. આપણા શાસ્ત્રોમાં ભગવાનને ફૂલ ચડાવવાના આ કેટલાક નિયમો બતાવેલા છે જે આપણે સૌએ અવશ્ય ધ્યાનમાં રાખવા જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *