મિત્રો, કાગડાને શનિદેવનું વાહન માનવામાં આવે છે. કાગડો બધા જ પક્ષીઓમાં સૌથી બુદ્ધિમાન છે.ત્રેતાયુગમાં એક કાગડાએ રામાયણ લખી હતી. પ્રાચીનકાળમાં કાગડો સફેદ રંગનું પક્ષી હતું અને તેનો અવાજ પણ મધુર હતો પરંતુ એક ઋષિના શ્રાપના કારણે કાગડો કાળા રંગનો બની ગયો અને તેનો અવાજ પણ કર્કશ બની ગયો. કાગડો મૃત અને જીવિત વ્યક્તિઓ વચ્ચે સંપર્કનું માધ્યમ છે. મૃત વ્યક્તિ કાગડાના માધ્યમથી પોતાના પ્રિયજનોને જોવા માટે આવે છે. શકુનશાસ્ત્ર અનુસાર કાગડો ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓને પહેલેથી જ જોઈ શકે છે. કાગડો દૂરથી જ પાપી વ્યક્તિને ઓળખી લે છે. આવા ઘણા અદભુત ગુણો કાગડામાં હોય છે.
જો કોઈના ઘર પર કાગડો રાત્રિના સમયે આવીને જાગવા લાગે છે તો માનવામાં આવે છે કે તે ઘર પર કોઈ સંકટ આવવાનું છે. જો કાગડો કોઈના દરવાજા પર આવીને રડે છે તો તે ઘરમાં બાળકોનું અનિષ્ટ થાય છે. જો તમને કાગડો પાણીમાં તરતો અને કર્કસ અવાજ કરતો જોવા મળે તો નિશ્ચિત કોઈ વીઘ્ન આવવાનું હોય છે. જો તમને કાગડો શારીરિક સંબંધ બનાવતો નજરે પડે તો તે ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. આવું જોવા વાળા વ્યક્તિને મોટી ધનહાની થાય છે. કાગડાનું શરીર ઉપર આવીને બેસવું પણ અશુભ સંકેત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના માથા ઉપર આવીને કાગડો બેસી જાય છે તો તે વ્યક્તિના ધનનો નાશ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિના જમણા ખભા પર આવીને કાગડો બેસી જાય તો તે વ્યક્તિનું બીમારીથી મૃત્યુ થઈ જાય છે. અને જો કાગડો ડાબા ખભા પર આવીને બેસે તેવા વ્યક્તિને અપમાનિત થવું પડે છે.
જો કાગડો ઘરના સામે આવીને બેસીને ક્રોધ થી બોલવા લાગે તો તે ઘરમાં ધનની હાની થવાની હોય છે. જોબ ક્યાંક બહાર જતી વખતે કાગડો કોઈ સુકાયેલા વૃક્ષની ડાળી ઉપર બેસીને બોલતો નજરે પડે તો તમારો કોઈની સાથે ઝઘડો થવાનો સંકેત છે. જો કાગડો કોઈ ભૂંડ ની પીઠ પર બેસેલો નજરે પડે તો વ્યક્તિ નજીકના ભવિષ્યમાં બીમાર પડી જાય છે. કાગડો કેટલાક શુભ સંકેત પણ આપે છે. સૂર્યોદય સમયે કાગડો ઘરની સામે બેસીને બોલતો નજરે પડે તો વ્યક્તિને ધન,માન સન્માનની પ્રાપ્તિ થાય છે. જો કાગડો તમારા ઘરે આવીને પાણી પીવા લાગે તો તે ઘરમાં ખૂબ જ જલ્દી કોઈ સારી ખબર આવશે. જો દવાખાને જતા શાંત બેસેલો કાગડો દેખાય તો તમારી બધી જ બીમારી દૂર થઈ જશે. કોઈ વ્યક્તિ કાગડાને પોતાના પડછાયામાં બેસેલો જુએ તો તેને બધા જ કામમાં સફળતા મળે છે. આપણા શાસ્ત્રોમાં કાગડા થી જોડાયેલા આ કેટલાક શુભ અને અશુભ સંકેતો વિષય બતાવવામાં આવ્યું છે. જો તમને કોઈ અશુભ સંકેત મળે છે તો ભગવાન શ્રીકૃષ્ણનું નામ લેજો, બધા જ સંકટ દૂર થઈ જશે જય શ્રી કૃષ્ણ