જો તમને આ 5 સંકેત મળે તો તમે જીવનમાં ખૂબ જ પાપ કર્યા છે

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણએ પાંચ એવા સંકેતો વિશે કહ્યું છે તે સંકેતો જો કોઈ મનુષ્યને મળે તો તે મનુષ્યએ પોતાના જીવનમાં જાણે અજાણે ખૂબ જ પાપ કરેલા છે. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્ય કોઈ પણ કર્મ કરે તેનું ફળ તેને અવશ્ય મળે છે. મનુષ્યના સારા કર્મો તથા ખરાબ કર્મોનું ફળ તેને કોઈના કોઈ રૂપમાં ભોગવવું જ પડે છે. જાણી જોઈને કરેલા પાપ વિશે તો મનુષ્ય ને ખબર જ હોય છે પરંતુ અજાણતાથી થયેલા પાપ વિશે તે અજાણ હોય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જો કોઈ મનુષ્યને આ પાંચ સંકેત મળે તો તેને સમજી લેવું જોઈએ કે અજાણતા તેનાથી ઘણા બધા પાપ થઈ ગયા છે.

સૌથી પહેલો સંકેત એ છે કે જે વસ્તુને સૌથી વધારે તમને જરૂર હોય તે વસ્તુ તમને ન મળે. જો તમે તમારા જીવનમાં ખૂબ જ પાપ કર્યા હોય તો તમારા જીવનમાં એક સમય એવો આવશે કે તમને જે વસ્તુની સૌથી વધારે જરૂર હશે તે સમયે તમને તે વસ્તુ કદી નહીં મળે. જેમકે આવા વ્યક્તિને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે તેની પાસે ધન નહિ હોય. એ ભલે ગમે તેટલો પ્રયાસ કરી લે તેને ધન પ્રાપ્ત નહીં જ થાય. આવો મનુષ્ય એવી જગ્યાએ ફસાઈ જાય છે જ્યાં તેના અન્નના એક એક દાણા માટે તરસવું પડશે. જ્યારે આવો સમય કોઈપણ માણસના જીવનમાં આવેલ તો તેને સમજી લેવું જોઈએ કે તેના દ્વારા જાણે અજાણે ખૂબ જ પાપ થઈ ગયેલા છે.

જ્યારે કોઈ મનુષ્યને એવું લાગવા લાગે કે તેનું આ દુનિયામાં કોઈ પોતાનું નથી, બધાએ તેનો સાથ છોડી દીધો છે. તેને પોતાનું માનવા વાળુ કોઈ નથી તો આવા સમયે તે મનુષ્યએ કરેલા પોતાના પાપ કર્મો ને યાદ કરવા જોઈએ. જ્યારે બધા જ લોકો સાથ છોડી દે ત્યારે સમજી લેવું કે તે મનુષ્યએ તેના જીવનમાં ખૂબ જ પાપ કર્યા છે. ત્રીજો સંકેત છે માન પ્રતિષ્ઠા ને ખોઈ દેવું. જ્યારે કોઈ મનુષ્ય પોતાની માન પ્રતિષ્ઠા કોઈ બેસે, બધા જ લોકો તેને નીચ તથા હિન સમજવા લાગે તો તે મનુષ્યએ સમજી લેવું જોઈએ કે તેને તેના જીવનમાં ખૂબ જ પાપ કરેલા છે અને ભગવાન હવે તેને પ્રાયશ્ચિત કરવાનો મોકો આપી રહ્યા છે.

ચોથું સંકેત છે પોતાની અત્યંત પ્રિય વસ્તુને ખોઈ બેસવું. જ્યારે કોઈ અત્યંત પ્રિય વ્યક્તિ કે અત્યંત પ્રિય વસ્તુ ને જે મનુષ્ય ગુમાવી દે છે તે પણ ઈશ્વરનો એક સંકેત છે કે તે વ્યક્તિએ ખૂબ જ પાપ કર્મ કરેલા છે અને હવે સમય આવી ગયો છે કે તે આવી વસ્તુઓની કામના છોડીને ઈશ્વરના શરણમાં જાય અને પોતે કરેલા પાપ કર્મનું પ્રાયશ્ચિત કરે. પાંચમો સંકેત છે ભયાનક સપના દેખાવા. જો કોઈ મનુષ્યની ઊંઘ ઊડી જાય અને દરરોજ ખરાબ સપના આવવા લાગે, સપનામાં સ્ત્રીઓને વિલાપ કરતા જુએ, સપનામાં વારંવાર ભેંસ પર બેસેલો કોઈ વ્યક્તિ દેખાય, સપનામાં કોઈ સ્ત્રી કાળા રંગની સાડી પહેરીને તેને આલિંગન કરતી દેખાય તો તેને સમજી જવું જોઈએ કે તેને જીવનમાં ખૂબ જ પાપ કરેલા છે અને હવે તેને પાપો માંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શ્રીકૃષ્ણની શરણમાં જવું જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *