પવિત્ર સ્ત્રીઓની હોય છે આ 3 ઓળખાણ

Astrology

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કળિયુગમાં કોઈને સમજવું ખૂબ જ અઘરું કામ હોય છે. લોકો બહારથી કંઈક અલગ અને અંદરથી કંઈક અલગ હોય છે. દરેક વ્યક્તિમાં કેટલાક ગુણો અને કેટલાક અવગુણો હોય છે. ઘણીવાર તમે જે કામ કરો છો તે તમને યોગ્ય લાગે છે પણ કોઈ બીજાને તે યોગ્ય ન પણ લાગે. આપણે સૌ સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ. માતા અન્નપૂર્ણાએ સ્ત્રીઓને પોષણનું વરદાન આપેલું છે. આપણા શાસ્ત્રો મુજબ પણ જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. આજે આપણે પવિત્ર અને પતિવ્રતા સ્ત્રીઓના કેટલાક લક્ષણો વિશે વાત કરીશું. જે કદી પણ પોતાના પતિને દગો નથી આપતી.

જે સ્ત્રીઓના શરીર પર આછી રુવાટી હોય છે તેવી સ્ત્રીઓ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે આવી સ્ત્રીઓ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ છોડતી નથી. કોઈપણ પરિસ્થિતિમાં આવી સ્ત્રીઓ ડરતી પણ નથી. જે સ્ત્રીઓની પાંપણ પાતળી હોય છે તેવી સ્ત્રીઓ હંમેશાં પોતાના પતિ માટે વફાદાર માનવામાં આવે છે. તે હંમેશા પોતાના પતિ માટે સમર્પિત રહે છે. તેમના પતિને તે સાચો પ્રેમ કરે છે. એવું પણ કહેવાય છે કે આવી મહિલાઓ દરેક માટે હંમેશા સારું જ વિચારે છે. દિલથી હંમેશા સાફ રહે છે. આવી સ્ત્રીઓ ખૂબ જ સંસ્કારી માનવામાં આવે છે.

જે સ્ત્રીના કપાળ પર તલ હોય છે તેવી સ્ત્રીઓ તીવ્ર બુદ્ધિ અને આત્મવિશ્વાસથી ભરેલી હોય છે. આવી સ્ત્રીમાં માતા સીતાના ગુણ હોય છે. તેઓ પોતાના સંસ્કારોને કદી પણ ભૂલતી નથી. ઘર પરિવાર માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર હોય છે. તેમના પતિને તે સાચો પ્રેમ કરે છે. પતિના દરેક કામમાં સાથ નિભાવે છે. જે સ્ત્રીઓની મૂછ પર આછી રુવાટી હોય છે તે ધર્મ અને દાન પુણ્યમાં વિશ્વાસ રાખવાવાળી સ્ત્રી હોય છે. તેમના દિલમાં તેમના પતિ પ્રત્યે હંમેશા પ્રેમ બની રહે છે અને તેમના પતિને તે હંમેશા ખુશ રાખે છે. તેમનો સંપૂર્ણ પરિવાર પણ તેમનાથી ખૂબ જ ખુશ રહે છે. ચાણક્ય નીતિ અનુસાર પવિત્ર સ્ત્રીઓમાં આ કેટલાક ગુણો હોય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *