કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું, સારા લોકોને દુઃખ કેમ મળે છે.

Astrology

મિત્રો, એકવાર અર્જુનના મનમાં એ પ્રશ્ન થયો કે જે ખૂબ જ સારા માણસો હોય છે અને જીવનમાં કદી પણ કોઇનું ખરાબ નથી કર્યું, હંમેશા ધર્મના માર્ગ પર ચાલે છે છતાં પણ આવા લોકોને હંમેશા મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડે છે. અર્જુનને કૃષ્ણ ભગવાન ને પૂછ્યું,’ હે વાસુદેવ સારા માણસો સાથે હંમેશા કેમ ખરાબ થાય છે’. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને એક કથા સંભળાવી હતી જેનાથી અર્જુનને સમજમાં આવી ગયું હતું કે સારા માણસો સાથે કેમ ખરાબ થાય છે.

એક નગરમાં બે પુરુષ રહેતા હતા. એક ખૂબ મોટો વેપારી હતો અને ખૂબ જ સારો માણસ હતો. હંમેશા તે ધર્મનું પાલન કરતો હતો. દરરોજ સવારે ઊઠીને મંદિર જઈ ભગવાન ની ભક્તિ પણ કરતો હતો. ખરાબ કામ થી હંમેશા દૂર રહેતો હતો. બીજો વ્યક્તિ ખૂબ જ દુઃખ હતો અને હંમેશા અનીતિના માર્ગ પર ચાલતો હતો. તે પણ પ્રથમ વ્યક્તિની જેમ રોજ મંદિર જતો હતો પરંતુ તે મંદિર પૈસા ચોરવા માટે જતો હતો. હંમેશા નશા માં રહેવું અને લોકો સાથે દગો કરવો એ તેની આદત હતી.

એક દિવસે જ્યારે મંદિરમાં કોઈ ન હતું ત્યારે દુષ્ટ વ્યક્તિએ મંદિરના તમામ આભૂષણો ચોરી કરી લીધા. અને પૂજારી નજરથી બચીને ત્યાંથી તે ભાગી નીકળ્યો. અને તેની થોડી ક્ષણો બાદ જ સજ્જન વેપારી ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યો અને ચોરીનો આરોપ તેના પર લાગી ગયો. ત્યાં લોકોએ એને ખૂબ જ ખરાબ શબ્દો કહ્યા. જેમ તેમ કરીને તે ત્યાંથી નીકળ્યો અને રસ્તામાં એક જંગલી બળદ એ તેને જોરથી ટક્કર મારી. તે ખૂબ જ ઘાયલ થઈ ગયો. સજ્જન વેપારી સાથે ખૂબ જ ખરાબ થયું પરંતુ દુર્જન વ્યક્તિ સાથે ખૂબ જ સારું થઇ ગયું હતું આ દુર્જન વ્યક્તિ રસ્તામાંથી એક ધનથી ભરેલી પોટલી મળી.

થોડાક સમય બાદ બંનેનું મૃત્યુ થયું. બંને યમરાજ પાસે પહોંચે છે. યમરાજે વેપારી ને કહ્યુ કે જે દિવસે તારી સાથે દુર્ઘટના ઘટી હતી તે તારા જીવનનો અંતિમ દિવસ હતો પરંતુ તારા સારા કર્મોના લીધે તારું મૃત્યુ એક નાનકડી બીજામાં બદલાઈ ગયું. આ દુષ્ટ વ્યક્તિ ના નસીબમાં રાજયોગ લખ્યો હતો પરંતુ તેના ખરાબ કર્મોના લીધે તેનો રાજયોગ એક નાનકડી ધનની પોટલીમાં બદલાઈ ગયો. આ વાત સંભળાવીને શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે ભગવાન આપણને કયા રૂપમાં આપે છે તે સમજવું ખૂબ જ મુશ્કેલ હોય છે પરંતુ એ સત્ય છે કે ભગવાન હંમેશા સારા અને ખરાબ કર્મોનું ફળ અવશ્ય આપે છે. એટલે કોઈ પણ મનુષ્ય જીવનમાં આવવાવાળી પરિસ્થિતિથી કરી પણ ગભરાવવું જોઈએ નહીં અને મનુષ્યએ સતત સારા કર્મો કરતા રહેવું જોઈએ તેનું ઉચિત ફળ કોઈને કોઈ રૂપમાં ઈશ્વર અવશ્ય આપે છે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *