તરત જ ખબર પડી જશે કોઈએ તમારા કે તમારા ઘર પર કંઈ કર્યું તો નથી ને

Astrology

મિત્રો, જ્યારે પણ તમારા કે તમારા ઘર પર કોઈએ ઈર્ષા ભાવથી કંઈક કર્યું હશે તો કેટલીક ઘટનાઓ દ્વારા તમે અંદાજો મેળવી શકો છો કે તમારી આસપાસ નકારાત્મક ઊર્જાને કોઈના દ્વારા મોકલવામાં આવી છે. જ્યારે ઘરમાં કોઈપણ વાત વગર એકબીજા સાથે ક્લેશ થવા લાગે, તમારા બાળકને તમે ખૂબ જ પ્રેમ કરો છો છતાં કોઈપણ કારણ વગર તેને તમે ઢોર મારવા લાગો, જમવા બેસો તો ભોજનમાં સ્વાદ ન આવે, ઘરમાં પ્રવેશ કરતા જ એક અલગ પ્રકારની જ ગંધ આવવા લાગે. આ બધા લક્ષણો સૂચવે છે કે તમારા કે તમારા ઘર પર કોઈના દ્વારા કંઈક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે પછી કંઈક કરી દીધું છે.

આ લક્ષણો દ્વારા તમને એ તો ખબર પડી જશે કે તમારા ઘર પર કોઈએ કંઈક કર્યું છે હવે તેનાથી બચવા માટે શું કરવું જોઈએ તેના વિશે આપણે જાણીશું. કોઈપણ જાદુટોણાથી તમને કે તમારા ઘરને બચાવવા માટે પાણીમાં મીઠું નાખીને આખા ઘરમાં પોતુ કરવાનું શરૂ કરી દો. બાથરૂમમાં એક વાટકી મીઠું અવશ્ય રાખો. સુરજ નો પ્રકાશ ઘરમાં આવવા દો. તેના સાથે એક નિયમ બનાવી લો કે 11 દિવસ સુધી થોડું કાચું દૂધ લો અને તે દૂધમાં થોડો ગોળ નાખો એમાં થોડા તલ નાખીને તમારા ઘરની બહાર જે પણ વૃક્ષ હોય તે વૃક્ષને રોજ સવારે આ દૂધ આપવાનું શરૂ કરી દો. અને તમારા ઘરમાં જે નકારાત્મક ઊર્જા છે તેને તે વૃક્ષ પાસે આમંત્રિત કરો અને બોલો કે તે ત્યાં આવે અને તે વૃક્ષ પર રહે જેથી અમે અમારું સુખી જીવન વ્યતિત કરી શકીએ.

અગિયાર દિવસ સુધી રોજ તે દૂધને તમે તે વૃક્ષ પાસે પ્રવાહિત કરો. તેની સાથે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે લોખંડની નાળ કે ત્રિશુલ જેવું બનાવડાવીને લગાવી દો તો તમને તેના ખૂબ જ ફાયદા મળશે. અને તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જા એ પ્રવેશ કરી લીધો છે તે ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને તમારું જીવન સામાન્ય થઈ જશે. ઘરમાં આ કેટલીક ઘટનાઓ દ્વારા તમે જાણી શકો છો કે કોઈના દ્વારા તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા મોકલવામાં આવી છે કે નહીં અને જો તમને તે લક્ષણો જણાય તો તમને દર્શાવેલા આ ઉપાયો માંથી તમે કોઈપણ ઉપાય કરીને આવી નકારાત્મક ઉર્જાથી તમને અને તમારા પરિવારને તમે બચાવી શકો છો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *