આ બલિદાન ફક્ત પત્ની જ કરી શકે છે, દુનિયાના દરેક પતિ અવશ્ય વાંચે

Astrology

મિત્રો, સહનશક્તિનું બીજું નામ એટલે સ્ત્રી. સ્ત્રી પોતાના જીવનમાં અનેકવાર મૃત્યુની વેદના સહન કરતી હોય છે છતાં તેના મુખ પર હંમેશા હાસ્ય લઈને ફરતી હોય છે. સ્ત્રીની વેદના સમજવા વાળા લોકો ખૂબ જ ઓછા હોય છે. આજની આ વાત ખાસ એવા વ્યક્તિઓ માટે છે જે હંમેશા એવું કહ્યા કરે છે કે મારી પત્ની કંઈ જ કામ કરતી નથી અને હંમેશા પત્નીનો મજાક ઉડાવે છે. એક દુઃખી પત્ની પોતાના પતિને સવાલ કરે છે કે, માથું મારું હોય છે પણ ચુંદડી તમારા નામની, માંગ મારી હોય છે પણ સિંદૂર તમારા નામનું. માથું મારું પણ બિંદી તમારા નામની, નાક મારું પણ નથણી તમારા નામની.

એક સ્ત્રી કહે છે કે ગળું મારું પણ મંગળસૂત્ર તમારા નામનું, હાથનું કાંડુ મારુ પણ બંગડી તમારા નામની, ઘરના વડીલોને વંદન હું કરું અને સદા સુહાગન ના આશીર્વાદ તમારા નામના, કરવા ચોથનું વ્રત પણ તમારા નામનું. એટલું જ નહીં પરંતુ કોખ મારી, લોહી મારુ, દૂધ મારું અને બાળક? બાળક તમારા નામનું. એટલું જ નહીં પરંતુ મારા નામની આગળ લખેલું ગોત્ર પણ મારું નહીં તમારા નામનુ. મારું બધું તો તમારા નામનું જ છે. એક સ્ત્રી નમ્રતાથી પોતાના પતિને પૂછે છે, તમારી પાસે શું છે મારા નામનુ? સ્ત્રી જન્મથી લઈ તેના મૃત્યુ સુધી બસ ત્યાગ જ કરતી હોય છે. તોપણ આ દુનિયામાં સૌથી વધુ મજાક સ્ત્રીઓને ઉડાવવામાં આવે છે.

સ્ત્રી જ્યારે લગ્ન કર્યા બાદ પોતાના સાસરે પોતાના મા બાપ, ભાઈ બહેન અને પોતાનું ઘર છોડીને એકદમ એવા અજાણ્યા ઘરમાં આવીને રહે છે ત્યારે સ્ત્રી જીવતા જીવ મૃત્યુની વેદના સહન કરે છે. છતાં ઘણી વાર સાસરીમાં આવી સ્ત્રીની ઉપેક્ષા કરવામાં આવતી હોય છે. જે સ્ત્રીને પોતાના મા બાપ એક પરીની જેમ મોટી કરે છે તેને સાસરીમાં વાત વાત પર ગુસ્સો તેમજ ઠપકા સહન કરવા પડતા હોય છે અને છતાં સ્ત્રીના મુખમાંથી પોતાના પરિવાર વિરુદ્ધ એક પણ શબ્દ નીકળતો નથી. ઘણીવાર સાસરીમાં ખૂબ જ ત્રાસ હોવા છતાં પોતાના માતા પિતાનું નામ નીચું ન પડે તે માટે આ ત્રાસને હસતા મોઢે સહન કરીને ત્યાં પડી રહેતી હોય છે. તમારી પત્ની પણ કોઈની દીકરી છે. દુનિયાના દરેક પતિને નમ્ર વિનંતી છે કે તમારા માટે પોતાનું સર્વસ્વ ત્યાગ કરીને આવેલી પત્નીને કદી પણ તરછોડતા નહીં. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *