સ્ત્રીના આ અંગ પર વાળ હોવા અશુભ માનવામાં આવે છે

Astrology

મિત્રો, હસ્તરેખા શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીઓના વાળ લાંબા હોય છે તેવી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને પોતાના ભાગ્ય વડે જ તે પોતાના ઘર પરિવારની ઉન્નતી પ્રાપ્ત કરે છે. લાંબા વાળ વાળી સ્ત્રીઓના કારણે ઘરમાં સુખ સંપત્તિ બની રહે છે. જે સ્ત્રીઓની પાંપણ નાની અને કાળા વાળ વાળી હોય છે તેઓ પણ ખૂબ જ ભાગ્યશાળી સ્ત્રીઓ માનવામાં આવે છે. આવી સ્ત્રીઓ દિલથી ખૂબ જ સારી હોય છે. તેમના સારા સ્વભાવના કારણે તેઓ લોકોના દિલ પર રાજ કરે છે. લોકો સાથે તેમનો સુમેળ ભર્યા સ્વભાવ હોય ના કારણે એક ઉત્તમ ગૃહિણી સાબિત થાય છે.

શરીરના કેટલાક અંગ એવા પણ હોય છે જ્યાં વાળ હોવા સ્ત્રી માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘણી સ્ત્રીઓના હાથ અને પગ પર પુરુષોની જેમ ભરાવદાર વાળ હોય છે. સ્ત્રીઓના હાથ અને પગ પર પુરુષોના જેટલા વાળ હોવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે સ્ત્રીઓના હાથ પર વધુ પડતા વાળ હોય તેવી સ્ત્રી ઉગ્ર સ્વભાવની માનવામાં આવે છે. નાની નાની વાત પર આવી સ્ત્રીઓ ગુસ્સો કરવા લાગે છે. બીજા સાથે નાની વાતમાં પણ આવી સ્ત્રીઓ ઝઘડો કરી લે છે. આવી સ્ત્રીઓ હંમેશા બીજા લોકોનું અહીં કરે છે. સ્વભાવથી પણ આવી સ્ત્રીઓ અન્ય લોકો માટે સારું વિચારી શકતી નથી.

જે સ્ત્રીઓના હાથ પર પુરુષોની જેમ વાળ હોય છે તેવી સ્ત્રીઓ હંમેશાં બીજા લોકો પર ઈર્ષા ભાવના રાખે છે. પુરુષોના હાથ પર વાળ હોય તો તે શુભ માનવામાં આવે છે. હાથ પર વધુ વાળ વાળા પુરુષો ખૂબ જ બુદ્ધિમાન હોય છે. જે પુરુષોના હાથ પર ઓછા વાળ હોય છે તેઓ મતલબી સ્વભાવના હોય છે. તેવી જ રીતે પુરુષોની જેમ પગ પર પણ વધુ વાળ વાળી સ્ત્રીઓ અશુભ માનવામાં આવે છે. જે સ્ત્રીઓને પગ પર પુરુષો જેટલા વધુ વાળ આવતા હોય તેવી સ્ત્રીઓ ધનનો વધુ વ્યય કરવાવાળી હોય છે. આવી સ્ત્રીઓના હાથમાં લક્ષ્મી ટકતી નથી. હસ્તરેખા શાસ્ત્ર મુજબ જો સ્ત્રીને હાથ અને પગ પર પુરુષોની જેમ લાંબા વાળ હોય તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *