રસોડામાં બેસીને જમવા વાળા લોકોનુ ભાગ્ય આપણા શાસ્ત્રોમાં આવું લખ્યું છે.

Astrology

મિત્રો, આપણા શાસ્ત્રો અનુસાર મંગળ એ અગ્નિ તત્વ ગ્રહ છે. અને આપણું રસોડું એ અગ્નિનું સ્થાન છે. રસોડાનો અધિપતિ મંગળ ગ્રહ હોય છે. રસોઇ ઘરમાં વપરાતી તમામ વસ્તુ મંગળની વસ્તુ ગણવામાં આવે છે. મંગળ ગ્રહ હોવાથી અગ્નિ ભય અને દુર્ઘટનાનો કારક હોય છે. કહેવામાં આવે છે કે જેવું ખાવામાં આવે અન્ન તેવું હોય છે મન. આપણું રસોડું એ આપણા ઘરનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે. ઘરનું રસોડું દક્ષિણ-પૂર્વ દિશામાં હોય તો તે અતિ ઉત્તમ ગણાય છે. કારણ કે દક્ષિણ પૂર્વ અગ્નિ નો ખુણો હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોઈ જો પૂર્વ દિશા તરફ મુખ રાખીને બનાવવામાં આવે તો તે અતિ ઉત્તમ માનવામાં આવે છે. જો કોઈ ઘરની ગૃહિણી પુર્વ દિશા બાજુ મુખ રાખીને રસોઈ બનાવી છે તો તે ઘરમાં બીમારીનો પડછાયો કદી આવતો નથી. ઘરના તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે. પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને રસોઈ બનાવવા વાળી સ્ત્રીઓના પરિવારના સભ્યો નુ સ્વાસ્થ્ય વારંવાર બગડે છે. મન અશાંત રહે છે.

રસોઈઘરમાં ઘરનું મંદિર ન હોવું જોઈએ. રસોડા માં મંગળ ગ્રહનો વાસ હોય છે જે ઉગ્ર ગ્રહ છે. જેથી પૂજા કરતી વખતે આપણું મન લાગતું નથી અને માનસિક શાંતિ મળતી નથી. રસોઈ કરતી વખતે રસોડાનો દરવાજો ગૃહિણીના પીઠ પાછળ ન હોવો જોઈએ જેનાથી કમર નો દુખાવો, કમરનો દુખાવો જેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. ઘર જો નાનું હોય તો રસોડું કોઈપણ દિશામાં હોય તે ચાલે પરંતુ ઘરનો ગેસ અને સ્ટવ હંમેશા અગ્નિ દિશામાં હોવો જોઈએ.

રસોડામાં બેસીને જમવા વાળા લોકોનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. ભોજન કરતી વખતે અગ્નિના દર્શન થાય છે. સૌથી પહેલા માતા અન્નપૂર્ણાને અને અગ્નિદેવને ભોજન સમર્પિત કરવું જોઈએ. રાત્રે ઊંઘતા પહેલા રસોડું અને વાસણો ધોઈને સાફ કરી દેવા જોઈએ. તારામાં પૂર્વ દિશામાં માતા અન્નપૂર્ણા હની એક તસવીર અવશ્ય હોવી જોઈએ. પરંતુ જો રસોડામાં કોઇપણ દિવસે માંસ માંથી બનતી વસ્તુ પકડવામાં આવે છે તો માતા અન્નપૂર્ણા ની તસ્વીર ભૂલથી પણ ન લગાવવી જોઈએ. જય માં અન્નપૂર્ણા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *