મિત્રો, જે સ્ત્રી પોતાના પતિને છોડીને અન્ય પુરુષો સાથે સંબંધ રાખે છે તેવી સ્ત્રીના મૃત્યુ થવા પર તે બીજા જન્મમાં ચામાચીડિયું, ગરોળી, અથવા બે મુખ વાળી નાગણ બનીને જન્મ લે છે. એટલા માટે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ સ્ત્રીએ પોતાના ત્રણ મન અને ધનથી પોતાના જીવિત કે અવસાન પામેલ પતિની સેવા કરવી જોઈએ. પતિના જીવિત રહેતા કે પતિના મૃત્યુ પછી જે સ્ત્રી વ્યભિચાર કરે છે તે અનેક જન્મો સુધી વિધવા બનીને જીવન જીવે છે અને દુર્ભાગ્ય તેનો સાથ કદી છોડતું નથી. કોઈ સ્ત્રી ફક્ત મન વડે પણ પરપુરુષની ઈચ્છા રાખે છે તે પણ એક પ્રકારનો વ્યાભિચાર માનવામાં આવે છે.
જે ઘરમાં પતિ પત્ની વચ્ચે સુમેળભર્યો સંબંધ હોય કે ઘરમાં ધન,ધર્મ, શાંતિ અને પવિત્રતા હંમેશા વાસ કરે છે. જે સ્ત્રી પતિના જીવિત રહેતા કે મૃત્યુ પછી પણ પારકા પુરુષનો આશરો નથી લેતી તે ખૂબ જ યશ પ્રાપ્ત કરે છે અને પોતાના પતિ વ્રતના પુણ્યના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જઈને માતા પાર્વતી સાથે આનંદ પ્રાપ્ત કરે છે. પતિની આજ્ઞા નું પાલન કરવું તે સ્ત્રીઓનો પરમ ધર્મ માનવામાં આવે છે. હંમેશા પોતાના સાસુ-સસરાના ચરણોને વંદન કરવું જોઈએ. ઘરમાં બને એટલો ખર્ચ ઓછો કરવો જોઈએ. વાણી મધુર રાખવી જોઈએ.
કોઈપણ પતિએ કોઈપણ ધાર્મિક કાર્યમાં પોતાની પત્નીને શામિલ કરવી જોઈએ. પત્ની વગર કરેલું કોઈ પણ ધાર્મિક કાર્ય પૂર્ણ માનવામાં આવતું નથી. જો કોઈ સદાચારિણી અને પતિવ્રતા સ્ત્રીનું મૃત્યુ થઈ જાય તો તેના પતિએ તેની પત્ની ના નામથી યજ્ઞ કરવો જોઈએ. ત્યારબાદ જ તે પુરુષ બીજી સ્ત્રી સાથે લગ્ન કરી શકે છે. જો પતિ અને પત્નીનું એક સાથે મૃત્યુ થઈ જાય તો પતિની સાથે પત્નીનું પણ પિંડદાન કરવું જોઈએ. બંનેનો એક જ ચિતા પર અગ્નિસંસ્કાર કરવો ઉચિત માનવામાં આવે છે. આમ કરવાથી બંનેને એક સાથે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને એક સાથે ફરીથી પૃથ્વી ઉપર જન્મ લઈને ફરીથી એક સાથે એમના લગ્ન થાય છે. જય શ્રી કૃષ્ણ