જમ્યા પછી આ 3 ક્રિયાઓ ભૂલે ચૂકે પણ કરશો નહીં, ઘડપણમાં હેરાન થશો

Astrology

મિત્રો, આપણા આયુર્વેદ મુજબ કોઈપણ માણસે જમ્યા પછી આ ત્રણ કામ ભૂલથી પણ કરવા ન જોઈએ. જમ્યા પછી કોઈ દિવસ ઊંઘવું જોઈએ નહીં. આ વાત આમ સામાન્ય લાગે છે. જમ્યા પછી જો ઊંઘવાની ટેવ હોય તો તે ટેવને તમે કાયમ માટે છોડી દેજો નહીં તો લાંબા ગાળે પાછલી ઉંમરમાં તેના ભયંકર પરિણામો ભોગવવા પડશે. એનું કારણ એ છે કે જમ્યા પછી હોજરીને પાચન માટે વધારે લોહીની જરૂર પડે છે. આપણે જે ભોજન લઈએ છીએ તે ખોરાક બે થી ત્રણ કલાક સુધી હોજરીમાં વલોવાય છે. જમીને તરત સુઈ જવાથી આપણું આખું શરીર શિથિલ થઈ જાય છે. આપણું મગજ પણ સુષુપ્ત અવસ્થામાં જતું રહે છે. આપણું મગજ જો સુષુપ્ત અવસ્થામાં જતું રહે તો શરીરના બધા જ અંગો સુષુપ્ત અવસ્થામાં આવી જાય છે અને તે વખતે ઊંઘી જવાથી આપણું પાચનતંત્ર નિષ્ક્રિય થઈ જાય છે. જમીને તરત સુઈ જવાથી આપણી હોજરી ખોરાકને પૂરેપૂરો પચાવી શકતી નથી.

જમ્યા પછી ડાબા પડખે સૂવું જોઈએ પરંતુ જમીને દોઢથી બે કલાક સુધી ઊંઘવું જોઈએ નહીં. જમ્યા પછી કોઈ દિવસ સ્નાન કરવું નહીં. જમ્યા પછી સ્નાન કરવાથી આપણા પગમાં અને મગજમાં લોહીનું સર્ક્યુલેશન વધી જાય છે પરંતુ જમ્યા પછી આપણી હોજરીને લોહીની વધુ જરૂર હોય છે જે તેને સ્નાન કરવાથી મળતું નથી. જમ્યા પછી હોજરીને જે બ્લડની જરૂર પડે છે તે બ્લડ હોજરીને મળતું નથી. જેથી આપણી પાચનશક્તિ મંદ પડે છે. એટલા માટે જમ્યા પછી રોજ સ્નાન કરવાની ટેવ હોય તો તે છોડી દેવી. જમ્યા પહેલા તમારે સ્નાન કરવું હોય તો કરી શકો છો. જમ્યા પછી સ્નાન કરવું તે આપણી પાચનશક્તિ માટે ઝેર સમાન છે. જમ્યા પછી જો તમારે સ્નાન કરવું હોય તો બેથી અઢી કલાક પછી સ્નાન કરી શકાય.

જમ્યા પછી તરત કોઈપણ દિવસ ચા, કોફી, બીડી,સિગારેટ કે તમાકુનું સેવન કરવું નહીં.ચા માં રહેલું ટેનિક એસિડ ખોરાકમાં રહેલા ફોલિક એસિડ અને વિટામીન બી 12 નું આપણા શરીરમાં શોષણ થવા દેતું નથી એટલે તે આપણા માટે નુકસાન કર્તા છે. એટલા માટે જમ્યા પછી તરત આ બધી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. જો તમારે જમ્યા પછી ચા પીવી હોય તો દોઢથી બે કલાક પછી જ પીવી જોઈએ. ચા કોઈ દિવસ ભૂખ્યા પેટે પીવી જોઈએ નહીં. આ ત્રણ ક્રિયાઓ કોઈપણ દિવસ જમ્યા પછી તરત કરવી જોઈએ નહીં. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *