દોસ્તો દરેકના ઘરમાં પોતાનું મંદિર હોય છે. શ્રદ્ધા ભાવથી મંદિરમાં ભગવાનની તસવીરો, પૂજાપાટ નો સામાન જરૂરત નો સામાન રાખવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે અમુક વસ્તુ રાખવાથી બહુ ફળદાય થાય છે. સાથે બીજી અમુક એવી વસ્તુ હોય છે જેને રાખવાથી ઘરમાં અમંગલ અને અશુભ થાય છે. કેટલીક એવી વસ્તુઓ જેનાથી ઘરમાં નકારાત્મક બની રહે છે. અને ઘરમાં લડાઈ ઝઘડા અને નુકસાન થાય છે. આજે અમારી પાંચ વસ્તુ વિશે આપણે ચર્ચા કરીશું.
સૌપ્રથમ આપણે જાણીશું કે મંદિરમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ. મંદિરમાં માટીમાંથી બનેલો દિપક હોવો જરૂરી છે. જો તમે માટીનો દિપક ના રાખી શકો તો ધાતુનો બનેલો દિપક પણ રાખી શકો છો. ઘરના મંદિરમાં સાથિયો અવશ્ય હોવો જોઈએ. તેને તમે રંગથી બનાવી લો અથવા ધાતુથી તમે બનાવી શકો છો. સાથિયો તમારા ઘરની શાંતિ સમૃદ્ધિ અને મંગલ નું પ્રતીક માનવામાં આવે છે. એનો મુખ્ય કારણ એ છે કે કોઈ બી શુભકામ કરતાં પહેલાં સાથિયો દોરવામાં આવે છે. કળશ પણ મંદિરમાં અવશ્ય રાખવું જોઈએ. કળશને પુરાણોમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
મંદિરમાં કંકુથી અષ્ટદલ કમળ ની આકૃતિ દોરી તેના પર કળશ મુકવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં સહદેવ સમૃદ્ધિ બની રહે છે. બધાના ઘરમાં સકારાત્મક રહે છે. મંદિરમાં શંખ પણ અવશ્ય રાખવો જોઈએ. શંખ એ સમુદ્રમંથન વખતે ચૌદ રત્નોની સાથે બહાર આવ્યો હતો. શંખ એ મહાલક્ષ્મી ની સાથે ઉત્પન્ન થયો હતો. શંખને સકારાત્મક ઉર્જા ફેલાવવાનું પ્રતીક માનવામાં આવે છે. માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે શંખને મંદિરમાં રાખવામાં આવે છે. મંદિરમાં તમે જે ઘંટી જુઓ છો તેને રાખવી પણ અવશ્ય જરૂરી છે. ઘંટી ને શુભ માનવામાં આવે છે. ઘંટી નો આવાજ વાતાવરણને શુભ અને પવિત્ર કરે એવું માનવામાં આવે છે. આરતી વખતે ઘંટી વગાડવામાં આવે છે તો આજુબાજુ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
હવે આપણે જે મંદિરમાં ન રાખવા જોઈએ એ વસ્તુની ચર્ચા કરીશું. ગણેશજીની મૂર્તિ, શાસ્ત્રોમાં એવું બતાવવામાં આવ્યું છે કે ગણેશજીની મૂર્તિ એકી સંખ્યામાં ન રાખવી જોઈએ જેમકે એક ત્રણ પાંચ. જેને અશુભ માનવામાં આવી છે. આપણા મંદિરમાં ગણેશજીની કેવળ બે મૂર્તિ રાખવી જોઈએ. અને મૂર્તિની સ્થાપના વખતે તેમનો ચહેરો મુખ્ય દ્વારની સામે હોવું જોઈએ. મંદિરની અંદર હનુમાનજીની મૂર્તિ ઉભી હોય એ રીતે ન રાખવી જોઈએ. મંદિરમાં હંમેશા હનુમાનજીની બેઠેલી અવસ્થામાં હોય તેવી મૂર્તિ રાખવી જોઈએ. હંમેશા ભગવાન શ્રીરામની મૂર્તિની સામે રાખવી જોઈએ. આવું કરવાથી ભગવાન હનુમાન પ્રસન્ન થાય છે.
આપણા મંદિરમાં કદી તૂટેલા ચોખા ના રાખવા જોઈએ. હંમેશા આખા ચોખાનો ઉપયોગ કરે. ચોખાનો ઉપયોગ હળદરમાં ડબોડીને કરવું જોઈએ. તમારા મૃત પરિજન ની તસ્વીર મંદિરમાં ન રાખવી જોઈએ. ફક્ત ભગવાનની મૂર્તિ જ મંદિરમાં રાખવી જોઈએ. ભૈરવજી ની મૂર્તિ અને તસવીર મંદિરમાં ન રાખવી જોઈએ. કારણ કે તેમની સાધના તંત્ર અને મંત્ર દ્વારા કરવામાં આવે છે. શનિદેવની મૂર્તિ પણ મંદિરમાં ન રાખવી જોઈએ. ઘર ના મંદિરમાં રાખવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.