કોઈના માટે રડવાનું બંધ કરી દો, શ્રી કૃષ્ણ જ્ઞાન

Astrology

મિત્રો, આપણે ઘણીવાર કોઈ એક વ્યક્તિને જીવનમાં એટલું બધું મહત્વ આપી દઈએ છીએ કે આપણું સંપૂર્ણ જીવન તેની સાથે જોડી લઈએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગના સમયમાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ફક્ત સ્વાર્થના સંબંધથી જોડાયેલો હોય છે. જ્યારે મનુષ્ય કોઈ એક વ્યક્તિને પોતાના ખુદના જીવન કરતાં વધુ મહત્વ આપી દે છે અને જ્યારે સામેવાળો વ્યક્તિ તેને એટલું મહત્વ નથી આપતો અથવા તો તેનું દિલ દુભાવે છે ત્યારે તે મનુષ્ય જીવતો મરેલા સમાન બની જાય છે. આ દુનિયામાં ખૂબ જ ઓછા માણસો છે જે પોતાના કરતાં બીજાને વધુ મહત્વ આપે છે અને તે લોકો જ જીવનમાં વધુ દુઃખ ભોગવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનુષ્યએ અવશ્ય રડવું જોઈએ કારણ કે રડવાથી તેના મનનો ભાર હળવો બની જાય છે અને મન હળવું બની જાય છે. પરંતુ ભગવાન કહે છે કે તે બિલકુલ જરૂર નથી કે તમે બીજા કોઈના માટે રડો. કારણ કે તમે જે વ્યક્તિ માટે રડો છો તે બીજા વ્યક્તિઓ સાથે ખિલખિલાટ હસી રહ્યો હોય છે. જે તમારાથી દૂર જઈને આટલા ખુશ રહી શકતા હોય અને તમે તેના માટે રડી રહ્યા છો તો તમારામાંથી બુદ્ધિમાન વ્યક્તિ કોણ છે અને મૂર્ખ વ્યક્તિ કોણ છે તે તમે જાતે જ વિચારી શકો છો. આપણે જ મૂર્ખ છીએ જે એવા વ્યક્તિ માટે રડી રહ્યા છીએ જેના જીવનમાં આપણું કોઈ મહત્વ જ નથી. અને સામેવાળું વ્યક્તિ બુદ્ધિમાન છે જે તમને છોડીને બીજા વ્યક્તિઓ સાથે ખિલખિલાટ હસી રહ્યું છે એટલે ભગવાને કહ્યું છે કે આવા સ્વાર્થી લોકો માટે રડવાનું બંધ કરી દો.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ જીવન તમે રડી જીવશો તો પણ આ સ્વાર્થી દુનિયામાં કોઈને કંઈ જ ફેર પડવાનો નથી. અને આ જીવન તમે હસીને જીવશો તો પણ આ દુનિયાને કંઈ જ ફેર પડવાનો નથી. તો ઈશ્વર દ્વારા પ્રાપ્ત આ અમૂલ્ય જીવનને આવા સ્વાર્થી લોકો કે જેમના દિલમાં તમારા માટે કોઈ લાગણી જ નથી તેમના કારણે રડીને જીવવા કરતા સત્કાર્યો કરીને ખૂબ જ આનંદથી જીવવું જોઈએ. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ માટે રડવાનું બંધ કરી દો અને ઈશ્વર દ્વારા પ્રાપ્ત આ અમૂલ્ય મનુષ્ય જીવનને પ્રભુ ભક્તિ તથા સતકાર્યો કરીને હંમેશા આનંદથી જીવો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *