લક્ષ્મી માતાએ કહ્યું છે,ઘરમાં ચાંદીની આ 5 વસ્તુ રાખવાથી ધનવાન બનાવી દઈશ

Astrology

મિત્રો, ચાંદીની વસ્તુઓ સૌથી વધારે શીતળ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. ચાંદી માતા પાર્વતીના રજમાંથી ઉત્પન્ન થયું છે એટલા માટે ચાંદીને માતા પાર્વતી નું સ્વરૂપ માનવામાં આવે છે. ચાંદી માતા પાર્વતી અને ભોલેનાથને ખૂબ જ પ્રિય છે. ચાંદીની ધાતુ પહેરવાથી હંમેશા મન શાંત રહે છે. કહેવાય છે કે ચાંદીનો નાનો ટુકડો બુધવારના દિવસે ભગવાન ગણેશજીને સાચા મનથી ચડાવવામાં આવે તો ભગવાન ગણેશજી તેવા વ્યક્તિ પર કૃપાદ્રષ્ટિ વરસાવે છે. તેવા વ્યક્તિનો બુધ ગ્રહ મજબૂત થઈ જાય છે અને જેનો બુધ ગ્રહ મજબૂત થઈ જાય એવો વ્યક્તિ પોતાની બુદ્ધિ વડે જે ઈચ્છે તે મેળવી લે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ચાંદી હંમેશા સોમવાર અથવા તો શુક્રવારના દિવસે જ ખરીદવી જોઈએ.

ધર્મ શાસ્ત્રો અનુસાર ચાંદીના વાસણ આપણા ઘરમાં અવશ્ય રાખવા જોઈએ. ચાંદીના વાસણ જે ઘરમાં હોય છે ત્યાં સુખ, વૈભવ દોડીને આવે છે. ચાંદીની કટોરીમાં ગાયને દૂધ પીવડાવવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે. જ્યોતિષોની સલાહ છે કે ઘરમાં હંમેશા એક ચાંદીની ડબ્બી રાખવી જોઈએ અને આ ડબ્બીમાં ચોખાના નવ દાણા, એક સોપારી, બે કોડી તેમજ એક રૂપિયાનો સિક્કો તે ડબ્બીમાં રાખવો જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં કદી પણ ધન ખૂટશે નહીં. ઘરમાં ધન સંબંધિત સમસ્યા હોય તો દરરોજ ચાંદીના ગ્લાસમાં રાખેલું પાણી પીવું જોઈએ.

ઘરની અંદર ચાંદીના નાગની જોડી રાખવાથી ઘરના ધનની રક્ષા સ્વયં નાગદેવતા કરે છે. કોઈના ઘરમાં પિતૃદોષ લાગેલો હોય કે પછી વાસ્તુદોષ હોય તો બધા જ દોષ સમાપ્ત થઈ જાય છે. પાંચમી વસ્તુ છે ચાંદીનો કાચબો. જે વ્યક્તિ પોતાના ઘરમાં ચાંદીનો કાચબો રાખે છે તેવા વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂરી થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે. ચાંદીના કાચબાને દૂધ વડે નવડાવવાથી ઘર ધનદોલતથી પરિપૂર્ણ થઈ જાય છે. માતા લક્ષ્મી ને ચાંદીની બનેલી આ પાંચ વસ્તુઓ અત્યંત પ્રિય હોય છે. જેથી દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં ચાંદીની બનેલી આ પાંચ વસ્તુઓ અવશ્ય રાખવી જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *