મનમાં ખરાબ વિચારો આવતા હોય તો મારી આ વાત અવશ્ય યાદ રાખજો, શ્રીકૃષ્ણ જ્ઞાન

Astrology

મિત્રો, ઘણીવાર મનુષ્ય ભગવાનનું ધ્યાન ધરે છે ત્યારે તેને બીજા અનેક ખરાબ વિચારો મનમાં આવતા હોય છે. જેના કારણે મનુષ્યનું પોતાના અંતરઆત્માથી ભગવાન સાથે મિલન થઈ શકતું નથી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ સંસારની તમામ ઝંઝટો માંથી મુક્તિ મેળવવા માટે મનુષ્યએ એકાંતમાં બેસીને પોતાના મનને ભગવાનના ધ્યાનમાં લગાવવું જોઈએ. કારણ કે એકાંતમાં જ મનુષ્ય પોતાના અંતરઆત્મા ને જોઈ શકે છે. પોતાની આત્મા સાથે સંપર્ક જ પ્રભુ સાથે મિલનનું પ્રથમ ચરણ છે. મનુષ્ય આ બનાવટી દુનિયામાં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે તેને પોતાની જાતને ઓળખવાનો તે પોતાના અંતરઆત્મા ને શોધવાનો સમય જ નથી.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે દિવસમાં કેટલીક ક્ષણો એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન ધરી પોતાના અંતરાત્માને ઓળખવામાં કાઢવી જોઈએ. પ્રભુ સાથે મિલનનું આ પ્રથમ ચરણ છે. ભગવાન કહે છે કે જે મારી સાથે મિલન ઈચ્છે છે તેને સૌથી પહેલા તો પોતાના અંતર આત્માને ઓળખવી પડશે અને તે ત્યારે જ સંભવ બની શકે છે જ્યારે મનુષ્યનું પોતાનું શરીર તેના નિયંત્રણમાં હોય. તું મનુષ્યનું શરીર તેના કાબુમાં નહીં હોય તો મનુષ્યને ધ્યાન લગાવવાનો ઉદ્દેશ્ય પ્રાપ્ત નહીં થાય. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યાં સુધી મનુષ્ય પોતાના અંતરની શુધ્ધિ નહીં કરી લે ત્યાં સુધી તે પરમાત્મા સાથે સંપર્ક નહીં કરી શકે અને તેની આત્મા પરમાત્મામાં લીન પણ નહીં થઈ શકે.

મનમાંથી ખરાબ વિચારો દૂર કરવા માટે અને પ્રભુ સાથે મિલન માટે નું પ્રથમ ચરણ પોતાની અંતરઆત્માની અંતર શુદ્ધિ છે. અને જ્યાં તમે એકાંતમાં ભગવાનનું ધ્યાન ધારણ કરો છો તે સ્થળ પણ પવિત્ર હોવું જોઈએ. જેના જીવનમાં સંતુલન ન હોય તે મનુષ્ય ભગવાનનું ધ્યાન ધરી શકતો નથી. ભગવાનનું ધ્યાન લગાવવા અને ભગવાન સાથે મિલન કરવા માટે મનુષ્ય સંતુલનનું પાલન કરવા વાળો હોવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મારા ભક્ત માં એટલું સંતુલન હોવું જોઈએ કે તે ન તે એટલું બધું ખાય કે એવું લાગે કે તે ફક્ત ખાવા માટે જીવે છે, ના એટલું ઓછું ખાય કે તે હાડકાનો ઢાંચો બની જાય. ન એટલું ઊંઘે કે દિવસને પણ તે રાત સમજે, ન એટલું ઓછું ઊંઘે કે રાતને પણ રાત ન સમજે. ભગવાન કહે છે કે મારા ભક્તમાં દરેક બાબતનું સંતુલન હોવું જોઈએ તો જ તેના મનમાંથી ખરાબ વિચારો દૂર થશે અને ઈશ્વરનું ધ્યાન ધરીને ઈશ્વર સાથે મિલન કરી શકશે. આપ સૌ મિત્રોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ, હેપ્પી જન્માષ્ટમી. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *