હિન્દુ ધર્મમાં બાળકોના મરણ પછી આત્મા સાથે શું થાય છે

Astrology

મિત્રો મૃત્યુ પછી બાળક ની આત્મા સાથે થવાવાળી ક્રિયાઓ બીજી આત્માને સમાન હોય છે કે અલગઆજે અમે તમને જણાવીશું. પુરાણોમાં બાળકના અંતિમ સંસ્કારને અલગવિધિ બતાવવામાં આવી છે તે જ રીતે મૃત્યુ પછી જીવાત્મા સાથે શું થવાનું છે તેના વિશે પણ પરમાત્મા દ્વારા એક અલગ જ વ્યવસ્થા કરવામા આવી છે હું તો પંદર વર્ષથી ઓછી ઉંમરના અથવા તો જન્મતાની સાથે મૃત્યુ પામી તેવા બાળકો સાથે આગળ થવાની ક્રિયાને પુરાણમાં આપવામાં આવે છે. મિત્રો 15 વર્ષથી ઓછી ઉંમરના છોકરા નિર્દોષ હોય છે અને તેમના દ્વારા કરવામાં આવેલા બધા પાપ માફ કરવામાં આવે છે.

એક કથા અનુસાર એક વખત બધા છોકરાઓ ની આત્મા સ્વર્ગના દરવાજા પાસે પહોંચી પરંતુ સ્વર્ગ નો દરવાજો ખુલ્યા પછી તે બાળકોની આત્મા અંદર જવા માટે તૈયાર ન હતી. ત્યાં જ ઊભા રહીને તેમના માતા-પિતાની શોધતા હતા આ જોઈને પરમાત્મા તેમને કહ્યું અરે છોકરાઓ જોઈ રહ્યા છો શું? દરવાજો ખુલ્લો છે આવો અને સ્વર્ગમાં પ્રવેશ કરો. તારી બધા છોકરાઓએ ખૂબ જ માસુમિયત થી ભગવાન ને પૂછ્યું પરમાત્મા તમે અમને સ્વર્ગ મા તો મોકલો છો પરંતુ અમારા માતા-પિતા ક્યાં છે અમે તેમના વિના સ્વર્ગમાં પ્રવેશ કઈ રીતે કરીએ ત્યારે પરમાત્માએ કહ્યું કે બાળકો તમારા માતા-પિતા જીવી છે અને તે મૃત્યુલોકમાં તેમના દ્વારા કરવામાં આવેલાં કર્મો ભોગવી રહ્યા છે.

પરમાત્માની આ વાત સાંભળીને બાળકોએ પણ કહ્યું કે પરમાત્મા અમે તેમને આ કર્મો ને ભોગવવા સુધી રાહ જોઈશું અને જ્યારે તે આવશે ત્યારે અમે તેમના સાથે વર્ગમાં પ્રવેશ કરીશું આ સાંભળીને પરમાત્મા તેમને સમજાવવા લાગ્યા કે બાળકો તેમનું અહિંયા આવવાનું નિશ્ચિત નથી આ તેમના કર્મો પર આધાર રાખે છે જો તેમના કર્મો સારા હશે તો તે અહીંયા જરૂર આવશે અને જો એમના કર્મો સારા નથી તો એમનું ઠેકાણું બીજી જગ્યાએ હશે. બાળકો પરમાત્માની આ વાતને સમજી શકતા ન હતા અને તે સ્વર્ગમાં જવાની ના પાડતા રહ્યા તેમના માતા-પિતાને તેમના કર્મો ના આધારે થોડા લોકોને સ્વર્ગ અને થોડા લોકોને નરક મળ્યું. પરંતુ થોડા છોકરાઓ હજી પણ સ્વર્ગના દરવાજા જોડે બેઠેલા હતા માતા પિતા ની રાહ જોઈ રહ્યા હતા.

ફરી એકવાર પરમાત્માએ તેમની અંદર પ્રવેશ કરવા માટે કહ્યું પરંતુ તેમના માતા-પિતાના નરકમાં છે તે વાતથી અંજાન હતા. અને પરમાત્માની તેમના વિષે પૂછવા લાગ્યા પરમાત્મા તેમને જવાબ આપતા કહ્યું કે બાળકો તેમના કર્મો એટલા સારા નહોતા તેથી તે નર્કમાં ગયા છે આ સાંભળીને છોકરાઓ જીદ કરવા લાગે અમે અમારા માતા-પિતા વિના ક્યાં ય જઈશું નહીં. બાળકોને આ રીતે જીદ કરતા જોઈને પરમાત્મા તેમને કહ્યું બાળકો તમે નિર્દોષ છો પરંતુ તમારા માતા-પિતા ગુનેગાર છે આ સાંભળી ને બાળકો પરમાત્મા જોડે ચર્ચા કરવા લાગ્યા હે પરમાત્મા તમે અમારા બધા ગુનાઓ ને માફ કરીને સ્વર્ગમાં મોકલી શકો છો તો અમારા માતા-પિતા ને કેમ નહીં અમે આ રીતે સ્વર્ગમાં નથી જવા માગતા જ્યાં મારા માતા-પિતા જ ના હોય તેથી અમે સ્વર્ગ મા ત્યાં સુધી પ્રવેશ નહીં કરીએ.

જ્યાં સુધી અમારા માતા-પિતા અહીંયા આવી ન જાય અને તેમના કર્મો એટલા ખરાબ છે તો એ સ્વર્ગમાં નથી આવી શકતા તો અમને જ નર્ક માં મોકલી દો પરમાત્મા બાળકોની જીદ આગળ હાર માની ગયા અને તેમના માતા-પિતાને તેમના બાળકો સાથે સ્વર્ગમાં જવાની અનુમતિ આપી દીધી અને આ રીતે તે બાળકો તેના માતા-પિતાના સ્વર્ગ આગમનનું કારણ બન્યા. આ કથા સાંભળીને તમને ખબર પડી ગઈ હશે કે બાળકના મૃત્યુ પછી એ બધું નથી થતું જે મોટા માણસ ના મૃત્યુ પછી થાય છે અને આ બાળકોની આત્માઓ માટે સ્વર્ગના દરવાજા પોતાની મેળે ખુલી જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *