મૃત શરીરને નવા વસ્ત્રો કેમ પહેરાવવામાં આવે છે.

Astrology

મિત્રો શું તમે જાણો છો કે મૃતક ને નવા કપડાં શું કરવા પહેરાવવામાં આવે છે? આજે અમે તમને કહીશું કે કેમ મૃતકને નવા કપડાં પહેરાવવામાં આવે છે. સંસ્કારની સંપૂર્ણ તૈયારીમાં સંકલિત એક વિધિ અનુસાર મૃતક ને શબ ને નવડાવીને નવા કપડાં પહેરાવવામાં આવે છે. આ ક્રિયા ની અંતિમ વિધિ નો એક જરૂરી ભાગ માનવામાં આવે છે. પરંતુ વિચારવા જેવી વાત છે કે જે સબને થોડીવાર પછી જલાવી દેવાનું છે તેની સાથે આવી ક્રિયા શું કામ કરવામાં આવે છે. ગરુડ પુરાણમાં શ્રી ગુરુદેવ દત્ત નુ ઉચ્ચારણો અનુસાર સબને પાણીથી નવડાવવાની વાત કરવામાં આવી છે.

કોઈ કારણ મૃતદેહનું કોઈ તીર્થ સ્થાન ઉપર અગ્નિસંસ્કાર કરવામાં ન આવે તો તેને નવડાવવામાં પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને નવડાવવામાં આવે છે. શબને નવડાવવા થી વાતાવરણ શુદ્ધ થઈ જાય છે. તે સબ ની કામના અને આશક્તિ દૂર થાય છે. મૃતકને નવડાવવા નો અર્થ તેને અંતરને શુદ્ધ કરવાનું છે. સ્નાન કર્યા પછી ગરુડ પુરાણ મા મૃતદેહને ચંદન, ગી, અને તલના તેલનો લેપ કરવો જોઈએ. તે પછી મૃતદેહની નવા વસ્ત્રો પહેરવા જોઇએ.

ગરુડ પુરાણમાં શબની કપડા વિના બાળવું જોઈએ નહીં સબ નવા વસ્ત્રોથી પૂરેપૂરું ઢાંકીને આગળ ની વિધિ કરવી જોઈએ. સબ ને પવિત્ર અને નવાં વસ્ત્રો પહેરવા જોઇએ અને મૃતક માટે ઉપયોગમાં લેવા વાળા વસ્ત્રનું રંગ સફેદ હોવો જોઈએ. સફેદ રંગ શાંતિ અને પવિત્રતાનું રંગ માનવામાં આવે છે પરંતુ ભારતમાં હિંદુ ધર્મ મા સફેદ રંગ મોક્ષ નો રંગ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં એ પણ કહેવામાં આવ્યું છે તે મૃતક વ્યક્તિ માટે ઉપયોગમાં લેવા વાળી વસ્તુ ઉપર ગૌમુત્ર અથવા તીર્થ પાણી છાંટીને શુદ્ધ કરી લેવું જોઈએ. આવું કરવાથી મૃતકને ચારેબાજુ એક સુરક્ષા કવચ બની જાય છે જે તેની ખરાબ શક્તિઓ ના સંપર્કમાં આવવાથી બચાવે છે. તે પછી શબને ચિંતા પર સૂવડાવીને તેના પર ફૂલ ચંદન લાકડીઓની રાખવી જોઈએ અને તેના પરિવારજનો દ્વારા અગ્નિ સંસ્કાર ની ક્રિયા ની આગળ વધારવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *