જાણો કંઈ રીતે વ્યક્તિના મનમાં રહેલી ઈર્ષ્યા તેના જ દુ:ખનું કારણ બને છે. મહર્ષિ નારદજીનો આ ઉપદેશ અવશ્ય વાંચો.

Astrology

મિત્રો જે પ્રમાણે સાગર રત્નોની ખાણ છે તે પ્રકારે આપણા શાસ્ત્રો પ્રાણ સદગુણોની ખાણ છે તેમ છતાં પણ તેમાં જણાવેલ આ ગુણો દ્વારા મનુષ્ય સંતુષ્ટ નથી થતો પરંતુ તેનાથી ઊલટું મનુષ્ય તેની ઈર્ષા કરતો રહે છે કોઈપણ મનુષ્યના મનમાં કરવા માટે કોઈપણ મનુષ્યના મનમાં રહેલા ઈર્ષાના ભાવની ઓળખ કરવા માટે એક સ્પષ્ટ નિર્ણય છે ઈર્ષા બળાપો ડ્રેસ આ બધા જ એક કોઠા માં જન્મેલા ઉપદ્રવો છે જેને એક કુટુંબના સભ્યો કહી શકાય. આ બધા સભ્યોની પ્રકૃતિ અને અનુભૂતિ ઝેરીલી છે અને તેના પરિણામ માં પણ ઝેર જ ભરેલું છે જેની પાછળ જોડાયેલી કથા વિશે આજે અમે તમને જણાવીશું.

વાંકી વાંકી ખરડાઈ ને ચાલતી એક કુમળી સ્ત્રી હતી તેને જોઈ લોકો તેની મજાક મસ્તી કરતા હતા વારંવાર તેની પજવણી કરતા હતા. અચાનક એક દિવસ મહર્ષિ નારદ પાસે આ કુમળી સ્ત્રીનો ભેટો થઈ ગયો. આ સ્ત્રીને જોઈને નારદજીને તેમના પર દયા આવી ગઈ.જેથી તેમણે આ સ્ત્રીને કહ્યું બહેન મારી પાસે આવ. હું મારા યોગ બળ ના પ્રતાપથી તને સુંદર બનાવી આપું. ત્યારે સ્ત્રીએ કહ્યું કે ભગવાન તમે તો અંતર્યામી છો. તમે તો જાણો જ છો કે લોકો મારો કેટલો ઉપહાસ કરે છે.

મને ચીડવે છે જેથી તમે મારા પર એટલી મહેરબાની કરો. તમે મારા કુમળાપણાની ચિંતા ન કરતા પરંતુ એટલું જરૂરી કામ કરો જે લોકો મારી મજાક ઉડાવે છે. તે તમામને જ કંઈક રીતે કદરૂપા બનાવી દો.જેથી મારા કલેજામાં ઠંડક વળશે. મહર્ષિ નારદજીએ જ્યારે આ સ્ત્રીની ઈચ્છા સાંભળી તો તેઓ સ્તબ્ધ બની ગયા. બોલ્યા બહેન બીજાને કદરૂપા બનાવવાથી તમને શું મળશે. ત્યારે તે કુમળી સ્ત્રીએ તરત જ જવાબ આપ્યો. હું તેમને મારી જેમ ચાલતા અને બીજા લોકો દ્વારા કરાતી ઠઠ્ઠામશ્કરી જોઇશ.

એનાથી મારા મનમાં મને ઘણો આનંદ થશે મિત્રો આને જ કહેવાય છે પ્રતિશોધની આંખ અને બળાપો. મહર્ષિ નારદજીની કૃપાથી આ કુમળી સ્ત્રી પોતાને સુંદર બનાવી શકતી હતી. પોતાનું કુમળાપણું મટાડી શકતી હતી. અને અનેક લોકો થી થતા ઉપહાસમાંથી છુટકારો મેળવી શકી હોત પરંતુ તેમણે મેળવેલા અવસરને સ્વયંને માટે નહીં પરંતુ અન્યને હાનિ પહોંચે તેવી મનોકામના વ્યક્ત કરી મહર્ષિ નારદજી કહે છે કે આવી જ રીતે ઈર્ષાળુ વ્યક્તિઓના મનમાં આવી જ પ્રકૃતિ રહેલી હોય છે તેઓ અન્યને સુખી સમૃદ્ધ જોઈને તેમનામાંથી સુખી સમૃદ્ધ બનવાની પ્રેરણા નથી.

પરંતુ ઊલટાનો તેઓ સુખી લોકોને દુઃખી કરવાના તેઓની ઉન્નતિમાં અવરોધો ઊભા કરવાના પ્રયત્નો કરતા રહે છે આવી વ્યક્તિના મનમાં અશુદ્ધ અને હાનિકારક વિચારો જ છવાયેલા રહેલા હોય છે પરંતુ તેમના લાખો પ્રયાસ કરવા છતાં તેઓ અન્યનું અહીંત નથી કરી શકતા ઊલટાનું તેના બળાપા કર્યા કરવાથી સામેવાળી વ્યક્તિ ની કાર્ય શક્તિ અને પ્રાણશક્તિ બંનેમાં વધારો થવા લાગે છે. જેથી તેઓ વધારે સુખી અને સમૃદ્ધ જીવન જીવતા રહે છે અને ખોટો બળાપો કરવાવાળા મનુષ્ય હંમેશા દુખી અને અશાંત રહે છે. તો મિત્રો આ હતી મહર્ષિ નારદજી એ કહેલી મનુષ્યના મનમાં રહેલી ઈર્ષાની વાત જો તમને પસંદ આવી હોય તો બીજા લોકોને અવશ્ય શેર કરો .જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *