જાણો કયા રાક્ષસનો અંત કર્યા પછી શ્રીકૃષ્ણને ગૌ હ-ત્યા-નું પાપ લાગવાનું હતું, પછી શું થયું.

Astrology

આ વાત ત્યારની છે જ્યારે શ્રીકૃષ્ણ નંદજીને ત્યાં હતા. તેઓ ગાયો ચરાવતા હતા. તેઓ પોતાના મિત્રો સાથે જતા હતા. એકવાર ભગવાનના દુષ્ટ મામા કંસે અરિષ્ટાસુર નામના ખતરનાક રાક્ષસને કન્હૈયાને મા-ર-વા મોકલ્યો. તે સમયે કંસ આ જ કરતો હતો. કેટલીય વાર તે કૃષ્ણને મા-ર-વા માટે કોઈ રાક્ષસને મોકલતો હતો. પણ આ વખતે અરિષ્ટાસુરને મોકલ્યો જે ચતુર હતો. તેણે ગાયના વાછરડાનું રૂપ લીધું અને તે ભગવાન શ્રીકૃષ્ણની ગાયોના ટોળામાં આવી ગયો. પછી તે નાના ગોવાળિયાઓને મા-ર-વા લાગ્યો. તેમનું દુઃખ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ ગુસ્સે થયા.

તેઓએ તે રાક્ષસને પકડી લીધો અને તેને જમીન પર પછાડીને મા-રી-ના-ખ્યો. રાક્ષસ મ-રી-ગ-યો. પછી ચતુર રાધાએ શ્રીકૃષ્ણને કહ્યું. તમે ગૌ-હ-ત-યાનું પાપ કર્યું છે. કારણ કે જ્યારે તમે અરિષ્ટાસુરનો વ-ધ-ક-ર્યો ત્યારે તે વાછરડું બની ગયો હતો. અને વાછરડું એ ગાયનું બચ્ચું કહેવાય છે. તેથી હવે તમારે આખા દેશના તમામ તીર્થધામોના દર્શેને જવું પડશે. તો જ તમે આ પાપમાંથી મુક્ત થઈ શકશો.

કૃષ્ણજી ચિંતિત થઈ ગયા. તમે પોતે જ વિચારો કે ગૌ-હ-ત-યા-નું નામ આવતા જ કોને ચિંતા નથી થતી? શ્રીકૃષ્ણ આ બાબતે લોકોની મુશ્કેલી દૂર કરનાર દેવર્ષિ નારદ સાથે ચર્ચા કરે છે. ગૌ-હ-ત-યા ન લાગે તે માટે મારે શું કરવું જોઈએ? નારદે તેમને કહ્યું કે, તમે જે જગ્યાએ તે વાછરડા એટલે કે અરિષ્ટાસુરનો વ-ધ-ક-ર્યો હતો, તે સ્થાન પર તમે બધા તીર્થોને પાણીના રૂપમાં બોલાવો. પછી તે બધા તીર્થોના જળને એકબીજામાં ભેળવીને સ્નાન કરો.

એકવાર તમે આ કરી લો, તમે આ પાપમાંથી મુક્ત થઈ જશો. શ્રીકૃષ્ણએ દેવર્ષિ નારદના કહેવા પ્રમાણે કર્યું. તેના માટે તેમણે એક યુક્તિનો ઉપયોગ કર્યો. તેમણે પોતાની વાંસળી વડે એક નાનો કુંડ ખોદ્યો અને તમામ તીર્થસ્થાનોને તેમાં પાણી બનીને આવવા કહ્યું. બધાએ તેમની વાત સ્વીકારી. તેમણે સ્નાન કર્યું અને ધ્યાન કર્યું. બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. દાન-દક્ષિણા આપવામાં આવી. બધાને ખુશ કર્યા, પછી તે દિવસે તે પાપથી મુક્ત થયા.

પછી રાધાજીએ પણ આ કુંડની બાજુમાં એક કુંડ બનાવ્યો. તેમણે પોતાની બંગડી વડે કુંડ ખોદી નાખ્યો હતો. તેમની સખીઓએ તેમની મદદ કરી અને તે કુંડને મોટો બનાવ્યો. કૃષ્ણજીને આ બહુ ગમ્યું અને તેમણે વચન આપ્યું. તે દરરોજ તેમાં સ્નાન કરશે.

મથુરાથી ચાર-પાંચ કિલોમીટર દૂર અરીતા ગામ છે. ત્યાં હજુ પણ બે કુંડ છે. એકનું પાણી સફેદ અને એકનું પાણી થોડું કાળું છે. રસપ્રદ વાત એ છે કે બંને અંદરથી જોડાયેલા છે, પરંતુ બહારથી અલગ દેખાય છે. એક વધુ રસપ્રદ બાબત છે કે રાધા કુંડ ચોરસ છે. જ્યારે કૃષ્ણજી વાળો કુંડ અનિયમિન આકારનો છે.

આ માહિતી લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *