કૃષ્ણ ભગવાને નારદજીને કહ્યું હતું, માણસનો સારો સમય આવ્યા પહેલા તેને મળે છે આ 7 સંકેત

Astrology

ભગવાન આપણું સારું સમય આવે તેના પહેલા કેટલાક સંકેતો જરૂર આપે છે. જેના વિશે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં નારદજીને જણાવ્યું હતું. એકવાર નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયા અને પૂછ્યું, ‘હે ભગવાન મનુષ્યનું જ્યારે સારું સમય આવવાનો હોય તો કેવી રીતે ખબર પડે’ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે હું મનુષ્યને જ્યારે તેનું સારું સમય આપવાનો હોય એ પહેલા કેટલાક સંકેતો આપું જ છું જેને જ્ઞાની મનુષ્ય અવશ્ય ઓળખી લે છે.

જ્યારે કોઈ માણસની આંખો સવારે બ્રહ્મ મૂહુર્તમાં ખુલવા લાગે જ્યારે મનુષ્ય સમજી લેવું કે આવવાવાળા સમયમાં તેમનું ભાગ્ય ખુલવાનું છે. જ્યારે કોઈ મનુષ્ય દરેક સમયે ખુશ રહેવા લાગે છે અને તેના મુખ ઉપર સદાય હાસ્ય જોવા મળે અને એ મનુષ્ય જ્યારે ક્રોધ કાબુ મેળવી લે ત્યારે એ મનુષ્યનો સારો સમય નજીકમાં જ હોય છે.

જ્યારે કોઈ મનુષ્યના ઘરમાં કોઈ ગાય દરરોજ ખાવા માટે આવે અથવા જેના આંગણામાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે કે કોઈ પક્ષી તેના ઘરમાં આવીને માળો બનાવે ત્યારે મનુષ્યનું ભાગ્ય ખુલી જતું હોય છે તે પણ તેનો સારો સમય આવવાની એક નિશાની છે. નાના બાળકો ઈશ્વરનું રૂપ હોય છે. જ્યારે કોઈ મનુષ્યના આંગણમાં નાના બાળકો નિયમિત રમવા આવવા લાગે ત્યારે તે તેના ભાગ્ય ખુલવાની એક નિશાની હોય છે.

જ્યારે પણ માણસ ભગવાનની પૂજા-અર્ચના કરતો હોય અને જ્યારે તે ભગવાનની મૂર્તિ સામે જુએ અને તેને એવો અહેસાસ થાય કે ભગવાન તેની સામે હસી રહ્યા છે ત્યારે તે માણસે સમજી જવું જોઈએ કે ભગવાન તેના પર ખુશ છે અને તેનો સારો સમય નજીકમાં જ છે. જ્યારે કોઈ માણસ કોઈ સારું કાર્ય કરવા નીકળ્યા હોય અને તેની રસ્તામાં ગાયના દર્શન થઈ જાય અથવા તો કોઈ સાધુ સંતના આશીર્વાદ મળી જાય તો તેને સમજી જવું જોઈએ કે તે અવશ્ય સફળ થવાનો છે. ભગવાન શ્રીકૃષ્ણએ નારદજી સાથે વાત કરતાં મનુષ્ય ને પોતાના સારા સમય આવવા પહેલાંના આ સંકેતો વિશે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *