લોકોના કારણે મન દુઃખી હોય તો એકવાર આ અવશ્ય વાંચજો, મન શાંત થઈ જશે

Astrology

મિત્રો, લોકોની વાતોને મન ઉપર લેવાનું છોડી દો. તમે તમારી મંજિલ ઉપર કદી નહીં પહોંચી શકો જો તમે રસ્તામાં ભોંકવા વાળા દરેક કૂતરાને પથ્થર મારશો. તો કોઈ તમારું દિલ દુભાવે તો એક વાત યાદ રાખજો કે જે તમારુ પોતાનું છે તે તમારાથી દૂર કદી પણ નહીં જાય અને જે દૂર ચાલી ગયું છે એ તમારું હતું જ નહીં. આ દુનિયામાં કોઈના પાસે આશા રાખજો તો નિરાશ જ થશો કારણ કે અત્યારની દુનિયા ખૂબ જ મતલબી થઈ ગઈ છે એટલા માટે પોતાના દમ પર પોતાની જિંદગી જીવતા શીખી જાઓ. જીવનમાં એક વાત યાદ રાખી લેજો કે કદી પણ પોતાની જિંદગીને કોઈના પર નિર્ભર ન રાખતા. એ તમારા શબ્દોનું મૂલ્ય નથી સમજી શકતું એવા વ્યક્તિ સામે મૌન રહેવું જ યોગ્ય છે.

એક વાત યાદ રાખજો આ મતલબી દુનિયામાં કેટલાક લોકો ખાવાના એટલા શોખીન હોય છે કે બીજા લોકોની ખુશીઓ પણ ખાઈ જાય છે. ઉતાર ચઢાવ પછી પણ જો કોઈ તમારો સાથ નથી છોડતું તો તે માણસને હંમેશા કદર કરજો. જીવનમાં લોકોની ચાર વાતોથી હિંમત ન હારતા કારણકે કાંટા પર ચાલવા વાળો વ્યક્તિ પોતાની મંઝિલ ઉપર જલ્દી પહોંચી જાય છે કારણ કે કાંટા પગની ચાલવાની ઝડપ વધારી દે છે. મતલબી તથા અહંકારી વ્યક્તિઓ સાથે માથાકૂટ કરવાની છોડી દો કારણ કે અહંકારમાં આંધળા માણસને ન તો પોતાની ભૂલો દેખાય છે કે બીજા વ્યક્તિઓની સારી વાતો સંભળાય છે. તમારી મનની આ ઉદાસી તથા નિરાશાને છોડી દો કારણકે નિરાશા એક એવી ભયાનક બીમારી છે જે જીવતા માણસને મડદુ બનાવી દે છે. એવા સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે.

ખુશ રહેવા માટેનો એક જ સિદ્ધાંત છે તે ન તો કોઈના પાસેથી અપેક્ષા રાખો કે ન કોઈની ઉપેક્ષા કરો. તમારી વિરુદ્ધ થતી વાતો ખૂબ જ શાંતિથી સાંભળી લેજો વિશ્વાસ રાખજો સમય તેનો ખૂબ જ સરસ જવાબ આપી દેશે. કોઈપણ સંબંધમાં જ્યારે જીદ અને અભિમાન આવી જાય તો તે બંને જીતી જાય છે પરંતુ ફક્ત તમારો સંબંધ હારી જાય છે. એટલું યાદ રાખજો કે જો તમારો પ્રેમ સાચો હશે તો ભલે ગમે તેટલા ઝઘડા થાય તમારો સંબંધ નહિ તૂટે. તમારા જીવનમાં જે લોકો સાથે રહીને તમારી સાથે છળ કરે, દગો આપે, ચુગલી કરે, તમારી વાતને બીજાની સામે ખોટી રીતે રજૂ કરે એવા લોકોને તમારી જિંદગીથી હંમેશા દૂર રાખજો. સ્ત્રીના પ્રેમની પરખ ત્યારે જ થાય છે જ્યારે પુરુષ પાસે કઈ ના હોય અને પુરુષના પ્રેમની પરખ ત્યારે જ થાય છે જ્યારે પુરુષની પાસે બધું જ હોય. જીવનમાં લોકોની વાતોથી દુઃખી ન રહેતા. એટલું યાદ રાખજો કોઈ તમારી પ્રશંસા કરે કે નિંદા બંને સારા છે કારણ કે પ્રશંસા પ્રેરણા આપે છે અને નિંદા સાવધાન કરે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *