તમારું હાર્ટ બ્લૉકેજ છે કે નહીં તેની તપાસ હમણાં જ ઘેર બેઠા કરો, તંદુરસ્ત વ્યક્તિને પણ હાર્ટ બ્લોકેજ હોઈ શકે છે

Health

મિત્રો, આપણા શરીરમાં જેટલા પણ અંગો છે તેમાંથી એક અંગ એવું છે જેને જન્મથી લઈ મૃત્યુ સુધી સહેજ પણ આરામ મળતો નથી અને તે અંગ છે આપણુ હૃદય. એક સેકન્ડ માટે જો હૃદય આરામ કરી લે તો તમારી અને મારી આ દુનિયામાંથી ટિકિટ ફાટી જાય એટલે કે આપણી જિંદગી પૂરી થઈ જાય. આવા અનમોલ અંગને આપણે પણ ખૂબ જ સાચવવું જોઈએ. આપણે જ્યારે ઊંઘી જઈએ છીએ ત્યારે પણ આપણું હૃદય પોતાનું કામ કરતું રહે છે. હૃદયને સારી રીતે કામ કરવા માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર હોય છે. જો તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તો જ હૃદય સારી રીતે કામ કરી શકે છે.

જ્યારે આપણે સુતા હોઈએ ત્યારે હૃદયને માત્ર 10% ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે આપણે બેઠા હોઈએ અથવા તો ધીમે ધીમે ચાલતા હોઈએ ત્યારે હૃદયને 20 ટકા ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે આપણે દોડતા હોઈએ અથવા તો સીડી ચડતા હોઈએ ત્યારે આપણા હૃદયને 30 ટકા ઓક્સિજનની જરૂર પડે છે. તમે થોડું દોડો છો અથવા તો સીડી ચડો છો અને તમને ખૂબ જ થાક લાગી જતો હોય અને છાતીમાં ડાબી બાજુમાં દુખાવો થવા લાગે તથા છાતીનો ડાબો ભાગ ભારે ભારે લાગવા લાગે, બેચેની થવા લાગે તે હૃદયની કોઈ સમસ્યા અંગે તમને ચેતવણી આપે છે. જો દોડતા દોડતા આવું થાય તો સમજવાનું કે તમારા હૃદયની નસ 70% બ્લોકેજ છે. જો તમે બેઠા હોય અથવા તો ધીમો ધીમો ચાલતા હોય અને આવી તકલીફ થવા લાગે તો સમજવાનું કે હૃદયની નસ 80% બ્લોકે છે.

તમે સુતા હોય અને આવી તકલીફ નો અનુભવ થતા હોય તો હૃદયની નસ 90% બ્લોકેજ હોઈ શકે છે. આ રીત વડે તમે જાણી શકો છો કે તમારું હૃદય કેટલું તંદુરસ્ત છે. આ લક્ષણો તમને ન દેખાય તો ગભરાવાની કોઈ જરૂર નથી. આવા લક્ષણો તમને વારંવાર તમારા શરીરમાં જણાય તો તરત જ સારા ડોક્ટરને બતાવીને એનજીઓગ્રાફી કરાવી લેવી જોઈએ. આ રીત દ્વારા આપણે ઘરે બેઠા આપણા હૃદયમાં તકલીફ છે કે નહીં તે જાણી શકીએ છીએ અને ત્યારબાદ આગળ ડોક્ટરને બતાવી શકીએ છીએ. હૃદય એ આપણા શરીરનું એક અમૂલ્ય અંગ છે. એટલે જો તમને આવા કોઈ લક્ષણો જણાય તો સહેજ પણ મોડું કર્યા વગર ડોક્ટરની સલાહ અવશ્ય લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *