તમારા પરિવારના સભ્યએ ફરીથી તમારા જ ઘરમાં જન્મ લીધો છે, આ રીતે જાણો

Astrology

મિત્રો, આ મૃત્યુલોકમાં જેને પણ જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ આપણા સ્વજનોને ગુમાવવાની પીડા અસહનીય હોય છે. જેને પોતાના માતા-પિતા, ભાઈ-બહેન કે અન્ય કોઈપણ સ્વજન ગુમાવ્યા હોય તે જ આ પીડાને જાણી શકે છે. આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણા સ્વજનો મૃત્યુ પછી પણ આપણા જ ઘરમાં ફરીથી જન્મ લઈને આપણી સાથે રહે. જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણા પરિવારમાં જો કોઈ ગર્ભ ઉપલબ્ધ હોય તો આપણા સ્વજનની આત્મા સૌથી પહેલા પોતાના જ ઘર તરફ ખેંચાય છે. અને જો પરિવારમાં ગર્ભ ઉપલબ્ધ ન હોય તો આત્મા તેની આગળની યાત્રા કરે છે અને અન્ય સ્થાને જન્મ લે છે.

ઘણીવાર એવું બને છે કે કોઈનું મૃત્યુ થાય છે ત્યારબાદ તે પોતાના જ પરિવારમાં ફરીથી એક અલગ જ રૂપમાં જન્મ લે છે. આપણે કેટલાક સંકેતો દ્વારા જાણી શકીએ છીએ કે આપણા જ સ્વજને આપણા ઘરમાં ફરીથી જન્મ લીધો છે. જ્યારે આપણા સ્વજન ફરીથી આપણા ઘરમાં જન્મ લઈને આવે છે ત્યારે તેમનું રંગ રૂપ પહેલા જેવું જ ન પણ હોય.આપણા સ્વજન પુરુષની બદલે સ્ત્રીનો જન્મ લઈને અને સ્ત્રીના બદલે પુરુષનો જન્મ લઈને પણ આવી શકે છે. બાળકમાં જન્મથી બે ત્રણ વર્ષ સુધી તેના પૂર્વ જન્મની યાદો રહેલી હોય છે. એટલે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારથી બેથી ત્રણ વર્ષ સુધી તેના તમારા સાથેના વર્તન દ્વારા તમે જાણી શકો છો કે તમારા સ્વજન ફરીથી તમારા જ ઘરે જન્મ લઈને આવ્યા છે.

જ્યારે તમારા જ કોઈ સ્વજન તમારા ઘરે ફરીથી જન્મ લઈને આવે છે ત્યારે તેમની કેટલીક આદતો, સ્વભાવ, વાત કરવાની રીત, બોલવાની રીત, ગુસ્સો કરવાની રીત, ખુશી વ્યક્ત કરવાની રીત, તેની જીવનશૈલી,ચાલ ઢાલ, કદ કાઠી માં ઘણી બધી સમાનતા જોવા મળે છે. આ કેટલીક બાબતો દ્વારા આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આપણા કોઈ સ્વજન ફરીથી આપણા ઘરમાં લઈને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *