મિત્રો ઘડિયાળના કાંટાની માફક જીંદગી ચાલ્યા કરે છે સારું છે કે ખરાબ તે કોઈ જાણતું નથી. પરંતુ ખરાબ સમયમાં શું કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ તે તમારા જ હાથમાં છે. મિત્રો આજે અમે તમને જણાવીશું કે તમારો ખરાબ સમય હોય ત્યારે એવું શું કરીને તમે શું કરી શકો અને ખરાબ સમયમાં પણ એવી કઈ વાતો છે જે તમારે કદી ભૂલવી જોઇએ નહીં.
મિત્રો તમે પણ સાંભળી હશે કે ખરાબ સમયમાં પોતાના પણ સાથ છોડીને જતા રહે છે. પરંતુ સમયે પોતાના અને પારકા ની ઓળખ કરાવી દે છે. તેથી જિંદગીમાં ખરાબ સમય આવે ત્યારે થોડી વાતો ને ભૂલવી ન જોઈએ. ચાણક્ય જે શ્રેષ્ઠ શિક્ષક હોવાની સાથે સાથે શ્રેષ્ઠ વિદ્વાન પણ હતાતેમને અર્થશાસ્ત્ર સિવાય બીજા વિષયો પણ ખૂબ જ ઊંડું જ્ઞાન હતું.જાણે કે મનુષ્યની અસર કરવા વાળા બધા વિષયો નો બહુ ઊંડાણથી અભ્યાસ કર્યો હતો.ચાણક્ય નું માનીએ તો બધા વ્યક્તિના જીવનનો ખરાબ સમય તો આવે છે. તેમના જણાવ્યા અનુસાર વ્યક્તિની ઓળખ ખરાબ સમયમાં જ થાય છે. જે રીતે રાત પછી દિવસ થાય છે તે વ્યક્તિના જીવનમાં પણદુઃખ પછી સુખની પ્રાપ્તિ થાય છે.
1. આત્મસંયમ
ખરાબ સમયમાં તમારે તમારો આત્મસંયમ ખોવો જોઈએ નહીં. સુખને સમય જેમ તમે તમારા પર નિયંત્રણ રાખું છું તેમ ખરાબ સમયમાં પણ તમારે તમારા પર નિયંત્રણ રાખવું જોઈએ. તમારે તમારી ભાવનાઓની કાબૂમાં રાખવી જોઈએ કોઈ દિવસ આવેશમાં આવીને કોઈ ખોટું કદમ ઉપાડવું ન જોઈએ
2. ધૈર્ય રાખો
લોકો ખરાબ સમયમાં પોતાના ધૈર્ય ખોઈ દે છે. તેમને એવું લાગે છે ક્યા ખરાબ સમય ક્યાં સુધી ચાલશે અને તેઓ તેમના નસીબ ની ખરાબ કેવા લાગે છે. પરંતુ મિત્રો એ માનીને ચાલવું જોઈએ કે સુખ અને દુઃખ જિંદગીના બે બે પૈડા છે. અને તે સ્થાયી નથી સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા જ કરે છે
3. પોતાના લોકોની ઓળખ
લોહીના સબંધો, સ્કૂલ-કોલેજના સૌ મિત્રો, સાથે કામ કરવાવાળા લોકો જેમની જેમની સાથે તમારા વિચારો મળે છે એ તમારા સાથી છે એવું જો તમને લાગતું હોય તો એ ખોટું છે. પરંતુ તેમના કોઈ તમારા ખરાબ સમયે સાથ આપે છે. ખરાબ સમય આવે ત્યારે મનુષ્ય ભગવાન ને ખરાબ કેવા લાગે છે. તેને એવું લાગે છે કે ભગવાન છે જ નહીં.
તમારું એ જાણવું પણ જરૂરી છે કે ભગવાન બધું જોઈ રહ્યા છે. ભગવાન તમારા જીવનમાં ખરાબ સમય લઈને આવે છે તો તેના પાછળ કોઈને કોઈ કારણ હશે. તેથી હંમેશા ભગવાનની આરાધના કરવી જોઈએ. અને મનમાં એવું રાખવું કે રાત પછી દિવસ આવે છે તેમ ખરાબ સમય પછી સારો સમય આવશે જ. તેથી ઈશ્વર પાસે જવાબ નહીં પરંતુ ઉપાય માગુ.
ચાણક્યનું પણ એવું કહે છે કે જે માણસમાં નિર્ણય લેવાની શક્તિ હોય છે તેનો ખરાબ સમય જલદી નીકળી જાય છે. ચાણક્ય પણ કહે છે કે નિર્ણય લેવાની ક્ષમતા બધાના મા હોતી નથી. એક બુદ્ધિમાન માણસ વિચારીને નિર્ણય લે છે. માણસને સાચો નિર્ણય કે નહીં આખી પરિસ્થિતિને બદલી દે છે. એવામાં જરૂરી છે કે તમે સમજી વિચારીને નિર્ણયો લો. મનુષ્ય ખરાબ સમય માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. ખરાબ સમય મનુષ્યને મજબુત બનાવી છે.